________________
૧૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવિવક્ષિત ધર્મો ગૌણ હોય છે, તેનો અભાવ હોતો નથી. આ સ્યાદ્વાદશૈલી છે. જગતમાં કોઈ પણ તત્ત્વ - જડ કે ચૈતન્ય - અનંતધર્માત્મક છે. તેને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવું, તેનો સ્વીકાર કરવો અને તેનું કથન કરવું એ સ્યાદ્વાદશૈલી છે.
‘ચાતુ' શબ્દનો અર્થ સંદેહ કે સંભવિતતા થતો નથી. સંદેહ કે સંભવિતતામાં અનિશ્ચિતતા છે, પરંતુ ‘સ્યાત્' શબ્દ તો એક નિશ્ચિત સ્થિતિને વ્યક્ત કરે છે કે અમુક અપેક્ષાએ તે વસ્તુ આમ જ છે. નિરપેક્ષ વાક્યમાં પણ હોય, પરંતુ અપેક્ષા લગાડતાં જ સાપેક્ષ વાક્યમાં કાર આવી જાય છે. અપેક્ષા લગાડ્યા પછી એમ કહે કે “કાકાની અપેક્ષાએ ભત્રીજો પણ છે અને ભાણેજ પણ છે' તો તે મિથ્યા ઠરશે. કાકાની અપેક્ષાએ તે ભત્રીજો જ છે અને મામાની અપેક્ષાએ તે ભાણેજ જ છે. અપેક્ષા ન લગાડી હોય ત્યાં સુધી એમ કહી શકાય કે તે ભત્રીજો પણ છે અને ભાણેજ પણ છે', પરંતુ અપેક્ષા લગાડતાં નિશ્ચિતતાસૂચક કાર આવી જાય છે. વચન નિરપેક્ષ હોય ત્યાં સુધી ‘પણ' બોલવું પડે અને વચન સાપેક્ષ બન્યા પછી ‘જ' બોલવું પડે.
સ્યાદ્દવાદ એટલે વસ્તુનાં વિવિધ સ્વરૂપોનું દર્શન. વસ્તુનું અંશે દર્શન તે આંશિક દર્શન છે. વસ્તુના તમામ અંશોનું દર્શન તે સંપૂર્ણ દર્શન છે. વસ્તુના આંશિક દર્શનને અનુલક્ષીને વસ્તુને તે સ્વરૂપે કહેવી તે આંશિક સત્ય કહેવાય છે. વસ્તુના પૂર્ણ દર્શનને અનુલક્ષીને વસ્તુને પૂર્ણ સ્વરૂપે કહેવી તે પૂર્ણ સત્ય કહેવાય છે. આંશિક સત્યને નયવાક્ય કહે છે અને પૂર્ણ સત્યને પ્રમાણવાક્ય કહે છે. બીજાં આંશિક સત્યોને ધિક્કારવાપૂર્વકના આંશિક સત્યને દુર્નયવાક્ય કહેવાય છે. નય વસ્તુના એક ધર્મને ગ્રહણ કરે છે, પરંતુ તે સુનય ત્યારે જ કહેવાય જ્યારે તે સાપેક્ષ હોય. જો નય નિરપેક્ષ હોય, અન્ય નયનો કે ધર્મનો નિષેધ કરતો હોય તો તે દુર્નય બની જાય છે. સાપેક્ષ નય દ્વારા ગૃહીત એકાંતોનો સમૂહ તે અનેકાંત છે અને અનેકાંતનો પ્રતિપાદક તે સ્યાદ્વાદ છે. નયવાદ વિશ્લેષણાત્મક છે, અર્થાત્ દરેક નય વસ્તુના એક અંશને જ રહણ કરે છે; જ્યારે સ્યાદ્વાદ સંકલનાત્મક છે, કારણ કે વસ્તુના અનંત ધર્મોનું કથન તે ‘સ્યાસ્પદથી કરે છે. પ્રમાણ સર્વ નાયરૂપ છે, કારણ કે નયવાક્યોમાં ‘ચાત્' શબ્દ લગાવીને બોલવું તે પ્રમાણ છે. આ વાતને એક દષ્ટાંત વડે સમજીએ. નીચે ત્રણ પ્રકારનાં વાક્યો આપ્યાં છે – (૧) દાન જ ધર્મ છે. (૨) દાન ધર્મ છે જ. (૩) દાન પણ ધર્મ છે. (૧) દુર્નયવાક્ય - ‘દાન જ ધર્મ છે' તે વાક્ય દુર્નય છે. આ વાક્યથી વક્તા દાનને ધર્મ તરીકે ગણાવે છે એટલું જ નહીં, ધર્મનાં બીજાં અંગોનો નિષેધ કરે છે. શીલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org