________________
૧૭૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગ-દ્વેષ કરે છે. ગાળ સાંભળીને કોઈને ક્રોધ આવે છે, કોઈને નથી આવતો; અથવા એક જ વ્યક્તિને ગાળ સાંભળીને ક્યારેક ક્રોધ આવે છે અને ક્યારેક નથી પણ આવતો; ક્યારેક ઓછો આવે છે અને ક્યારેક વધારે આવે છે. આથી એમ સિદ્ધ થાય છે કે ગાળ ક્રોધ ઉત્પન્ન કરાવવા માટે સમર્થ નથી.
જેમની દૃષ્ટિ નિમિત્તાધીન છે, તેમને બધાં કાર્ય નિમિત્તના કારણે જ થતાં દેખાય છે. તત્ત્વથી અજાણ લોકો એમ માને છે કે પુદ્ગલકર્મના ઉદયથી જીવમાં રાગ-દ્વેષરૂપ વિભાવપરિણમન થાય છે. કર્મ જેમ જેમ બળ કરે છે, તેમ તેમ જીવને અધિક ને અધિક રાગ-દ્વેષ થાય છે. કર્મનો જેટલો તીવ્ર ઉદય હોય છે, તેટલી તીવ્રતાથી જીવને રાગ-દ્વેષ થાય છે. પરંતુ વસ્તુસ્થિતિ આમ નથી. વસ્તુતઃ કર્મના ઉદયથી જીવની અવસ્થા વિકારી થતી નથી, પણ કર્મના ઉદય વખતે આત્મા સ્વયં જ સ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિકારરૂપ પરિણમન કરે છે. કર્મ જીવને વિકાર નથી કરાવતાં, પણ તે પોતે જ પોતાના સ્વભાવને ભૂલીને વિકાર કરે છે. પવનચક્કી ઉપર બેઠેલો પોપટ આકાશમાં ઊડવાનું ભૂલી જઈ સળિયાને જોરથી પકડી રાખે છે. તે સ્વયં જ બંધનગ્રસ્ત બને છે અને ચક્કીની સાથે ગોળ ગોળ ફરે છે. તે ઇચ્છે તો ઊડી શકે છે, પરંતુ તે નથી ઊડતો અને દુઃખી દુઃખી થઈ જાય છે. આ તેની જ ભૂલ છે, કારણ કે તેને સળિયાએ પોતાને આધીન કર્યો નથી, તે સ્વયં જ તેને આધીન થઈ ગયો છે. તે જ પ્રકારે કર્મ જીવને પરાધીન નથી કરતાં, જીવ જ પોતાની સૂધબૂધ ખોઈને કર્મને વશ થઈ જાય છે.
કોઈ પ્રશ્ન કરે કે જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી શાસ્ત્રોમાં કર્મને બળવાન બતાવનારાં અને કર્તુત્વપોષક કથન શા માટે કરવામાં આવ્યાં છે? તે કથનોની શી અપેક્ષા છે? આ પ્રશ્નનું સમાધાન એમ છે કે જિનવાણીમાં ઉપચારથી કર્મને જીવના વિકારના કર્તા કહેવામાં આવ્યાં છે. તેને કાર્યના કર્તા કહેવું તે માત્ર ઔપચારિકતા છે. કર્મ ઉપર કર્તાપણાનો માત્ર આરોપ છે. તે વિકારમાં અનુકૂળ થતાં હોવાથી કર્મના ઉદય ઉપર એ આરોપ કરવામાં આવે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે. નિમિત્તને મુખ્ય કરીને એમ કહેવામાં આવે છે કે આત્મા કર્મના કારણે રાગાદિરૂપ પરિણમે છે, પરંતુ જિનવાણીના કથનના મર્મથી અનભિજ્ઞ એવા લોકોને નિમિત્ત જ વાસ્તવિક કર્તા પ્રતિભાસિત થાય છે. નિમિત્તને માત્ર વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે.
ઉપાદાનમાં થયેલા કાર્યને અનુકૂળ સંયોગો કેવા હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તોનું વર્ણન કરવામાં આવે છે, કાર્યમાં તેનું કર્તુત્વ સિદ્ધ કરવા માટે નહીં. કર્મ અને જીવના વિકારનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા અર્થે કર્મનું વર્ણન કરવામાં આવે છે. પૌગલિક કર્મનો ઉદય હોય ત્યારે જીવ જો સમ્યક્ પુરુષાર્થ ન કરે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org