________________
૧૩૫ તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.’૧
મૂળમાર્ગનું વિસ્મરણ થવાથી અને બાહ્ય કુટારો વધી ગયો હોવાથી જડ અને વક્ર જીવો નિશ્ચય-વ્યવહારનો યથાયોગ્ય સમન્વય સાધી શકતા નથી. કેટલાક જીવો નિશ્ચયને છોડી કેવળ વ્યવહારને જ વળગી રહે છે અને વ્યવહારરૂપ સાધનને જ સાધ્ય માને છે. તે જીવો વ્યવહારના વર્તુળમાં જ ભમ્યા કરે છે અને નિશ્ચયરૂપ સાધ્યને સાધી શકતા નથી. આવા જીવો વ્યવહારાભાસી કહેવાય છે. જેઓ વ્યવહારને છોડી દઈ કેવળ નિશ્ચયને જ અહે છે, તે જીવો પણ સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધી શકતા નથી. આવા જીવો નિશ્ચયાભાસી કહેવાય છે. વ્યવહારાભાસનું અને નિશ્ચયાભાસનું સ્વરૂપ હવે વિસ્તારથી જોઈએ
ગાથા-૧૩૩
(૧) વ્યવહારાભાસનું સ્વરૂપ
આ ભરત ક્ષેત્રે અત્યારે પંચમ કાળ વર્તે છે. તીર્થંકર પ્રભુનો વિરહ છે, જ્ઞાની ધર્માત્માઓનો પણ જોઈએ તેવો યોગ થતો નથી. માન, પૂજા, પરિગ્રહાદિ ઇચ્છતા અજ્ઞાની ગુરુઓનો ઠેર ઠેર યોગ થાય છે કે જેઓ જીવોને અંત૨ તરફ વાળવાને બદલે તેમની બહિર્મુખતાને વધુ પુષ્ટ કરે છે. અસદ્ગુરુઓ અનેક પ્રકારે જીવોને અવળે રસ્તે ચડાવી દે છે, જેથી ગચ્છ અને મતના અનેક ભેદો ઊભા થયા છે. શ્રીમદ્ કહે છે કે
‘જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે.'૨
‘જ્યારે જ્ઞાનીપુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચોક્કસ કરે છે.’૩
જૈન ધર્મમાં અત્યારે ગચ્છ-મતના અનેક ભેદો જોવા મળે છે. જૈન ધર્મમાં ઘણા સંપ્રદાયો પ્રવર્તે છે અને વળી તે સંપ્રદાયોમાં અનેક વાડા પણ છે. ઉપકરણ, બાહ્ય ક્રિયાદિના આધારે જૈનધર્મનુયાયીઓમાં અનેક ગચ્છો ઊભા થયા છે. મુહપત્તિ, વેષ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૯ (પત્રાંક-૭૦૯)
૨- એજન, પૃ.૭૦૮ (ઉપદેશછાયા-૮)
૩- એજન, પૃ.૭૧૧ (ઉપદેશછાયા-૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org