________________
સમાપન
પરમ કારુણ્યભાવથી પ્રેરિત, કેવળ નિર્મળ ન્યાયને અનુસરતી, ક્રમબદ્ધ વહેતી અર્થગંભીર, રહસ્યપૂર્ણ ગાથાઓયુક્ત આ મંગલમય શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ભવ્ય પૂર્ણાહુતિને પામ્યું અને તે સાથે આ શાસ્ત્રની ગાથાઓની સમાલોચનાની પણ પૂર્ણાહુતિ થઈ. પદે પદે શુદ્ધ આત્માની સિદ્ધિ કરનાર એવા આ યથાર્થનામાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ મુગટના ચૂડામણિસ્થાને શોભતા ‘ઉપસંહાર' વિભાગમાં શ્રીમદે અનેકાંત સિદ્ધાંતની અલૌકિક, મૌલિક, અભૂતપૂર્વ, અનન્ય તત્ત્વમીમાંસા આલેખી આ ગ્રંથની સમાપ્તિ કરી છે.
| સર્વ સાહિત્યમાં અધ્યાત્મશાસ્ત્ર મહાન ગણાય છે અને તેમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તો અધ્યાત્મશાસ્ત્રોનો પણ નિચોડ છે. આત્માની અખંડ યશોગાથારૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તત્ત્વજ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય મૂર્ધન્ય સ્થાન પામ્યો છે. તેમાં તત્ત્વજ્ઞાનનાં તેમજ ભક્તિનાં ઊંડાં રહસ્યો સરળતાથી નિરૂપાયાં છે, સિદ્ધાંત અને સાધનાનાં તત્ત્વોને તાણાવાણાની જેમ અદ્ભુત કળાથી ગૂંથી લેવામાં આવ્યાં છે. તત્ત્વનિરૂપણ તેમજ તેની શૈલીનું પોત ઉત્તરોત્તર સઘન થયું છે. ગંભીર વિષયો પણ હૃદયમાં સરળતાથી રમવા લાગે તેવી ખૂબીથી સુગમ ભાષામાં નિરૂપવામાં આવ્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અપૂર્વ ભાવ ભર્યા છે. સર્વ જીવો પરમાર્થ પામે અને વીતરાગ શાસનની પ્રભાવના થાય તે અર્થે સર્વ શાસ્ત્રોને એકરસ કરીને સિદ્ધાંતના તેમજ ભક્તિના ગહન ભાવોને નિર્માતપણે રજૂ કર્યા છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જૈન દર્શનની મહત્તાને વધારનાર છે. તેમાં જૈન દર્શન નિરૂપિત અનેકાંતના સિદ્ધાંતને મુખ્ય કરી, અન્ય દર્શનો સાથે અદ્ભુત સમન્વય સાધ્યો છે. શ્રીમદે શ્રી જિનેશ્વરપ્રણીત સિદ્ધાંતોથી અસંગત એવી વિચારસરણીને તર્ક, અનુભવ, દૃષ્ટાંત વડે સમજાવી, સચોટ સમાધાન વડે શંકાઓને નિર્મૂળ કરી સન્માર્ગનું દઢીકરણ કર્યું છે. જ્ઞાનબળના અપૂર્વ યોગે કરાયેલી આ રચનામાં આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાને પામેલા ઊંડા ન્યાય તથા ગંભીર અર્થ સમાયેલા છે. તેમાં પૂર્ણ શુદ્ધતા સુધીનો માર્ગ આલેખાયેલો છે.
જ્યારે મહાત્માઓની આત્મલક્ષી વિચારણા કૃતિરૂપે આકાર લે છે ત્યારે યથાર્થ ભાવવાહી શબ્દોની ગોઠવણી આપોઆપ તથારૂપ થાય છે અને તે સર્વ પ્રકારે ઉત્તમ જ હોય છે; તેથી તો શ્રીમદ્રની આ અદ્ભુત આધ્યાત્મિક રચનામાં તેમના ઉત્તમ આત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org