________________
પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - સમાપન
૩૭૩ પરમ આત્માનુભવી, દિવ્ય દ્રષ્ટા, ઉત્તમ કાવ્યસખા શ્રીમન્ના અમૃતાનુભવની પ્રસાદીરૂપ આ સર્જન આવું અદ્ભુત છે. વીતરાગદેવના પરમ ભક્ત, જૈન દર્શનના રહસ્યજ્ઞ શ્રીમદે પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી, મુમુક્ષુઓને પણ તે દિવ્ય માર્ગનું દર્શન કરાવ્યું છે. તેમણે આત્માનુભવ પામીને, અન્ય પણ આત્માનુભવ કરે તે અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. તેમાં તેમની જ્ઞાનજ્યોતિનો દિવ્ય પ્રકાશ ઝગમગે છે. આ કૃતિ દ્વારા થયેલી જિનશાસનની પ્રભાવના આ યુગની એક આશ્ચર્યકારક ઘટના છે. ભવ્ય જીવોના તારણહાર અધ્યાત્મજ્ઞાની શ્રીમદે તેમની ભવતાપનાશક, આત્માર્થપ્રેરક, જ્ઞાન-વૈરાગ્યભીની વાણી દ્વારા અધ્યાત્મનો ધોધ વહેવડાવી, ભવછેદક જ્ઞાનનો પ્રચૂર પ્રચાર કર્યો છે. તેમનો વચનયોગ અપૂર્વ છે. તત્ત્વજ્ઞાનનાં ઊંડાં અગમ્ય રહસ્યોને સરળ ભાષામાં પ્રકાશિત કરી દર્શાવવાં એ તો ખરેખર શ્રીમદ્ જેવા કોઈક મહાપ્રજ્ઞાવંત, મહામેધાવી, મહાપ્રતિભાસંપન્ન પુરુષ જ કરી શકે.
આમ, ભગવાન મહાવીરના મહાન માર્ગના મહાન સમર્થક તેમજ ઉદ્ધારક શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મકલ્યાણનો સાચો રાહ બતાવી, જગત ઉપર અપાર ઉપકાર કર્યો છે. તેમાં શ્રીમન્નો અનુભવસિંધુ છલકાય છે. તેની એક એક ગાથામાં ઠાંસી ઠાંસીને ભરેલા ચૈતન્યરસના સિંધુનો અનુભવ-અમૃતરસ મુમુક્ષુઓને સુગમપણે અમૃતરૂપ પેય થઈ પડ્યો છે. અનુભવના રણકાર સહિત નીકળતી, હૃદયભાવથી ભીંજાયેલી શ્રીમની વાણી અપૂર્વ ચમત્કૃતિભરી અસર કરે છે અને દરેક મુમુક્ષુને મહા આલંબનરૂપ થાય છે. તેમનાં વચનો પરમ બાંધવરૂપ અને હિતકારી છે. તે દ્વારા આત્મકલ્યાણપિપાસુ મુમુક્ષુઓને ધર્મનો મર્મ પામવાનો મહામાર્ગ પ્રાપ્ત થયો છે, થાય છે અને થશે. મોક્ષમાર્ગની આરાધના કરતાં ઠેકઠેકાણે ભૂલ થવાનાં, પડવાનાં સ્થાનકો બતાવી તેમણે મુમુક્ષુઓને સાવચેત કર્યા છે. ભિન્ન ભિન્ન કોટિના મુમુક્ષુઓને પોતપોતાની પાત્રતા અનુસાર તેમના બોધમાંથી ઘણું ઘણું મળી રહે છે. તેમનાં વચનામૃતમાં એવું સામર્થ્ય છે કે તથારૂપ દશા પ્રગટાવી મુમુક્ષુને મોક્ષ સુધી પહોંચવામાં સહાય કરે છે, તેથી મોક્ષમાર્ગમાં આગળ વધવા ઇચ્છનાર મુમુક્ષુ જીવોએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વારંવાર અધ્યયન કરવું જોઈએ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી કહે છે કે –
આત્મસિદ્ધિ હીરાના હાર કરતાં પણ વધારે કીમતી છે. આત્મસિદ્ધિ તો વારંવાર વાંચવી, વિચારવી, અર્થ કરવા.''
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં અગાધ ગંભીર વચનોને શુદ્ધ અંતઃકરણથી વાંચવાં, વિચારવાં અને આત્મસાત્ કરવા યોગ્ય છે. તેના ઉપર જેમ જેમ વિચારણા કરવામાં આવે છે, તેમ તેમ નવાં નવાં સત્યો સાંપડે છે. તેથી મતાહ-દુરાગ્રહથી દૂર રહી, ૧- બધામૃત', ભાગ-૧, પૃ.૩૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org