________________
ગાથા-૧૩૮
૨૬૫ જિજ્ઞાસુનાં લક્ષણો બતાવ્યાં હતાં. ૧ શ્રીમદે જે વાત આત્માર્થીનાં તથા જિજ્ઞાસુનાં લક્ષણોમાં બતાવી, તે જ વાત દઢ થવા અર્થે પુનઃ બીજા શબ્દોમાં મુમુક્ષુનાં લક્ષણો તરીકે ઉપસંહારની પ્રસ્તુત ગાથામાં કરી છે. મુમુક્ષુના ચિદાકાશમાં સપ્તર્ષિ તારામંડળની જેમ સદા ચમકતાં એવાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય - એ સાત લક્ષણોની હવે ક્રમથી વિચારણા કરીએ – (૧) “દયા”
દયા એટલે જીવ દુઃખથી છૂટે એવી લાગણી. સંસારના પરિભ્રમણથી પોતાને છોડાવવાની ભાવના તે સ્વદયા અને બીજા જીવ દુઃખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા.
પોતાના આત્માને પરિભ્રમણથી મુક્ત કરાવવાનો, વિભાવથી બચાવવાનો વિચાર એ સ્વદયા છે. જ્યારે જીવના લક્ષમાં આવે છે કે પોતે દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિસ્વરૂપ, અનંત જ્ઞાન અને અખંડ આનંદથી ભરપૂર શુદ્ધ ચિતૂપ આત્મા છે; તે છતાં અનાદિ કાળથી સ્વસ્વરૂપના અજ્ઞાન અને અજાગૃતિના કારણે પરમાં ઉપયોગને જોડી, રાગાદિ ભાવો વડે તે દુઃખી થયો છે; ત્યારે તેને વિચાર આવે છે કે સ્વાત્માને દુ:ખનાં કારણોથી કઈ રીતે બચાવવો? આવા વિચારથી સ્વદયાનું પ્રગટવું થાય છે.
મુમુક્ષુ જીવ વિચારે છે કે ‘આ આત્માએ અનાદિ કાળથી પોતાના સ્વરૂપને યથાર્થ જાણ્યું ન હોવાથી, રાગ-દ્વેષાદિ ભાવોને વશ થઈને ચારે ગતિમાં અનંત વાર જન્મ-મરણ કરી, તેણે અનંત પ્રકારનાં દુઃખો સહન કર્યા છે, અનેક પ્રકારની પીડાઓ અને વેદનાઓ સહી છે. હે જીવ! હવે બહુ થયું!' એમ તે પોતે પોતાના આત્માની દયા ખાય છે. ‘આ જન્મ-મરણ કઈ રીતે ટળે? દુ:ખની નિવૃત્તિ કઈ રીતે થાય?' એવી તેને વિચારણા જાગે છે. તેને પરિભ્રમણનો ભય લાગ્યો હોય છે, તેથી તે હંમેશાં જાગૃત રહે છે. જેને પરિભ્રમણનો ભય ન હોય તે જાગૃત રહી શકે નહીં. મુમુક્ષુ જીવ હંમેશાં જાગૃતિ સહિત જીવે છે. તેને અંતરમાં સ્વદયા વર્તતી હોવાથી તે આત્મગુણના રક્ષણ અર્થે સદા જાગૃત જ રહે છે. આત્મા પીડાય તેવાં પરિણામો અને કાર્યો ન થાય તે માટે તે જાગૃતિ રાખે છે.
હિંસાદિ પરિણામ તથા કાર્યો આત્માને મલિન કરી પીડા આપનારાં હોવાથી ૧- “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્માર્થ નિવાસ.' ('શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૩૮) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org