________________
ગાથા-૧૩૮
૨૭૫ પોતામાં શોધવાને બદલે ક્રોધનું જો માત્ર દમન થાય તો તે યથાર્થ ક્ષમા નથી. જે ક્ષણિક ઘટના હતી તે અવચેતન મનમાં ઊતરતાં અભિપ્રાયમાં સ્થાયી થઈ જાય છે. ક્રોધને દબાવવામાં આવે તો દરેક સમયે ક્રોધિત રહેવાય છે. જો સમ્યક્ બોધ દ્વારા ક્રોધનું શમન ન કરવામાં આવે અને માત્ર ઉપર ઉપરથી દમન કરી ક્ષમા રાખવામાં આવે તો એ યથાર્થ ક્ષમા નથી. આક્રોશ ઉત્પન્ન કરે એવાં બાહ્ય નિમિત્તોનો સંયોગ થવા છતાં સમ્યક બોધના કારણે ઉત્તેજિત ન થવું તે જ યથાર્થ ક્ષમા છે. ક્ષમા એ ધર્મનું ઉત્તમ અંગ છે અને વીર પુરુષોનું ભૂષણ છે. શ્રીમદ્ લખે છે –
ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે."
ક્ષમાનો આવો ઉત્તમ મહિમા જાણતો હોવાથી મુમુક્ષુ જીવ, કોઈ તેને અગવડ આપે ત્યારે એને દુઃખ આપનાર ન ગણતાં એના પ્રત્યે ક્ષમાભાવથી જુએ છે. તેને યથાર્થ તત્ત્વનિર્ણય થયો હોવાથી ખ્યાલ રહે છે કે ‘પર મારું કાંઈ બગાડી શકતું નથી, માત્ર હું જ મારું બગાડી શકું છું. પર મારું કાંઈ પણ કરી શકે એવી કોઈ વ્યવસ્થા આ વિશ્વમાં છે જ નહીં. બીજો કોઈ મને ગાળ આપી શકે, પણ મને દુઃખી કરવાની સત્તા તેનામાં નથી. જો તેની ગાળની પ્રતિક્રિયારૂપે હું મારામાં ક્રોધ ઉત્પન્ન થવા દઉં તો એ મારી અજાગૃતિ છે, મારી ભૂલ છે.'
મુમુક્ષુ જીવ એવી દૃષ્ટિ કેળવે છે કે આ જે અગવડ આવી તે મારા જ કર્મના ઉદયથી આવી છે. સામેની વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. મારા કર્મનો ઉદય છે અને સામો માણસ નિમિત્ત માત્ર છે. તેનો કોઈ દોષ નથી.' મુમુક્ષુ જીવ સામેવાળાને નિર્દોષ જ જુએ છે. તે તેને ગુનેગાર માનતો નથી, તેની ભૂલ જોતો નથી. તેને સામેવાળા પ્રત્યે વેરભાવ નહીં પણ સહિષ્ણુતા જાગે છે. મુમુક્ષુ તેને કઠોરતાથી નથી જોતો, પણ તેના પ્રત્યે સૌમ્ય બને છે. તેના પ્રત્યે સમજણભર્યો ઉદાર અભિગમ અપનાવે છે. તેને ત્વરાથી માફ કરી દે છે. પોતાને અગવડ કરનાર પ્રત્યે પણ પ્રેમપૂર્ણ, ક્ષમાશીલ બને છે. તેનું અંતર ક્ષમા, વાત્સલ્યનાં પરિણામોથી ભીંજાયેલું હોય છે.
ક્રોધાદિ વિકાર પ્રત્યે મુમુક્ષુ સદા જાગૃત રહી ક્ષમા ગુણને ધારણ કરે છે. તે સાચી સમજણના આધારે ક્રોધના ઉદયને શમાવે છે. તે દૃષ્ટિ પર તરફથી ખસેડી સ્વ તરફ વાળે છે. બીજાએ કરેલા અપરાધને શાંત ભાવે ખમી લે એવો તે પૃથ્વી સમો ક્ષમાશીલ હોય છે, અર્થાત્ પૃથ્વીને ગમે તે કરવામાં આવે તો પણ તે સર્વ સહી લે એવી ક્ષમાશીલ છે, તેમ મુમુક્ષુ પણ ક્ષમાશીલ હોય છે.
લોકોત્તર ક્ષમાનું સ્વરૂપ ન સમજાતાં આ જીવે અનંત વાર લૌકિક ભાવે ક્ષમા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૪ (આંક-૮, ૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org