________________
ગાથા-૧૪૦
૩૨૧ સંસાર પ્રત્યે કંઈ દ્વેષ નથી પણ પરમ ઉદાસીનતા છે. સંસારપ્રત્યયી રાગનો અભાવ થવો તે યથાર્થ વૈરાગ્ય છે.
મહાપુરુષોનો બોધ એ જ છે કે વૈરાગ્ય એટલે રાગનું ખરી પડવું. જગતના પદાર્થો પ્રત્યે દ્વેષ થવો તે વૈરાગ્ય નથી. કોઈ મિત્ર પ્રત્યે એક વ્યક્તિને ખૂબ રાગ હોય, પછી તેના દોષોની જાણ થતાં તે વ્યક્તિને તેના ઉપર કેષ થાય; પણ આ તો ખોટું છે. જેમ રાગ કરવો ખરાબ છે, તેમ દ્વેષ કરવો પણ ખરાબ જ છે. બન્ને સંસારમાં રખડાવનાર છે. તે જ પ્રમાણે પહેલાં શરીરાદિ સંયોગોને ભલા માની જીવ તેના ઉપર રાગ કરતો હતો, પછી તેની અસારતા, અશુચિતા આદિ દોષોને જાણવાથી તેના પ્રત્યે દ્વેષ કરતો થઈ જાય તો તે સાચો વૈરાગ્ય નથી. પોતાનો અને શરીરાદિ સંયોગોનો સ્વભાવ જેવો છે તેવો યથાર્થપણે જાણીને, ભમ મિટાવીને શરીરાદિ સંયોગો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા એ સાચો વૈરાગ્ય છે. સંયોગોને ભલા જાણી રાગ ન કરવો તથા બૂરા જાણી લેષ ન કરવો એ સાચો વૈરાગ્ય છે. ગમાનું જવું અને અણગમાનું આવવું એ વૈરાગ્ય નથી. સ્વરૂપની સમજણથી બન્નેનો અભાવ થવો તે વૈરાગ્ય છે.
જીવને ધનમાં મોહ હોય, સ્ત્રી આદિમાં મમત્વ હોય; તે છોડીને તે ધનાદિ ઉપર દ્વેષ કરવા લાગે તો તેનો ધનાદિ સાથેનો સંબંધ મટી નથી જતો. કોઈને પ્રેમ કરવામાં આવે તો એની યાદ આવે છે, કોઈ માટે ધૃણા કરવામાં આવે તો પણ તેની યાદ પીછો નથી છોડતી. મિત્રને શત્રુ બનાવી દેવામાં આવે તો તેની સાથે સંબંધ મટી નથી જતો. શત્રુ તો તે છે કે જેની સાથે મિત્રતાનો સંબંધ નથી રહ્યો. દિશા બદલાઈ જતાં મિત્રતા શત્રુતામાં પરિણમે છે. સ્ત્રી-પુત્રાદિ પ્રત્યેના રાગનો અભાવ થવો તે વૈરાગ્ય છે; પણ રાગનો અભાવ થવાને બદલે તે દ્વેષમાં પલટાઈ જાય તો તે વૈરાગ્ય નથી. તેમ કરવામાં સંસારની પકડ તો ચાલુ જ રહે છે. પૂર્વે રાગરૂપે હતી તે હવે દ્વેષરૂપે થઈ, પણ સંસાર કંઈ છૂટ્યો નથી. જ્યાં રાગ હતો ત્યાં રાગના સ્થાને દ્વેષ કરવામાં આવે છે, મિત્રતાની જગ્યાએ શત્રુતા કરવામાં આવે છે. બાહ્ય દૃષ્ટિએ ભલે જુદું થયું હોય એવું લાગે, પણ મૂળમાંથી કશું બદલાયું નથી. પહેલાં પગ ઉપર ઊભો હતો, હવે શીર્ષાસન કરી માથા ઉપર ઊભો રહે છે, પણ ઊભો તો રહે જ છે. ઊભા રહેવાનું મટતું નથી. સંસાર પ્રત્યેનો રાગ તો અહિતકારી છે જ, પરંતુ સંસાર પ્રત્યેનો ષ પણ આત્મોપકારી નથી જ.
- યથાર્થ ફળની પ્રાપ્તિ માટે વૈરાગ્યની સાચી સમજ હોવી આવશ્યક છે. જો વૈરાગ્યનું સ્વરૂપ સમ્યપણે સમજાયું ન હોય તો માર્ગભ્રષ્ટ થતાં વાર નથી લાગતી. જ્ઞાની ભગવંતોના બોધનો સમ્યક આશય ગ્રહણ કરવામાં ન આવે અને યથાર્થ વૈરાગ્યને બદલે મિથ્યા વિરક્તિનું ‘શૂરાતન' પ્રગટે તો ભૂલોની પરંપરા સર્જાય છે. સંસારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org