________________
૨૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ગુણો બનાવી શકતું નથી અને આત્મા પોતાના ગુણોને જડના ગુણો બનાવી શકતો નથી. જડ પુદ્ગલોમાં સ્પર્શ-રસ-ગંધ-રૂપ આદિ ગુણો છે, જ્યારે જીવમાં જ્ઞાન-દર્શનચારિત્ર આદિ ગુણો છે. જડ પુદ્ગલો પોતાનામાં રહેલાં સ્પર્શ, રસ, ગંધ, રૂપને આત્માના ગુણો કરી શકતું નથી અને આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોને જડના ગુણો બનાવી શકતો નથી. આત્મા સાથે કર્મ કે અન્ય પુદ્ગલનો સંયોગ થતાં જડ અને ચેતનનું કોઈ નવા જ દ્રવ્યમાં રૂપાંતર થઈ જતું નથી. ન આત્મપ્રદેશો તેના જ્ઞાન-આનંદાદિ ગુણો ખોઈ બેસે છે કે ન પુદ્ગલપરમાણુઓ સ્પર્શરસ-ગંધ-રૂપથી વિહીન બની જાય છે. જડ અને ચેતન બન્ને દ્રવ્ય પરસ્પર પોતાનાં ગુણ-પર્યાયની અદલાબદલી કરતાં નથી, તે છતાં એકબીજાના સહાયક જરૂર થઈ શકે છે. વ્યવહારની ભૂમિકાએ ‘એ બન્નેના સંયોગનું કંઈ પરિણામ નથી' એમ માનવું એ મોટી ભૂલ છે, ભ્રાંતિ છે. રોજિંદા જીવનમાં એવાં અસંખ્ય દષ્ટાંતો જોવા મળે છે કે જ્યાં બે દ્રવ્યના સંયોગનું પરિણામ સ્વીકારીને વ્યવહાર કરાય છે. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થશે.
પાણીમાં સાકર નાખતાં તે થોડી વારમાં ઓગળી જાય છે. તે પછી સાકરનું જુદું અસ્તિત્વ વર્તાતું નથી, પણ પાણી ગળ્યું લાગે છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે સાકર પાણીમાં ઓગળીને અદૃશ્ય થઈ જાય છે અને પાણી ગળ્યું થાય છે, ત્યારે પણ સાકરના અણુઓ અને પાણીના અણુઓ તો જેવા છે તેવા જ રહે છે, ભિન્ન જ રહે છે; અર્થાત્ એ બન્નેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તેનું કોઈ નવા સંયોગી દ્રવ્ય(સંયોજન compound)માં રૂપાંતરણ થતું નથી. નિશ્ચયનયની પરિભાષામાં આ વાત કરવામાં આવે તો એમ કહેવાય કે પાણી અને સાકર બન્ને સ્વતંત્ર પદાર્થ છે. બન્ને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. પાણી ઉપર સાકરની કોઈ અસર થતી નથી કે ન સાકર ઉપર પાણીની કોઈ અસર થાય છે. પાણીમાં સાકર નાખો કે મીઠું નાખો, પાણી તો એ બન્નેથી અસ્પૃષ્ટ જ રહે છે.
પાણીમાં સાકર ભળે કે મીઠું ભળે, રાસાયણિક દૃષ્ટિએ પાણી તો એ બન્નેથી અસ્પૃષ્ટ જ રહે છે. આ વાત સાચી હોવા છતાં રોજિંદા વ્યવહારમાં દરિયાનું પાણી સહજ ભાવે કોણ પીશે? એ જ રીતે ઠંડું પાણી, ઊકળતું પાણી, વરાળ અને બરફ એ ભેદોનો પણ વ્યવહારમાં સ્વીકાર થાય છે, પણ રસાયણશાસ્ત્રીની દૃષ્ટિએ એ ચારમાં કશો ફરક નથી. રસાયણશાસ્ત્રીને મન એ ચારે H2O - પાણી છે. દરેકે દરેકના અણુમાં હાઈડ્રોજનનાં બે પરમાણુ અને ઑક્સિજનનું એક પરમાણુ છે, તેથી તાત્ત્વિક દૃષ્ટિએ એ બધાં ‘પાણી’ જ છે. તે છતાં વ્યવહારમાં પાણી, વરાળ અને બરફનો ભેદ લક્ષમાં રાખી, તેના ઉપયોગમાં વિવેક વાપરવો પડે છે. રેલ્વેએંજિન દોડાવવા માટે વરાળ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org