________________
ગાથા-૧૩૯
૨૯૩ અજાણ જ છે. તે બહારની વસ્તુઓ વિષે જાણવામાં પોતાની જાતને ભૂલી જાય છે. વધુ ને વધુ જાણકારી ભેગી કરવામાં જાણનાર ભુલાઈ જાય છે. શાસ્ત્રાદિની જાણકારી ભેગી કરવામાં તે એટલો બધો મગ્ન થઈ જાય છે કે તેને સ્વયંને જાણવાનો વિચાર સુધ્ધાં આવતો નથી.
બહિર્દષ્ટિ જીવને શાસ્ત્રની જાણકારીથી મોટો ભ્રમ પેદા થાય છે કે ‘હું જાણકાર છું.' તેને એમ લાગે છે કે “જે જાણી શકાય તેવું છે, તે બધું મને ખબર છે. આત્મા શું છે, પરમાત્મા શું છે તેની મને ખબર છે.' પરંતુ વાસ્તવમાં આત્માનો સ્વાદ કેવો છે તેની તેને ખબર નથી, સ્વરૂપની કોઈ ઝલક તેને મળી નથી; છતાં તે તો એવી ભાંતિમાં જ રાચે છે કે હું બધું જાણું છું.' એના જીવનમાં કોઈ કિરણ પ્રકાણ્યું નથી, ચારે તરફ અંધારું છવાયેલું છે અને છતાં તે માને છે કે હું આત્માને જાણું છું.' આવો જીવ શબ્દજ્ઞાની - શુષ્કજ્ઞાની છે.
શુષ્કજ્ઞાનીને કદી પણ પોતાનું અસ્તિત્વ ભાસ્યું નથી. તેણે ક્યારે પણ પોતાનો સાક્ષાત્કાર કર્યો નથી. તેની પાસે આત્મા વિષે કેવળ બૌદ્ધિક માહિતી છે, છતાં આત્માનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરવાને બદલે તે એમ માનવા લાગે છે કે “હું આત્માને જાણું છું.' જ્યાં સુધી તે આવી મિથ્યા માન્યતામાં રાચે છે, ત્યાં સુધી કદી તેનું રૂપાંતરણ નથી થઈ શકતું. આ જૂઠા વિશ્વાસ ઉપર ઊભેલું તેનું સમૂળગું જીવન જૂઠું થઈ જાય છે. પોતાનો પ્રત્યક્ષ પરિચય પામ્યા વિના તે એવા ભ્રમમાં જીવે છે કે હું આત્માને જાણું છું.'
પરિચય બે પ્રકારના હોય, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષ પરિચય એટલે તેની જાણકારી અને પ્રત્યક્ષ પરિચય એટલે તેનો અનુભવ, તેની સાથેનું મિલન. સાવ અપરિચિત વ્યક્તિને મળવું હોય તો સૌ પ્રથમ તેનો પરોક્ષ પરિચય મેળવવામાં આવે છે કે તે કોણ છે', ‘ક્યાં રહે છે' વગેરે. તેનું સરનામું મળ્યા પછી તે સ્થળે પહોંચતાં તે વ્યક્તિનો પ્રત્યક્ષ પરિચય થઈ શકે છે. પરોક્ષ પરિચય (સરનામાની પ્રાપ્તિ) એ પ્રત્યક્ષ પરિચય(મિલન)ની પહેલાં અવશ્ય ઘટે છે, પરંતુ જો માત્ર પરોક્ષ પરિચય મેળવી ‘એ વ્યક્તિને તો હું બરાબર જાણું છું' એમ માની લેવામાં આવે તો એ નર્યો ભમ છે. સરનામા વિના તેનો મેળાપ થાય નહીં, તેથી સરનામાની પ્રાપ્તિ એ પરિચયનું અગત્યનું અંગ છે; પરંતુ જો સરનામું મળ્યા પછી પ્રત્યક્ષ પરિચય માટે મહેનત ન થાય, સંતોષાઈ જવાય તો એ ખોટું છે.
એ રીતે શાસ્ત્રના બોધ દ્વારા જીવને પોતાના અસ્તિત્વનો પરોક્ષ પરિચય થાય તો આત્માનો પ્રત્યક્ષ પરિચય મેળવવા માટે તેની શક્તિ યોગ્ય દિશામાં વપરાઈ શકે છે. અનાદિ કાળથી આજ સુધી જીવ પરિઘ ઉપર અંતહીન ચક્કર લગાવતો રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org