________________
૨૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે કે સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે છે તે સિદ્ધદશા પામે છે.
પ્રસ્તુત ગાથામાં “જિનદશા"નો અર્થ માત્ર જિનેશ્વરની દશા' એટલો જ થતો નથી, પરંતુ સર્વ સત્પરુષોની જિતેન્દ્રિયદશા અથવા વીતરાગદશા એવો અર્થ થાય છે. પૂર્ણ વીતરાગદશા તેરમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાનકે જ્યાં આત્માનો અનુભવ થાય છે ત્યાં વીતરાગદશા શરૂ થાય છે. શ્રી યશોવિજયજી મહારાજે સમ્યગ્દષ્ટિ જીવને “અંશે હોય ઇહાં અવિનાશી' કહીને સંબોધ્યા છે. પૂર્ણ વીતરાગ પરમાત્મા નિત્ય નિર્વિકલ્પ દશામાં હોય છે. શ્રી સદ્ગુરુ વારંવાર નિર્વિકલ્પ દશામાં પ્રવૃત્ત થવાનું સામર્થ્ય ધરાવે છે. તેઓ વારંવાર સ્વરૂપમાં ડૂબકી લગાવી શકે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નાશ પામ્યાં હોવાથી તેમને આંશિક વીતરાગદશા પ્રગટી હોય છે. સુશિષ્ય આ દશા પ્રત્યક્ષ નિહાળતો હોવાથી શ્રી સદ્ગુરુનું અવલંબન તેને વિશેષ ઉપકારી થાય છે.
સ્વરૂપમાં સ્થિર થવા માટે આત્માર્થીએ પોતાની કર્મકૃત અવસ્થાઓ સાથેનું - ક્ષણિક પર્યાયો સાથેનું તાદાભ્ય તોડીને એ સઘળાં પરિવર્તનોને સાક્ષીભાવે જોવાનું સામર્થ્ય ખીલવવાનું હોય છે. ‘પલટાતી દશ્યપર્યાયો નહીં પણ પરિવર્તનશીલ એવી એ પર્યાયધારાને જોનાર અંદષ્ટ સ્થિર તત્ત્વ એ જ હું છું' આ તથ્યને દઢ કરવાનો અભ્યાસ કર્તવ્ય છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપ એવા પોતાના શાશ્વત અસ્તિત્વ સાથે તાદાત્મ સ્થાપવાનો અભ્યાસ કરવાનો હોય છે. સીધું જ નિરાકારનું અનુસંધાન કરવા કરતાં સાકારના અવલંબને નિરાકાર સાથે સંબંધ સ્થાપવો જીવને વધુ સરળ પડે એ સ્વાભાવિક છે. સદ્ગુરુમાં શુદ્ધ ચૈતન્ય સમજી શકાય એ રીતે વ્યક્ત હોય છે. ચેતનાને દશ્યમાં એકાકાર થતી રોકીને, તત્ક્ષણ અંતર્મુખ બનીને, તેને જ્ઞાયકમાં સ્થાપિત કરવાની પ્રક્રિયાની ક્ષમતા જેઓ ન ધરાવતા હોય; તેઓ સદ્ગુરુમાં વ્યક્ત થયેલા વીતરાગસ્વરૂપનાં સ્મરણ-ચિંતન વડે સાધનામાર્ગે ત્વરાથી આગળ વધી શકે છે.
સદ્ગુરુને દેહાદિ પરદ્રવ્ય અને રાગ-દ્વેષાદિ પરભાવમાંથી અહત્વ-મમત્વ ટળી ગયું છે. તેમણે નિજ નિર્મળ, ચિતૂપ આત્મિક દ્રવ્યને જ પોતાનું માન્યું છે - નિર્ધાર્યું છે; તેમજ અનંત જ્ઞાન, દર્શન, સુખાદિ ગુણોને જ પોતાના માન્યા છે; વૃત્તિ આત્મામાં જ તલ્લીન કરી, તેના અનુભવથી ઉત્પન્ન થતા અપૂર્વ આનંદને પ્રાપ્ત કર્યો છે. આવી પ્રગટ આનંદની મૂર્તિરૂપ સદ્ગુરુને ચિત્તમાં ધારણ કરવાથી, તેમને પ્રગટેલા અપૂર્વ આત્મિક ગુણો જીવના હૃદયમાં સ્થાન પામે છે. સગુરુનું સ્મરણ, ચિંતવન, ભક્તિ, ગુણગ્રામ, સદ્ગુરુમાં જ વૃત્તિની તલ્લીનતા એ સર્વ શુદ્ધાત્મામાં જ તલ્લીનતા પામવાનું કારણ બને છે, કારણ કે સગુરુ શુદ્ધ આત્મા જ છે. સદ્દગુરુને પોતાના હૃદયમંદિરમાં બિરાજમાન કરનાર, તેમનું ધ્યાન કરનાર, આરાધન કરનાર મહાભાગ્ય મુમુક્ષુ પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org