________________
૧૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આદિના આધારે ગચ્છભેદ પડ્યા છે. દરેકને પોતપોતાની માન્યતાનો આગ્રહ વર્તે છે. દાખલા તરીકે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતાવાળો શ્રાવક સામાયિક કરશે તો મુખે મુહપત્તિ બાંધશે, મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાવાળો શ્રાવક સામાયિક કરશે તો હાથમાં મુહપત્તિ રાખશે અને દિગંબર પરંપરાવાળો શ્રાવક સામાયિક કરશે તો મુહપત્તિ રાખશે જ નહીં! ત્રણે પોતાને જ સાચા માને છે અને બીજાને ખોટા જ માને છે. સ્થાનકવાસી કહે છે કે ઉઘાડે મુખે સામાયિક કરે તો તેમાં પાપ લાગે. મૂર્તિપૂજક કહે છે કે સામાયિકમાં મુહપત્તિનું પડિલેહણ તો અવશ્ય કરવું જ જોઈએ, જો ન થાય તો સામાયિક ખોટું. દિગંબર કહે કે મુહપત્તિ તો પરિગ્રહ છે, તેની જરૂર નથી. આમ, એક જ બાબતમાં જુદા જુદા મંતવ્યોનો આગ્રહ થવાથી વાડાબંધી થાય છે.
-
જીવ બાલ્યકાળથી જાણ્યે-અજાણ્યે મતાંધતાના સંસ્કારોનો સંચય કરે છે. તે કુટુંબ, સમાજ, ધર્મસ્થાન આદિના આજુબાજુના વાતાવરણમાંથી મતાંધતા મેળવે અને કેળવે છે. વંશપરંપરા અને અન્ય સંસર્ગથી તેની બુદ્ધિમાં મતાંધતા પ્રવેશે છે. તે એમ માનતો થઈ જાય છે કે મારો ગચ્છ-મત એ જ સાચો અને સર્વશ્રેષ્ઠ, બાકીના ગચ્છ-મત ખોટા કે ઊતરતા; મારા ઉપાસ્ય દેવ એ જ આદર્શ અને બીજાના દૂષિત કે તદ્દન સાધારણ; મને પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સાહિત્ય એ જ પૂર્ણ તથા પ્રથમ પંક્તિનું અને બીજાઓનું અપૂર્ણ કે પોતાના સાહિત્યમાંથી ચોરેલું, ઉધાર લીધેલું; મારા ગચ્છના ગુરુઓ એ જ ખરા ત્યાગી તથા મારા ગચ્છના વિદ્વાનો જ પ્રમાણભૂત અને બીજાઓના ગુરુઓ ઢોંગી તથા વિદ્વાનો અપ્રમાણભૂત.
મતાંધતાના કારણે જીવની વિવેકશક્તિ ખીલતી નથી. તેની કર્તવ્ય-અકર્તવ્યનો ભેદ કરનારી બુદ્ધિ પાંગળી થઈ જાય છે. તે આગ્રહને ઉપયોગી અને ઉપાદેય માને છે. તે માને છે કે ગચ્છ-મતનો આગ્રહ તો અત્યંત આવશ્યક છે. આગ્રહ રાખવામાં આવે તો પોતાના ગચ્છ-મતનો ફેલાવો થાય. આગ્રહથી જ બીજા લોકોને પોતાના ગચ્છ-મત તરફ આકર્ષી શકાય, પોતાના ગચ્છ-મત સર્વશ્રેષ્ઠ છે એવું તેમનાં મનમાં ઠસાવી શકાય. તે પોતાને સત્યનો આગ્રહી માને છે અને પોતાના આગ્રહો માટે ક્લેશ પણ કરે છે. તે ભૂલી જાય છે કે પોતાની અને અન્યની શાંતિને જાળવવાનું મહત્ત્વનું કાર્ય તે ચૂકી ગયો માને છે કે આગ્રહો કરીને તે પોતાની ધર્મદઢતા ધાર્મિકતા બતાવે છે, પણ
છે.
વાસ્તવમાં તો તે બતાવે છે ધર્મ વિષેનું પોતાનું અજ્ઞાન પોતાની અધાર્મિકતા. તે સમજે છે કે આગ્રહ દ્વારા ધર્મની દૃઢતા સિદ્ધ થાય છે, પણ હકીકતમાં તે ધર્મથી દૂર થતો જાય છે. તે ગચ્છ-મતના આગ્રહમાં જ મોક્ષમાર્ગ કલ્પી લે છે અને મૂળમાર્ગથી દૂર થતો જાય છે.
ગચ્છાહીના મન ઉપર ગચ્છનો મમત એવો સજ્જડ ચોંટી જાય છે કે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org