________________
૧૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશી શકતા નથી. જ્ઞાનમૂર્તિ પ્રભુથી ભિન્ન જે પણ પદાર્થ છે તે સર્વ આત્માથી બહાર રહે છે. જીવના ચૈતન્યસ્વભાવમાં જો રાગનો પણ પ્રવેશ ન હોય તો જડ શરીરાદિનો પ્રવેશ તો ક્યાંથી થઈ શકે? કોઈ પરદ્રવ્ય જીવના સ્વરૂપમાં પ્રવેશી શકતું નથી અને જીવ તેનામાં પ્રવેશી શકતો નથી. આત્મામાં પરનો અભાવ છે અને પરમાં આત્માનો અભાવ છે. આત્મા તે પદાર્થોરૂપે થઈ શકતો નથી અને પરપદાર્થો આત્મારૂપે થઈ શકતા નથી. પરદ્રવ્યનો સંયોગ થવાથી આત્મા તે રૂપે થતો નથી અને આત્મામાં જે પદાર્થો આવી શકતા નથી તે પદાર્થો આત્મારૂપે થઈ શકતા નથી. અનેક પ્રકારનાં શરીરના સંયોગો મળવા છતાં પણ આત્મા તે રૂપે થઈ જતો નથી અને દેહાદિ - જે બાહ્ય છે, તે આત્મારૂપ થઈ શકતા નથી. જીવ જો દેહાદિને આત્મા માને તોપણ કાંઈ તે પદાર્થો આત્મા થઈ જતા નથી. પરને નિજરૂપ માનવા છતાં અનંત કાળમાં ક્યારે પણ કોઈ પરદ્રવ્ય પોતારૂપ થયું નથી, થઈ શકે એમ પણ નથી. જે જુદું છે, તે જુદું જ રહે છે.
જેમ આકાશ બીજા પદાર્થથી શૂન્ય છે, તેમ આત્મા પણ પરપદાર્થથી શૂન્ય છે. પોતે પોતામાં એકલો રહેલો છે. તેના સ્વભાવમાં કોઈ પરપદાર્થનો પ્રવેશ નથી. દેહ પણ તેનાથી ભિન્ન છે અને કર્મ પણ તેનાથી ભિન્ન છે. જેમ આકાશનો કોઈ પણ પદાર્થ સાથે સંબંધ દેખાય છતાં તેને કોઈ સાથે સંબંધ નથી, તેમ ભગવાને આત્માને પરપદાર્થ સાથે સંબંધ દેખાતો હોવા છતાં તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. દેહ, વાણી, મન, માતા, પિતા, કુટુંબ, ઘર આદિના સંયોગો સાથે તે દેખાય છતાં તે એ બધા સંયોગોથી તદ્દન નિરાળો છે. જેમ આકાશને પરદ્રવ્યો અડતાં નથી, તેમ ચૈતન્યપરમાત્મા જ્યાં હોય ત્યાં, નરકનાં દુઃખમાં હોય કે સ્વર્ગનાં સુખમાં, શરીરના તીવ્ર રોગમાં હોય કે તંદુરસ્ત નીરોગી શરીરમાં કોઈ સંયોગ તેને અડતા નથી.
જેમ આકાશની સત્તા અલગ છે અને આકાશમાં રહેલા પદાર્થોની સત્તા અલગ છે, તેમ આત્માની સત્તા અલગ છે અને ધન, કુટુંબ આદિ પરપદાર્થોની સત્તા અલગ છે. તૈજસ અને કાર્મણ શરીરની સત્તા પણ આત્માની સત્તાથી જુદી છે. અનંત સિદ્ધો અને અનંત સંસારી જીવો સત્તાએ સમાન છે તેની પોતાની સત્તા અને બાકીના સર્વે જીવોની સત્તા નિરાળી નિરાળી છે. તેના પોતાના ગુણ સર્વના ગુણથી નિરાળા છે. તેનું પોતાનું પરિણમન તેમનાથી નિરાળું છે. આત્મા સંયોગો સાથે કદી એકમેક થતો નથી. તે અનાદિ કાળથી એકાકી રહ્યો છે અને અનંત કાળ એકાકી જ રહેવાનો છે.
જેમ આકાશ સદા નિર્લેપ છે, તેમ આત્મા ત્રણે કાળ અસંગ છે, નિર્લેપ છે. ગમે તે દ્રવ્ય આકાશમાં હોય, પણ તેના રંગે આકાશ રંગાતું નથી, તેમ આત્મા પરદ્રવ્યથી રંગાતો નથી. આકાશમાં અનંત પદાર્થો અવકાશ પામીને રહેલા છે છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org