________________
૨૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પ્રાપ્ત થઈ છે એ જ સાચા જ્ઞાની છે, બાકી જેણે મોહ ત્યજ્યો નથી અને પોતાનામાં જ્ઞાનદશા માની લીધી છે તેને ભાત જ કહેવાય. આવો જીવ અજ્ઞાની અને મોહાંધ સમજવો એવો આ ગાથાનો ભાવ છે.
- જ્ઞાની શ્વાસોચ્છવાસમાં જેટલી કર્મનિર્જરા કરે છે, તેટલી નિર્જરા અજ્ઞાની વિશેષાર્થ
ધાપાથી પૂર્વક્રોડ વર્ષોમાં પણ માંડ કરી શકે. ૧ જ્ઞાનનો આવો અચિંત્ય મહિમા શાસ્ત્રોએ ગાયો છે. પ્રશ્ન થાય કે જેનું આટલું બધું મહત્ત્વ જ્ઞાનીઓ આંકે છે એ જ્ઞાન શું છે? માત્ર પુસ્તકો વાંચી જવા, ઘણા આગમો કંઠસ્થ હોવાં, એમાં વર્ણવેલા પદાર્થોના ભાંગા અને ભેદ-પ્રભેદ આંગળીના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, વિપુલ સાહિત્યનું નિર્માણ કરવું - એ બધું શું જ્ઞાની થવા માટે પૂરતું છે કે જ્ઞાની થવા માટે બીજી કોઈ શરતો છે?
જેનાથી દેહાધ્યાસ ટળે - દેહમાં આત્મબુદ્ધિ એટલે કે હું બુદ્ધિ ટળે, કર્મકૃત ભાવોમાં ‘હું બુદ્ધિ ન થાય, સ્વરૂપનું અનુસંધાન થાય તેનું નામ સાચું જ્ઞાન. જ્યારે જીવનું એકત્વ ભગવાન આત્મામાં સ્થાપિત થાય છે, જ્યારે તેનો ઉપયોગ પરથી હટી નિજસ્વરૂપમાં જોડાય છે; ત્યારે આત્મજ્ઞાન ઘટિત થાય છે. સ્વયંનો અનુભવાત્મક બોધ થવો તે આત્મજ્ઞાન છે. જેમને પોતાનું અસ્તિત્વ ભાસ્યું છે, પોતાનો બોધ થયો છે, પોતાનું જ્ઞાન થયું છે એવા સ્વાનુભવીને જ્ઞાની કહેવા યોગ્ય છે.
જાણવાની ક્રિયામાં બે તત્ત્વ હોય છે - એક જે જાણે છે તે, અર્થાત્ જાણનાર અને બીજી જણાવા યોગ્ય વસ્તુ, અર્થાત્ વિષય. વિજ્ઞાનનો સંબંધ વિષય સાથે છે, જેને જીવ જાણવા માંગે છે તે વસ્તુ સાથે - પરશેય સાથે છે; પણ ધર્મનો સંબંધ તો જાણનાર સાથે છે. જે જાણી રહ્યો છે તે જાણનારને જાણવામાં ધર્મ છે. જ્ઞાતાને જાણવો એ ધર્મ છે. ધર્મ સ્વજોયને - પોતાને જાણવામાં છે.
જે જાણી રહ્યો છે તે જ એક જાણવા યોગ્ય છે, પરંતુ જીવ અન્ય વસ્તુઓને જાણે છે, પણ જ્ઞાતાના સંબંધમાં તેણે કાંઈ જાણ્યું નથી. તે ચંદ્ર-તારા-સૂરજ વિષે, સંસારની કળાઓ વિષે, ધર્મનાં શાસ્ત્રો વિષે કેટલું બધું જાણે છે; પણ સ્વયંના સંબંધમાં કંઈ જાણતો નથી. તે ઘણું બધું જાણે છે, પણ પોતા વિષે તો તે સાવ ૧- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી બૃહત્ કલ્પ સૂત્ર, ઉદ્દેશ ૧, ગાથા ૧૧૭૦
નં ત્રાળ , રવેડું વસુયખું તારી છોડીટિં |
तं नाणी तिहिँ गुत्तो, खवेइ ऊसासमेत्तेण ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, અધ્યાત્મોપનિષદ્', જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૧૫
'चिन्मात्रलक्षणेनान्य-व्यतिरिक्तत्वमात्मनः । प्रतीयते यदश्रान्तं, तदेव ज्ञानमुत्तमम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org