________________
ગાથા-૧૩૨
૧૧૧ માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત ભાષાની અપેક્ષાએ તે જ્ઞાની છે, તો ખેતીવિષયક જ્ઞાનની અપેક્ષાએ તે અજ્ઞાની છે. (૩) દૂધ અમૃત પણ છે અને ઝેર પણ છે. દુર્બળ દર્દીની અપેક્ષાએ દૂધ અમૃત છે, જ્યારે સંગ્રહણીના દર્દીની અપેક્ષાએ દૂધ ઝેર છે.
આમ, એક જ વસ્તુમાં વિરોધી દેખાતા ધર્મો જુદી જુદી અપેક્ષાએ રહે છે. એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જુદાં જુદાં સ્વરૂપોનું દર્શન થાય છે, જેમાં વસ્તુનાં અનેક વિરોધી સ્વરૂપોનાં દર્શન પણ થાય છે. અપેક્ષા બદલાતાં દર્શન બદલાય તેમાં કોઈ વિસંવાદ નથી. અપેક્ષા ન બદલાય અને દર્શન બદલાય તો જરૂર તે વિસંવાદ છે.
સઘળો વ્યવહાર અપેક્ષાથી ચાલે છે. વસ્તુમાં રહેલાં અનેક ધર્મોમાંથી જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને વ્યવહાર કરવામાં આવે છે. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, બહાદુરપણું, સૌમ્યપણું વગેરે અનેક ગુણો હોવા છતાં જ્યારે જે ગુણનું પ્રયોજન હોય ત્યારે તેને આગળ કરીને વ્યવહાર કરવામાં આવે છે. એ વ્યક્તિ જ્યારે શાળામાં હોય ત્યારે તેના વિદ્યાર્થીપણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહેવામાં આવે છે. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેને બહાદુર કહેવામાં આવે છે. જ્યારે તેની મુખાકૃતિ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતી સૌમ્યતાને આગળ કરીને તેને સૌમ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે એક જ વ્યક્તિમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં પ્રસંગ અનુસાર તે તે ગુણને આગળ કરવામાં આવે છે.
વસ્તુના અનેકાંતસ્વરૂપને સમજાવવાવાળી સાપેક્ષ કથનપદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. અનેકાંતમયી વસ્તુના વિભિન્ન ધર્મોનું કથન કરવાવાળી પદ્ધતિને સ્યાદ્વાદ કહેવામાં આવે છે. વસ્તુના અનંત ધર્મોને સ્વીકારનાર મત તે અનેકાંત અને તેનું કથન કરવાની જે પદ્ધતિ તે સ્યાદ્વાદ. અનેકાંતને રજૂ કરનાર શૈલી તે સ્યાદ્વાદશૈલી છે. અનેકાંતની પ્રરૂપણા સ્યાદ્વાદથી જ થાય છે. જેમ કેવળજ્ઞાનને પ્રગટ કરનાર શ્રુતજ્ઞાન છે, તેમ અનેકાંતને પ્રગટ કરનાર સ્યાદ્વાદ છે. અનેકાંત એ જ્ઞાનસ્વરૂપ છે, જ્યારે સ્વાવાદ એ જ્ઞાનસ્વરૂપ હોવાની સાથે કથનપદ્ધતિ છે. સ્યાદ્વાદ એ સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપનું યથાર્થ કથન કરવાવાળી સર્વજ્ઞ ભગવાને બતાવેલી નિબંધ પદ્ધતિ છે.
ચાત્' એટલે “કથંચિત્' અને ‘વાદ' એટલે “કહેવું'. અનંતધર્માત્મક વસ્તુનું ‘ચાત્' શબ્દથી કથન કરવું તે સ્યાદ્વાદ છે. અનેકાંતને પ્રકાશિત કરવા ‘સ્યાતું' શબ્દનો પ્રયોગ કરાય છે. ‘સ્યાત્' શબ્દ વડે, અર્થાત્ “અપેક્ષા' શબ્દ વડે જ્યારે વસ્તુના અનંત ધર્મોમાંના કોઈ એક વિવક્ષિત ધર્મને પ્રગટ કરવામાં આવે છે ત્યારે તે જ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org