________________
ગાથા-૧૩૫
૨૦૩
અદ્ભુત અરૂપી નિરંજન પદ - સિદ્ધદશાને પામે છે; માટે સદ્ગુરુનું સ્મરણ, ભજન, આરાધન કરવામાં આત્માર્થીએ સદા ઉલ્લસિત વીર્ય પ્રવર્તાવવું યોગ્ય છે.
જ્યારે કોઈ નાના બાળકને ચંદ્ર દેખાડવો હોય છે ત્યારે એને કહેવામાં આવે છે કે ચંદ્ર તરફ જો. પરંતુ એ જાણતો નથી કે ચંદ્ર કઈ દિશામાં છે, તો એ ક્યાં જુએ? તેથી એને કહેવામાં આવે છે કે આકાશ તરફ જો. પરંતુ આકાશ તો બહુ વિશાળ છે, ચારે બાજુ છે; એ ક્યાં જુએ? ત્યારે ચંદ્ર કઈ તરફ છે તે બતાવવા માટે આંગળીથી ઇશારો કરવામાં આવે છે. બાળક જો આંગળી ન જુએ તો ચંદ્ર કઈ તરફ છે તે જાણી શકે નહીં, તેથી સર્વપ્રથમ આંગળી જોવી આવશ્યક છે, છતાં પ્રયોજનભૂત તો ચંદ્ર છે. આંગળી તો ચંદ્રને દેખાડવા માટે ચીંધવામાં આવી છે, તેથી આંગળી જોઈને, તેનો ઇશારો સમજીને જો તે ચંદ્ર તરફ જુએ તો તે ચંદ્રને જોઈ શકે. આંગળી જોઈને ચંદ્ર તરફ દૃષ્ટિ માંડે તો ચંદ્ર દેખાય. જેમ બાળક બધેથી દૃષ્ટિ હટાવી આંગળી તરફ જુએ તો જ ચંદ્રની દિશા પકડાય છે, તેમ જીવ સમસ્ત જગતમાંથી ઉપયોગ ખેંચી એક સદ્ગુરુમાં, તેમની અનુપમ દશામાં લગાવે તો જ તેને ભગવાન આત્માની દિશાનું - તેના સ્વરૂપનું ભાન થાય છે. જેમ આંગળી જોઈ, તેનો આધાર લઈ, તેના દ્વારા ઈગિત ચંદ્ર ઉપર જ્યારે લક્ષ માંડવામાં આવે છે ત્યારે ચંદ્રનાં દર્શન થાય છે; તેમ સદ્ગુરુનો યોગ પામી, તેમના શ્રીચરણોના આશ્રયે, તેમની દશા દ્વારા સમજાયેલ આત્મસ્વરૂપનો જ્યારે લક્ષ કરવામાં આવે છે ત્યારે સ્વરૂપની અનુભૂતિ થાય છે.
સિદ્ધત્વરૂપ કાર્ય સાધવું હોય તો જીવની દૃષ્ટિ સદગુરુની અંતરંગ દશા પ્રત્યે હોવી જોઈએ. તેમના વર્તનના આશય પ્રત્યે નજર હોવી જોઈએ. આ આશય પકડનાર જ સદ્ગુરુને યથાર્થપણે સમજી શકે છે. જો બાહ્ય ચર્મચક્ષુથી દેખાતી આચરણા ઉપર જ નજર રાખવામાં આવે તો જીવને વાસ્તવિક લાભ થતો નથી. બુદ્ધિ જો જ્ઞાનીની બાહ્ય આચરણા સંબંધીના કદાહો અને પૂર્વગ્રહોને લઈને દખલ કર્યા કરે તો સદ્ગુરુના અંતઃકરણ તરફ દષ્ટિ જતી નથી અને તેમની આત્મદશાનો અનેરો લાભ મળતો નથી.
બહિર્દષ્ટિ જીવ જ્ઞાનીની બાહ્ય આચરણા વિષે નક્કી કરી લે છે કે “જ્ઞાની આ પ્રમાણે વર્તે અને આ પ્રમાણે ન વર્તે.' પોતાની મર્યાદિત, અપૂર્ણ અને અશુદ્ધ બુદ્ધિ વડે તે જ્ઞાનીના માપદંડ નક્કી કરે છે. અમુક અમુક પરિસ્થિતિમાં જ્ઞાનીપુરુષની વર્તણુક આવી જ હોય' એવો નિયમ જડપણે બાંધી લેવાના કારણે અનેક સમસ્યા ઊભી થાય છે, ક્યારેક તો મોટું નુકસાન થવાની સંભાવના રહે છે; તેથી જ્ઞાની માટે કોઈ વ્યાખ્યા ન બાંધવી જોઈએ. જ્ઞાનીની બાહ્ય આચરણા કોઈ પૂર્વનિર્ધારિત નિયમાવલી અનુસાર નથી હોતી. તેમની બાહ્ય આચરણા તો તેમના પૂર્વકર્મના ઉદય અનુસાર થતી હોય છે. યંત્રપૂતળીની જેમ પૂર્વપ્રારબ્ધના સૂત્રસંચારથી તેમની સર્વ પ્રવૃત્તિ ચાલે છે. તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org