SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૨ ૧૦૯ તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. પુરુષના આશ્રયે જાળ ટળે.૧ એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.” આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજાવું જોઈએ અને અનંતધર્માત્મક એવા આત્મસ્વરૂપની યથાર્થ સમજણ નય દ્વારા જ થઈ શકે છે. નય અનેકાંતસ્વરૂપ આત્મવસ્તુના અનેક ધર્મોને બતાવે છે, તેથી અનેકાંતદષ્ટિના પ્રકાશમાં નયનું સ્વરૂપ સમજીએ કે જેથી આ ગાથાનો મર્મ યથાર્થપણે ગ્રહણ થાય. જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. વસ્તુસ્વરૂપના પ્રતિપાદનમાં અનેકાંતવાદ એ જૈન દર્શનની મૌલિક વિશેષતા છે. અનેકાંતવાદ એ જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત છે. આ સિદ્ધાંત ખૂબ ગૂઢ અને ગંભીર છે. અનેકાંતવાદનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મ અને પ્રદેશોમાં સમાનપણે માન્ય થયેલો છે, અર્થાત્ જૈન તત્ત્વવિચાર હોય કે આચારવ્યવહાર હોય, એ બન્નેમાં અનેકાંતદષ્ટિ રહેલી હોય છે. આત્મતત્ત્વનું નિરૂપણ હોય કે મોક્ષમાર્ગનું પ્રતિપાદન હોય, અનેકાંતદષ્ટિનું અવલંબન લીધા વિના ચાલી શકતું નથી. જૈનો જેની ભવ્યતા, ઉદારતા, સત્યતા તથા સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે અને તે સંબંધી માન્યતાને ગૌરવની વસ્તુ લેખતા આવ્યા છે, એવા સર્વજ્ઞપ્રતિપાદિત અનેકાંતવાદનો સંક્ષેપમાં વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ અનેકાંતાત્મક છે. અનેકાંત સ્વભાવવાળી હોવાથી સર્વ વસ્તુઓ અનેકાંતાત્મક છે. અનેકાંત શબ્દ ‘અનેક’ અને ‘અંત' એ બે શબ્દોની સંધિથી બન્યો છે. “અનેક' નો અર્થ થાય છે - એકથી અધિક. એકથી અધિક બે પણ થઈ શકે છે અને અનંત પણ. “અંત’નો અર્થ થાય છે ધર્મ અથવા ગુણ. દરેક વસ્તુમાં અનંત ગુણ વિદ્યમાન છે, તેથી જ્યાં ‘અનેક' નો અર્થ અનંત લેવામાં આવે ત્યાં ‘અંત'નો અર્થ ગુણ થાય. આ વ્યાખ્યાને અનુસરીને અનેકાંતનો અર્થ એમ થાય કે અનંતગુણાત્મક વસ્તુ જ અનેકાંત છે. જેમાં અનંત અંત, એટલે કે અનંત ગુણ હોય તે અનેકાંત છે. પરંતુ જ્યાં “અનેક'નો અર્થ બે લેવામાં આવે ત્યાં “અંત'નો અર્થ ધર્મ થાય છે. ત્યારે અનેકાંતનો અર્થ થાય - પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા બે ધર્મોનું એક જ વસ્તુમાં હોવું. વસ્તુમાં અસ્તિ-નાસ્તિ, તત્-અતર્, અભેદ-ભેદ, દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મો એકીસાથે રહેલા છે તેનું નામ અનેકાંત છે. જે સતુ છે, તે જ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૫ (ઉપદેશછાયા-૧૧) ૨- એજન, પૃ.૭૫૦ (વ્યાખ્યાનમાર-૧, ૧૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy