________________
૩૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિમિત્તો પ્રત્યે રાગ કરવાને બદલે દ્વેષ કરવામાં આવે તોપણ નુકસાન જ થાય છે. દ્વેષથી જીવને સુખ, શાંતિ, વીતરાગતાની ઉત્પત્તિ થવાને બદલે વ્યાકુળતા, ક્લેશાદિની જ ઉત્પત્તિ થાય છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિની ધૃણા કરવાથી યથાર્થ વૈરાગ્ય જાગવાને બદલે વૈરાગ્યનો દંભ જ થાય છે.
કેટલાક લોકો કહે છે કે મારી પત્ની કજિયા કરે છે', 'કુટુંબીજનો મને હેરાન કરે છે' ઇત્યાદિ; અને એ રીતે તેઓ પ્રત્યે દ્વેષ પ્રગટાવી તેઓ નિવૃત્તિમાં જઈને બેસે છે અને વૈરાગ્યના મિથ્યા અહંકારમાં રાચે છે. દ્રાક્ષને ખાટી કહીને તેનો ત્યાગ તો કરે છે, પણ જ્યાં જાય ત્યાં દ્રાક્ષનું સ્મરણ જ કર્યા કરે છે. તેઓ પોતાને ધર્મી - વૈરાગી ગણાવે છે, પણ અંદર તો સંસારનું વરવું સ્વરૂપ જ હોય છે. વૈરાગ્યની સાધના માટે દ્વેષનો આશરો લેનારા ઓરડીમાંથી મુક્ત થવા લોખંડની સાંકળમાં જકડાવા જેવું કાર્ય કરે છે.
વૈરાગ્યરૂપી લજામણીનો છોડ ૯ષના આછેરા સ્પર્શથી પણ ઢળી જ પડે છે, તેથી જ જ્ઞાનીઓ ચેતવે છે કે વૈરાગ્યના નામે સંસાર પ્રત્યે દ્વેષ ન કરવો જોઈએ. જ્યારે જગતને એઠવ કહેવામાં આવે છે ત્યારે તેનો આશય જગત પ્રત્યે દ્વેષ કે જુગુપ્સા ઉત્પન્ન કરાવવાનો નથી. તેનો ઉદ્દેશ તો જગત પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન કરાવી નિજ ભગવાન આત્મામાં અનુરક્તિ જગાડવાનો છે. (૨) “અથવા સ્વપ્ન સમાન'
જગતના પૌગલિક પદાર્થો જ્ઞાનીને અરમણીય અને અસ્થિર ભાસે છે. પૌગલિક પદાર્થોની અરમણીયતા બતાવવા શ્રીમદે આપેલી એઠની ઉપમા તે તત્ત્વની દૃષ્ટિએ તથા વ્યવહારદષ્ટિએ કેટલી યથાર્થ છે તે જોયું. તેવી જ રીતે જગતના પદાર્થો અને પ્રસંગોની અસ્થિરતા બતાવવા માટે શ્રીમદે સ્વપ્નની ઉપમા આપી છે. તે ઉપમા પણ કેટલી સચોટ છે તે વિચાર કરતાં અવશ્ય જણાશે.
સમસ્ત જગતમાં સારભૂત એવું આત્મતત્ત્વ જેમણે અનુભવ્યું છે તેવા જ્ઞાનીપુરુષને જગતના સમસ્ત પદાર્થો સ્વપ્ન સમાન લાગે છે. ઊંઘમાંથી જાગી જનારને, “સ્વપ્નની સૃષ્ટિ એ માત્ર માનસિક બમણા હતી' એ જ્ઞાન થતાં સ્વપ્નના બનાવોનું કોઈ મહત્ત્વ રહેતું નથી; તેમ આત્માના જ્ઞાનાનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવસિદ્ધ પ્રતીતિ થતાં ભ્રમણા ભાંગે છે અને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિસાર અને અસ્થિર ભાસે છે.
જેમ સ્વપ્નમાં રમાતી રમતમાં હાર-જીત મળે, સ્વપ્નમાં કરાતા સંઘર્ષમાં સફળતાનિષ્ફળતા મળે, તેને જાગૃત જીવનમાં કોઈ અગત્યતા આપવામાં આવતી નથી; તેમ સંસાર પણ એક મોટું સ્વપ્ન જ છે, કારણ કે તે કેન્દ્રનો હિસ્સો નથી, પરિવર્તનશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org