________________
૧૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંપૂર્ણ રીતે બળવાન હોવા છતાં માત્ર સત્યનો અંશ છે, પૂર્ણ સત્ય નહીં; તેથી બને નયના વિચારોની પૂર્તિ કર્યા વિના વસ્તુના પૂર્ણ સ્વરૂપને સમજી શકાતું નથી. જેમ રેલ્વેના બને પાટા કોઈ દિવસ એકબીજાને મળવાના નથી, છતાં ગાડી તો એ બન્ને પાટાના આધાર ઉપર જ ચાલે છે; તેવી રીતે સાધનાની ગાડી પણ વ્યવહાર (પરમાર્થભૂત સવ્યવહાર) અને નિશ્ચયના પાટા ઉપર ચાલે છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે, બુદ્ધ છે, અસંગ છે, જ્ઞાયકસ્વભાવી છે - આ નિશ્ચયનો વિષય છે અને તેવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સ્વાધ્યાય, ભક્તિ, જપ, તપાદિ સાધનો છે તે વ્યવહાર છે. આમ, બને નય પોતપોતાનાં સ્થાને રહી ઉપકારી બને છે, માટે કોઈ એક પક્ષનો મિથ્યા આગ્રહ સેવવો નહીં એમ આ ગાથાનો ફલિતાર્થ છે.
અનાદિકાલીન મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન આત્માનુભૂતિ વિના સંભવિત વિશેષાર્થ
*] નથી અને આત્માનુભૂતિ આત્મસ્વરૂપના જ્ઞાન વિના સંભવિત નથી. જેને નયજ્ઞાન ન હોય તેને આત્મસ્વરૂપનું પરિજ્ઞાન થઈ શકતું નથી, તેથી મિથ્યાત્વના છેદન માટે નયનું સ્વરૂપ સમજવું માત્ર આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે. નયનાં સ્વરૂપને ઊંડાણથી જાણવાની આવશ્યકતા અસંદિગ્ધ છે. નયની પ્રયોગવિધિમાં જેમણે કુશળતા પ્રાપ્ત કરી છે એવા સગુરુના શરણમાં નયનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. જે વ્યક્તિ નયનું સ્વરૂપ સમજે છે, તેની વસ્તુસ્વરૂપ સંબંધી મિથ્યા કલ્પનાઓ દૂર થાય છે અને દષ્ટિ સમ્યક્ થાય છે; પરંતુ જે વ્યક્તિ નયદષ્ટિથી વિહીન છે, તેને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન થઈ શકતું નથી અને વસ્તુનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણ્યું ન હોવાથી સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. તેથી જ પવિત્ર જિનાગમોમાં નયની ચર્ચા કરવામાં આવી છે.
ભિન્ન ભિન્ન નય દ્વારા આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજાતાં આત્માનું સમ્યક અવલોકન થાય છે. નય આત્માનું સ્વરૂપ બતાવી ત્રિકાળી ધ્રુવસામાન્યનો આશ્રય કરાવે છે. નયને જાણવાનું આ જ પ્રયોજન છે. નયના અધ્યયનનું મૂળ પ્રયોજન નિજ પરમ ભાવને જાણીને, માનીને તેમાં જ જામવું-રમવું છે. એ પરમ ભાવ જ એકમાત્ર પરમ શેય છે, પરમ શ્રદ્ધેય છે, પરમ ધ્યેય છે. એ પરમ ભાવના આશ્રયથી જ સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો નયને જાણવાનું પ્રયોજન ચૂકી જવાય તો અનર્થ થાય છે. નયચક્ર અત્યંત તીક્ષ્ણ ધારવાળું છે. જો તેનો બરાબર પ્રયોગ કરતાં ન આવડે તો લાભને બદલે હાનિ થાય છે. જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે છે. તે ઇન્દ્રજાળ જેવી ગૂંચવણીમાં પડી જાય છે. નાનું પ્રયોજન સમજાવતાં શ્રીમદ્ કહે છે –
સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org