________________
૩૩)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરિણામ થાય છે. સંયોગોની અનિત્યતા અને અસારતાની વાત કેવળ તેની વાણીમાં પ્રવેશી છે, તેથી તેનું સઘળું પ્રવર્તન સંયોગાધીન હોય છે. જો તે વાત તેના પ્રાણોમાં પ્રવેશી હોય તો તેનું આવું વલણ રહે નહીં. જો તેને સર્વ સંયોગો અસાર અને અનિત્ય ભાસ્યા હોય તો તેનો રાગ ઘટ્યા વિના રહે નહીં. સંયોગોની અસારતા અને અનિત્યતા સમજાય તો મમતા ઓછી થયા વિના રહે નહીં.
વાચાજ્ઞાની કહે છે કે હું તો સકળ જગતને એઠવતું અને સ્વપ્નવત્ માનું છું', પરંતુ આ સાચું નથી. તે ખરેખર એમ માનતો જ નથી કે જગત એઠવત્ છે, સ્વપ્ન સમાન છે. તે એવું બોલે છે, કારણ કે તે એ પ્રમાણે શીખ્યો છે. તેણે એવી વાતો સાંભળી છે - વાંચી છે, એટલે તે એ પ્રમાણે બોલે છે. પરંતુ આ તેનો પોતાનો ભાવ નથી. આ તેનો પોતાનો બોધ નથી. જો આ તેનો પોતાનો જ બોધ હોય તો જગતના પદાર્થોમાંથી સુખ-શાંતિ મેળવવાની તેની ચેષ્ટા વિરામ પામી હોત. જો આ તેનો પોતાનો બોધ હોય તો વિષયસુખ મેળવવા તે ફાંફા ન મારે. વાચાજ્ઞાનીએ તો માત્ર પારકા બોધનો સંગ્રહ કર્યો છે. તેના અંતરમાં તો એમ જ છે કે સંસારના પદાર્થો સુખરૂપ છે.
જ્ઞાન એ સંગ્રહ નથી, જ્ઞાન એ ગુણ છે. જો જીવ યથાર્થપણે જાણતો હોય કે જગતના પદાર્થોમાં સુખ નથી તો તે જગતના પદાર્થો પાછળની પોતાની દોટ અટકાવે. જીવ જાણતો પણ હોય કે જગતના પદાર્થોમાં સુખ મેળવવા નથી અને તે સુખ માટે જગતના પદાર્થો પાછળ દોડતો પણ હોય - આમ બનવું શક્ય નથી. જો તે જાણતો હોય કે તેમાં સુખ નથી તો તેની પાછળ શા માટે દોડે? તે પોતાના જ્ઞાનથી વિપરીત શા માટે જાય? જો જીવ જગતના પદાર્થો પાછળ દોડતો હોય તો તે નથી જાણતો કે જગતના પદાર્થોમાં સુખ નથી.
‘આગમાં હાથ નાખીશ તો તેનાથી પીડા થશે' એમ જો જીવ યથાર્થપણે જાણતો હોય તો તે ક્યારે પણ આગમાં હાથ નાખે નહીં. જો આગ દઝાડે છે એવી ખાલી ઉપલક જાણકારી હોય તો જીવ આગમાં હાથ નાખતાં રોકાશે નહીં. જો આગ દઝાડે છે એમ કોઈ બીજાએ તેને કહ્યું હોય અથવા તો આ વાત તેણે કશે વાંચી હોય, પણ જો તેણે પોતે આગને જાણી ન હોય, આગથી દાઝવાનો કોઈ અનુભવ કર્યો ન હોય તો જ તે આગમાં હાથ નાખશે અને તે પણ કેવળ એક જ વાર. દાઝવાની પીડાનો અનુભવ જીવને ફરી આગમાં હાથ નાખવા દેતો નથી. જીવ આગમાં હાથ નાખે, હાથ બળી જાય, તેનાથી તેને પીડા થાય અને છતાં તે આગમાં ફરી હાથ નાખે એ બનવું જ અસંભવિત છે.
જો જીવ બરાબર જાણતો હોય કે આ દીવાલ છે અને તેને તે ઓરડામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org