________________
ગાથા-૧૩૬
૨૧૭ જોઈશે અને આઇસક્રીમ બનાવવા માટે બરફની જ જરૂર પડશે.
વસ્તુના નિશ્ચિત સ્વરૂપની જેમ વસ્તુનું વ્યવહારુ સ્વરૂપ પણ છે. શાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ બને નયથી બતાવવામાં આવ્યું છે. જો કોઈ જીવ એક નયને એકાંતે વળગી પડે તો તેને મિથ્યાત્વનો દોષ લાગે છે.
શુદ્ધ નિશ્ચયનય વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે, જ્યારે વ્યવહારનય વસ્તુનું વ્યવહારુ સ્વરૂપ જુએ છે. નિશ્ચયદષ્ટિ એ વસ્તુનું વાસ્તવ સ્વરૂપદર્શન છે, જ્યારે વ્યવહારદષ્ટિ એ વસ્તુનું પરદ્રવ્યના સંયોગની અપેક્ષાએ કરેલું દર્શન છે. જેમ કે નિશ્ચયદૃષ્ટિથી આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અસંગ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે; તો વ્યવહારદૃષ્ટિથી સંસારી આત્મા અશુદ્ધ, અબુદ્ધ, કર્મથી બદ્ધ, શરીરાદિથી યુક્ત છે. નિશ્ચયનય વસ્તુના યથાર્થ સ્વરૂપનું દર્શન કરતું હોવાથી અભેદભર્શન છે. જેમ કે કમરહિત દૃષ્ટિએ જીવમાત્ર સમાન છે. વ્યવહારનય પરદ્રવ્યના સંયોગ સહિતનું દર્શન કરતું હોવાથી ભેદદન છે. જેમ કે કર્મયુક્ત અવસ્થાની દૃષ્ટિએ સર્વ જીવ અસમાન છે. બન્ને દૃષ્ટિ સાચી પણ છે અને ખોટી પણ છે. પોતપોતાના સ્થાને અને પોતપોતાની અપેક્ષાએ તે સાચી છે, પણ અન્યના સ્થાને કે અન્યની અપેક્ષાએ નહીં. નિશ્ચયદૃષ્ટિથી વ્યાવહારિક સ્વરૂપ મિથ્યા છે. વ્યવહારદષ્ટિથી નિશ્ચયસ્વરૂપ મિથ્યા છે. નિશ્ચયની દષ્ટિએ વ્યવહાર અસત્ય છે, તો વ્યવહારની દૃષ્ટિએ નિશ્ચય પણ એટલો જ અસત્ય છે. નિશ્ચયનયની દષ્ટિએ જીવની અસમાનતાનો વિચાર સત્ય નથી અને વ્યવહારદષ્ટિએ જીવની સમાનતાનો વિચાર સત્ય નથી. સ્યાદ્વાર દર્શન તો બન્ને વિચારનું સમન્વયસાધક દર્શન છે. બન્ને વિચારધારાને જિનશાસ્ત્રોમાં રજૂ કરીને એનો સમન્વય કરવામાં આવેલો છે. સ્યાદ્વાદને બને નય માન્ય છે. તે બન્નેનું મૂલ્ય જાણે છે. તે જેમ વસ્તુના નિશ્ચિત સ્વરૂપને સાચું માને છે, તેમ વસ્તુના વ્યવહારુ સ્વરૂપને પણ તે એટલું જ સાચું માને છે.
- જો ગુરુ અને શિષ્યની દશામાં અંતર જોવામાં આવે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ભેદ સ્વીકારવામાં આવે, ડૉક્ટર અને દર્દી વચ્ચેનો તફાવત સ્વીકારવામાં આવે, પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદ પાડવામાં આવે, માતા અને પત્ની તરફના વ્યવહારમાં ભેદ રાખવામાં આવે તો ત્યાં વ્યવહારનયનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો નિશ્ચયને સર્વથા સત્ય સ્વરૂપ કહેવામાં આવે અને વ્યવહારને સર્વથા અસત્ય કહેવામાં આવે તો ભયાનક અવ્યવસ્થા ઊભી થાય. જો બધા જીવ સમાન જ છે એ નિશ્ચયદષ્ટિનું સત્ય જ માત્ર સત્ય હોય, પુરુષ-સ્ત્રીનો ભેદ જો અસત્ય જ હોય તો બહ્મચર્યની નવ વાડનું કથન જ્ઞાનીઓએ શા માટે કર્યું? ગુરુ-શિષ્યનો ભેદ જો અસત્ય હોય તો વિનય, ભક્તિ આદિને સાધનામાં શા માટે મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે? જો બધું જ પુદ્ગલ હોય તો લીમડો કડવો શા માટે લાગે છે અને સાકર મીઠી શા માટે લાગે છે? બીમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org