________________
ગાથા-૧૩૫
૧૮૩ પર્યાયદૃષ્ટિથી ભલે સિદ્ધ પરમાત્મા અને સંસારી જીવમાં ફરક હોય, પણ વસ્તુદષ્ટિએ નિરંજન પરમાત્મામાં અને દેહવાસી જીવમાં કોઈ ફરક નથી. શરીરને ન જોતાં ચૈતન્યસ્વભાવને જ જોવામાં આવે તો વિદેહી ભગવાન કે દેહવાસી જીવ બને વચ્ચે કોઈ ફરક નથી. દેહ વગરના સિદ્ધ પરમાત્મા અને દેહમાં રહેલો આત્મા - તે બન્ને વચ્ચે નિશ્ચયથી કોઈ ભેદ નથી. સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે, તેવા જ સ્વરૂપવાળો દેવ દેહમાં વસે છે; સિદ્ધ પરમાત્મા અને દેહવાસી દેવમાં પરમાર્થદષ્ટિએ કોઈ ભેદ નથી.
પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપે પૂર્ણ આત્મા તે વિદેહી સિદ્ધ પરમાત્મા છે અને તેવો જ પરમાત્મા દેહના સંયોગમાં પણ વિદ્યમાન છે. સિદ્ધ પરમાત્માનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ જીવના ગર્ભમાં પણ પડ્યું છે. જીવ વસ્તુરૂપે વીતરાગી બિંબ છે. આત્મા પોતે જિનદેવ છે. સિદ્ધશિલામાં બિરાજમાન ભગવાન વ્યવહાર જિન છે, જ્યારે તેનો પોતાનો આત્મા નિશ્ચયથી વીતરાગી બિબ પરમેશ્વરદેવ જિન છે.
આત્માનો સિદ્ધ સમાન સ્વભાવ સદા વિદ્યમાન છે. તેનો કાંઈ અભાવ નથી થઈ ગયો, પણ અજ્ઞાનીને તે પ્રતીત થતો નથી. તેને તો પોતામાં અશુદ્ધતા અને અપૂર્ણતા જ દેખાય છે, પરંતુ આત્માની પ્રભુતા કદી અશુદ્ધ થઈ જ નથી. આત્મસ્વભાવ અમલ છે. અનાદિ કાળથી અત્યાર સુધી પર્યાય ગમે તેટલી મલિન થઈ હોય, પરંતુ દ્રવ્યની પ્રભુતાને તોડવા તે બિલકુલ સમર્થ નથી. દ્રવ્યની પ્રભુતા તો અખંડપણે એવી ને એવી રહી છે. આત્મસ્વભાવ બાધારહિત છે, કર્માદિ તેને બાધા ઉપજાવતાં નથી.
આત્મા શુદ્ધ ચૈતન્યમયે અખંડ વસ્તુ છે. તેને છોડીને મિથ્યાષ્ટિ જીવ શરીર, શરીરની ક્રિયા, શુભાશુભ ભાવ એ બધાં મારાં છે' એમ માને છે. બહિરાત્મા ‘હું મનુષ્ય’, ‘પાંચ ઇન્દ્રિયવાળો', ‘ક્રોધી' એમ ઉદયભાવરૂપે પોતાને માને છે. બહિરાત્મબુદ્ધિથી હું દેહ છું, રાગી છું' એમ માની દુઃખી થાય છે. દેહાદિને પોતારૂપ માની તે સંસારમાં ભમ્યા કરે છે. આત્માની ઓળખાણ ન હોવાથી તે શરીરાદિને નિજરૂપ માને છે, તેની પર તરફની બુદ્ધિ છૂટતી નથી.
જે સિદ્ધ ભગવાનને યથાર્થપણે ઓળખે છે. તે જ પોતાના આત્માના સ્વરૂપને યથાર્થ ઓળખી શકે છે. તેમને જાણતાં પોતાનું યથાર્થ સ્વરૂપ જણાય છે અને શરીરાદિ પરરૂપે જણાય છે. જીવને સમજાય છે કે જે સિદ્ધ ભગવાનમાં હોય તે સ્વ અને જે તેમનામાં ન હોય તે પર. જે સિદ્ધ ભગવાનમાં નથી તે મારા સ્વરૂપમાં પણ નથી.” નર-નારકાદિ દેહ આત્માના સ્વરૂપથી ભિન્ન છે, કેમ કે તે સિદ્ધ ભગવંતોમાં નથી. રાગાદિ વિકાર તે જીવની જ પર્યાય હોવા છતાં, સિદ્ધ ભગવાનના આત્મામાં તે નથી હોતો, તેથી તે પણ પરભાવ છે. તે ભાવો જીવની પર્યાયમાં થતા હોવાથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org