________________
ગાથા-૧૪૦
૩૩૧
બહાર જવું હોય તો તે દીવાલમાંથી નીકળવાની કોશિશ નહીં કરે. તે જાણે છે કે આ દીવાલ છે, એટલા માટે તે દરવાજાની શોધ કરે છે. પરંતુ જો જીવ દીવાલમાંથી નીકળવાની કોશિશ કરતો હોય અને કહે કે “હું સારી રીતે જાણું છું કે દરવાજો ક્યાં છે અને હું જાણું છું કે આ દીવાલ છે', તો એ જાણ્યું કઈ રીતે કહેવાય? તેનો અર્થ એટલો જ થાય કે બીજાએ તેને કહ્યું છે કે પેલો દરવાજો છે અને આ દીવાલ છે, પરંતુ તે હજી એવું માનતો નથી. બીજાઓએ તેને કહ્યું છે કે આ દીવાલ છે, પરંતુ તેને તે દીવાલ દીવાલ નથી લાગતી પણ દરવાજો લાગે છે અને તેથી તે દીવાલમાંથી નીકળવાની કોશિશ કરે છે. જ્યારે પ્રતીતિમાં સ્વીકાર થાય ત્યારે જ આંતરિક ક્રાંતિ, આમૂલ રૂપાંતરણ ઘટિત થાય છે, તે પહેલાં નહીં.
સાચું જ્ઞાન તો એને જ કહેવાય કે જે જીવમાં આવિર્ભત થયું હોય, નહીં કે માત્ર સાંભળીને અથવા વાંચીને સૂચનાની જેમ એકઠું કરેલું હોય. યથાર્થ જ્ઞાન માટે પોતાનો અનુભવ જોઈએ, અન્યના અનુભવનો સંગ્રહ નહીં. પોતામાંથી જાગેલો બોધ જ કામ લાગે છે. બીજાના અનુભવથી કામ નથી થતું. ઊછીના લીધેલા જ્ઞાનથી કામ નહીં ચાલે. જ્ઞાન ઉધાર નહીં, જીવનું પોતાનું હોવું જોઈએ. જે જીવ અન્યનું જ્ઞાન પોતામાં ભરીને સંતોષાઈ જાય છે તેની ચેતના વિકસિત થતી નથી. શાસ્ત્રોને ગોખીને જે અટકી જાય છે, તે પોતાની ઉપલબ્ધિથી વંચિત રહી જાય છે.
વાસ્તવિક જ્ઞાન તો અંતરમાંથી આવે છે. જીવની ભીતર રહેલી સરવાણીમાંથી એ પ્રગટ થાય છે. વાચાજ્ઞાની તે તરફ તો નજર જ નથી કરતો. તે તો બહારથી બધું ભેગું કરે છે. બહારથી ભેગું કરવાના લોભમાં જે જ્ઞાન અંદર છે તે બહાર નીકળી શકતું નથી. જ્ઞાનીનું જ્ઞાન અંતરમાંથી ઊપજ્યું હોય છે, જ્યારે વાચા જ્ઞાનીએ તો તેનો કેવળ સંગ્રહ કર્યો હોય છે. જ્ઞાનીનું જ્ઞાન કૂવાના પાણી જેવું હોય છે, જ્યારે વાચાજ્ઞાનીનું જ્ઞાન હોજના પાણી જેવું હોય છે.
કૂવો બનાવવો હોય તો ધરતીને ખોદવી પડે છે. માટી, કાંકરા, પથ્થર જે કાંઈ પણ નીકળે એ બધું બહાર ફેંકવું પડે છે. પાણી પેટાળમાં છે જ. ધૂળ, પથ્થર હટતાં જ પાણી કલકલ કરતું બહાર નીકળે છે. ધરતીમાં છેદ થતાં - ધરતીનું પડ તૂટતાં પેટાળમાં રહેલું પાણી પ્રગટ થાય છે. કેટલાક લોકો પાણી માટે કૂવો ખોદે છે, તો કેટલાક લોકો હોજ બનાવે છે. કૂવાથી બરાબર ઊંધી વસ્તુ!
કૂવો જમીનની અંદર ખોદવો પડે છે, જ્યારે હોજ જમીનની ઉપર ચણવો પડે છે. કૂવા માટે જમીન ખોદીને માટી, પથ્થર બહાર ફેંકવા પડે છે; જ્યારે હોજ માટે રેતી, સિમેન્ટ બજારમાંથી ખરીદીને લાવવાં પડે છે. બહારથી લાવેલાં રેતી, સિમેન્ટ વડે ચણતર કરતાં હોજ બને છે. કૂવો ખોદાઈને તૈયાર થાય ત્યારે તેના તળમાંથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org