________________
૩૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ભાવો ઉત્કૃષ્ટપણે ક્રમબદ્ધ શ્રેણીમાં સરિતાના નિર્મળ પ્રવાહની જેમ વહે છે. આ કૃતિમાં એટલી બધી સિકતા એટલી બધી મધુરતા છે કે તેના ભાવો હૃદય સોંસરવા ઊતરી શીઘ્રતાએ આત્માને સ્પર્શે છે, પકડે છે અને સ્વમાં લીન કરી દે છે. તે સાંભળતાં જ હૃદયના તાર ઝણઝણી ઊઠે છે, તો તેના ઉપર ભાવપૂર્વક મનન કરતાં, તેનું રહસ્ય લક્ષગત થતાં ચિત્તની પ્રસન્નતા અને ઉલ્લસિત ભાવોની સીમા ક્યાંથી હોય? તેની એક એક ગાથા શાંતિથી ભાવપૂર્વક વાંચતાં, ગાતાં તેમાં અનંત આગમ સમાયાં છે એવી હૃદયમાં પ્રતીતિ થાય છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે
-
‘એકેક ગાથા ગંભીર આશયવાળી અને સુવિચારવાન જીવને જ્ઞાનલબ્ધિ પ્રગટાવે એવા વિસ્મયકારક સામર્થ્યથી પૂર્ણ છે. ‘સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં હોય છે.' એ શ્રીમદ્ભુનું ટંકોત્કીર્ણ સુભાષિત તેઓના સંબંધમાં ચરિતાર્થ થાય છે એમ આ શાસ્ત્ર અભ્યાસ્યા પછી વિચારકને ભાસ્યમાન થયા વિના રહેતું નથી.’
'૧
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાના ભાવ ખૂબ ગહન છે તે આ શાસ્ત્રના અધ્યયનથી પ્રત્યક્ષ સમજાય છે. આ કૃતિ એટલી બધી અમૃતમાધુરીથી ભરેલી છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસથી ભરપૂર જલનિધિ જેવો આ દિવ્ય ગ્રંથ અખૂટ રસનો અક્ષયનિધિ છે.
શ્રીમનું આ ગ્રંથરત્ન એ અધ્યાત્મ સંબંધી વિષયોનો મહાકોષ ખજાનો છે. માત્ર થોડા શબ્દોમાં વસ્તુનું રહસ્ય સચોટ ન્યાયથી કહેવાયું છે અને તે તેમની વાણીનું અપરંપાર સામર્થ્ય દર્શાવે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથાઓ એટલી બધી ગુણગર્ભિત છે કે શ્રી લલ્લુજી મુનિ તે ગાથાઓને ‘લબ્ધિવાક્ય'ની ઉપમા આપે છે. શ્રી લલ્લુજી મુનિ લખે છે
‘બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એનો વિસ્તાર કરેલો છે તે બહુ વિચારવા યોગ્ય છે. મોટાં મહાભારત, પુરાણ કે જૈનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ ‘આત્મસિદ્ધિ'માં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે. તે વિષે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિવાક્યો છે, મંત્રસ્વરૂપ છે. રિદ્ધિ-સિદ્ધિની કંઈ જરૂર નથી; પણ જન્મ-મરણના ફેરા ટાળે તેવાં તે વચનો છે.’૨ ૧- શ્રી ભોગીલાલ ગિ, શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', પ્રસ્તાવના, પૃ.૧૯ ૨- ‘ઉપદેશામૃત', પૃ.૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org