________________
ગાથા - ૧૩૯
- ગાથા ૧૩૮માં શ્રીમદે કહ્યું કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ ભૂમિકા
5] અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુ આત્મામાં સદા જાગૃત હોય છે.
આમ, સાત બોલ દ્વારા મુમુક્ષુનાં ઉત્તમ લક્ષણો બતાવી, સાધનદશા કેવી હોય તેનું શ્રીમદે દર્શન કરાવ્યું. હવે ગાથા ૧૩૯ તથા ૧૪૦માં જ્ઞાની ધર્માત્માનાં ઉત્તમ લક્ષણો બતાવી, જ્ઞાનદશા કેવી હોય તેનું સ્પષ્ટ દર્શન કરાવી, જ્ઞાનીપણા વિના પોતાને જ્ઞાની માનનારની ભાંતિ તેઓ દૂર કરે છે. આ બન્ને ગાથાઓનું રહસ્ય લક્ષમાં આવતાં સાચા જ્ઞાની અને વાચા જ્ઞાની વચ્ચેનો ભેદ અત્યંત સ્પષ્ટપણે સમજાય છે. પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ કહે છે –
“મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; ગાથા |
તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.” (૧૩૯) મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ * હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. (૧૩૯) - દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ દર્શનમોહનો અને રાગાદિમાં વર્તવારૂપ ભાવાર્થ
] ચારિત્રમોહનો ક્ષય કરી, પૂર્ણ વીતરાગદશા જેમણે પ્રાપ્ત કરી છે અથવા બન્ને પ્રકારના મોહને જેમણે વિશેષ પ્રમાણમાં ક્ષીણ કર્યો છે તેમને જ્ઞાની કહેવા યોગ્ય છે. સ્વરૂપની ભાંતિરૂપ દર્શનમોહ જેમનો વ્યતીત થયો છે અને રાગાદિ ભાવો જેમના અત્યંત ક્ષીણ અથવા ક્ષય થયા છે એવી ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધીની દશા તે જ્ઞાનીદશા છે, કારણ કે તેમાં ક્રમે ક્રમે વીતરાગતાની વૃદ્ધિ થતાં પૂર્ણ વીતરાગતાનું પ્રાગટ્ય થાય છે.
આમ, જેમનો મોહ નિર્મૂળ થયો છે અથવા તો અત્યંત શાંત થયો છે અને આત્માનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, તેમાં જ સ્થિર રહેવા પામ્યો છે તે જ્ઞાનીદશા છે. તે સિવાય જેણે અનેક શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય, પણ હજી જેનો મોહ ક્ષય કે શાંત ન પડ્યો હોય, નિશદિન ઉપયોગ આત્મામાં જ રહેવા પામ્યો ન હોય અને જેણે પોતામાં જ્ઞાનીપણું માની લીધું હોય તે બ્રાંતદશા છે. મોહ ક્ષય કે પ્રશાંત થયા વિના કદાપિ જ્ઞાનીદશા કહેવાય નહીં. શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિદશા જેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org