________________
ગાથા-૧૩૧
૮૫
થઈ તેને, પ્રાપ્ત થયેલ સોનું શુદ્ધ ન થાય ત્યાં સુધી તાપ પ્રયોજનવાન છે. એવી રીતે આત્માની અવસ્થામાં જ્યાં સુધી રાગ-દ્વેષની કાલિમા છે ત્યાં સુધી અશુદ્ધ કહેવાય છે અને સદ્વ્યવહાર કરતાં કરતાં રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આત્મા શુદ્ધ કહેવાય છે. જે જીવોને સર્વ પદ્રવ્ય-પરભાવથી ભિન્ન, એક જ્ઞાયકમાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણની પૂર્ણ પ્રાપ્તિ થઈ તેમને સર્વ્યવહાર કાંઈ પ્રયોજનવાન નથી; પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સર્વ્યવહાર પ્રયોજનવાન છે. પૂર્ણ શુદ્ધતારૂપ પરમાત્મદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે પર્યાયમાં શુદ્ધિ વધારવા અને અશુદ્ધિ ઘટાડવા સત્સંગતિ, ભક્તિ ઇત્યાદિ સદ્વ્યવહારમાં પ્રવર્તવું પ્રયોજનવાન છે. જીવો શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પામી શક્યા તેમણે જ્ઞાનીપુરુષના ધર્મોપદેશનું શ્રવણ, સત્યમાગમ, દેવદર્શન, પૂજા ઇત્યાદિ સર્વ્યવહારમાં પ્રવૃત્ત થવું અનિવાર્ય છે. પૂર્ણ શુદ્ધ થતાં સુધી, અર્થાત્ બારમા ગુણસ્થાનના અંત સુધી વીતરાગશ્રુત તેમજ સદ્ગુરુની આજ્ઞાનું અવલંબન શ્રી તીર્થંકરે બોધેલું છે. આના ઉપરથી ફલિત થાય છે કે સાધક અવસ્થામાં વ્યવહારનું અવલંબન અત્યંત આવશ્યક છે. અખંડ આત્માનુભવ થયા વિના સર્વ્યવહાર છોડવાં યોગ્ય નથી. ૧
આત્મકલ્યાણની અભિલાષાવાળો સત્સાધક કાર્ય થયા પહેલાં કારણોને છોડતો નથી, પરંતુ તેને પરમ આદરથી આરાધે છે. તે જાણે છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ ગુરુમુખે કે શાસ્ત્રો વડે જાણી, તે પ્રમાણે બોલવામાત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી, તે અર્થે સત્સાધનની આવશ્યકતા રહે છે. કાગળ ઉપર ‘આગ' શબ્દ લખીને ગમે તેટલી કાપલીઓ રૂની મોટી ગાંસડી ઉપર નાખવામાં આવે તોપણ આગ લાગશે નહીં, તે માટે તો આગનો તણખો જોઈએ; ‘પાણી' વાંચવાથી કે બોલવાથી તૃષા છીપતી નથી, તેના માટે તો જળને પીવું પડે; તેમ માત્ર આત્મા સંબંધી શબ્દો બોલવાથી નહીં પણ સત્સાધન દ્વારા આત્માભિમુખ બનવાથી કાર્યસિદ્ધિ થાય છે. જીવને અનાદિ કાળથી વળગેલો ભવરોગ સત્સાધન વડે નાબૂદ થાય ત્યારે જ નીરોગી થવાય છે અને સિદ્ધદશા પ્રાપ્ત થાય છે; માટે આત્માર્થી જીવ સ્વભાવની વાત સાંભળી નિશ્ચયવાણી સાંભળી, સ્વરૂપનો લક્ષ કરી, સત્સાધન દ્વારા રાગાદિ ભાવ તોડવાનો પુરુષાર્થ કરે છે. સત્સાધનનું અવલંબન લેવાનું તે કદાપિ ચૂકતો નથી. સત્સાધનના આશ્રયે રહી, કલ્યાણની શ્રેણી તરફ તે અડગતાથી, વિશ્વાસપૂર્વક ડગ ભરતો રહે છે.
જે આત્માર્થી છે તે નિશ્ચયવાણી સાંભળી, શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરી, સત્સાધન ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૭, શ્લોક ૧ 'न यामि शुद्धचिद्रूपे लयं यावदहं दृढं । न मुंचामि क्षणं तावद् व्यवहारावलंबनं । । '
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org