________________
ગાથા-૧૩૫
મૂર્તિ છે.
વસ્તુદૃષ્ટિથી જોતાં આત્મા પરમાનંદમય, પરમ વીર્યવાન, જ્ઞાતા-દ્રષ્ટા, વીતરાગ, શુદ્ધ, નિર્મળ, અતિપવિત્ર છે. જીવની દશામાં ભલે અલ્પ જ્ઞાન હોય, પણ તે સર્વજ્ઞસ્વભાવી છે; દશામાં ભલે અલ્પ દર્શન હોય, પણ સર્વદર્શિત્વસ્વભાવ અંતરમાં છે; પર્યાયમાં ભલે અલ્પ વીર્ય હોય, પણ આત્મા અનંત વીર્યનું ધામ છે; પર્યાયમાં રાગદ્વેષની વિપરીતતા હોવા છતાં આત્મા વીતરાગી આનંદનો કંદ છે. આત્મા ચૈતન્યાદિ અનંત ગુણોનો સમૂહ છે. આત્મા અનંત ગુણરત્નથી મંડિત છે. આત્મા અનંત ગુણોનું નિધાન છે. આત્મા ત્રિકાળી ધ્રુવ ગુણોની ખાણ છે. સ્વના અનંત ગુણોને અનંત કાળ સુધી ભોગવતો રહે તોપણ અનંત કાળ પર્યંત ખૂટે નહીં એવું તેનું સામર્થ્ય છે. જેટલા ગુણો સિદ્ધ ભગવાનમાં છે તે બધા જ ગુણો આત્મામાં છે. સિદ્ધ ભગવાનમાં તે પૂર્ણપણે વિકસિત થઈ ચૂક્યા છે, જ્યારે સંસારી જીવમાં તે અનંતા ગુણો સદા શક્તિરૂપે તો બિરાજમાન છે જ.
૧૮૫
ભગવાન આત્માના અસંખ્ય શુદ્ધ પ્રદેશોમાં આ અનંત ગુણ બિરાજે છે. આત્માનું અસંખ્યપ્રદેશી નિર્મળ અરૂપી દળ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોને ધારણ કરે છે. આત્માના જેટલા ધર્મો છે તે બધામાં લક્ષણભેદ હોવા છતાં પ્રદેશભેદ નથી. આત્માના દરેકે દરેક પ્રદેશે અનંત શક્તિઓ રહેલી છે. આત્માના અસંખ્યાત પ્રદેશો છે અને પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો રહ્યા છે, તેથી બધા ગુણોનું ક્ષેત્ર એક જ છે. જે એક ગુણનું ક્ષેત્ર છે તે જ અન્ય સઘળા ગુણોનું ક્ષેત્ર છે. જે જ્ઞાનનું ક્ષેત્ર છે તે દર્શનનું પણ ક્ષેત્ર છે, વીર્યનું પણ ક્ષેત્ર છે, આનંદનું પણ ક્ષેત્ર છે. જે પ્રદેશમાં જ્ઞાન છે તે પ્રદેશમાં દર્શન, વીર્ય, આનંદ, અસ્તિત્વ, વિભુત્વ વગેરે અનંત ગુણો પણ રહેલા છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી કોઈ એકાદ પ્રદેશ એકાદ ગુણથી પણ શૂન્ય હોય એવું કદી બનતું નથી. આ આત્મપ્રદેશો અખંડ છે. આત્મામાં કોઈ ખંડ કે ભેદ પાડી શકાતા નથી. આત્માનું છેદન થઈ શકતું નથી. તેના કોઈ પ્રદેશ કે ગુણ છૂટા પડતા નથી.
Jain Education International
આત્મા પાષાણ સમાન મજબૂત છે. એક કણી પણ ન ખરે એવા ચીકણા પાષાણ જેવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી અનંત ગુણનો પિંડ છે. તેમાંથી એક પણ પ્રદેશ કે એક પણ ગુણ ખરતા નથી. જ્ઞાનાદિ અનંત શક્તિમાંથી એક પણ શક્તિ કદી ઓછી થતી નથી. જેમ પથ્થર બીજી વસ્તુને રહેવા માટે સ્થાન ન આપે, તેમ આત્મા શરીરાદિને પોતામાં સ્થાન આપતો નથી. અનંત ગુણોથી યુક્ત એવો આત્મા રાગ-કર્મશરીરાદિને સ્થાન આપતો નથી. મગસેલિયા પથ્થરને પાણી અડતું નથી, તેમ ભગવાન આત્માને રાગ અડતો નથી. રાગરૂપ પાણી આત્મામાં પ્રવેશી શકતું નથી.
કષાય આદિ ભાવો શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી બહાર છે. પરભાવો જ્ઞાનાનંદી ત્રિકાળી
For Private & Personal Use Only
www.jainelibrary.org