________________
૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
દ્વારા અશુદ્ધતા ટાળવા પુરુષાર્થ થાય છે; પરંતુ જે મતાર્થ છે શુષ્કજ્ઞાની છે, તે નિશ્ચયવાણીને એકાંતે ગ્રહણ કરી વ્યવહારની ઉપેક્ષા કરે છે. તે શુદ્ધ નિશ્ચયનયની કોરી વાતો કરી તપ-ત્યાગાદિ વ્યવહારથી વિમુખ રહે છે. તે આત્મા તો અસંગ છે. તેને સંગવાળો માનવો તે ભૂલ છે. જેમ આકાશ નિર્લેપ છે તેમ આત્મા નિર્લેપ છે. તેને કર્મ લાગતાં નથી. તે અબંધ છે, અસંગ છે.' ઇત્યાદિ કથનો બોલ્યા કરે છે અને સત્સાધનોનું આરાધન કરતો નથી. તે નિશ્ચયવાક્યો મુખથી બોલે છે પણ મોહભાવમાં પ્રવર્તે છે અને સત્સાધનોને ઉત્થાપે છે. આવા નિશ્ચયવાદીઓ મોક્ષમાર્ગે ગમન કરી શકતા નથી. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે કે
‘જેને સાચો પુરુષાર્થ કરવો નથી પણ માત્ર નિશ્ચયના કથનને ધારી રાખવું છે તેનું કલ્યાણ થતું નથી, માટે પ્રથમ હું જ શુદ્ધ છું એ લક્ષે વૈરાગ્ય સહિત કષાયનો ઘટાડો કરવો. દેહની આસક્તિ ઘટાડીને સત્શાસ્ત્રનું વાંચન, શ્રવણ, મનન અને સત્તમાગમ કરવો. ..... જે સિદ્ધ સમાન આત્મા છે, એમ કથનમાત્ર માને છે પણ એ જાતનો પુરુષાર્થ કરતો નથી તેને વીતરાગની ભક્તિમાં પ્રેમ આવતો નથી. દાન, પ્રભાવના આદિમાં આરંભનો દોષ લાગે એમ જે કહે છે તે સાધકભાવ ઓળખી શકતો નથી. તેને દેહાધ્યાસ વર્તે છે, તેથી તેને આત્માની પ્રતીતિ નથી. સત્ સ્વરૂપની જેને ઓળખ છે તેને સત્ સાધનનો નિષેધ હોય નહિ, પણ બહુમાન હોય. ગૃહસ્થ ધર્માત્મા હોય તે દેવ-ગુરુવંદન, પૂજા, ભક્તિ વગેરે સાચા અભિપ્રાય સહિત મહિમા લાવી કરે છે, પણ જે જીવો નિશ્ચયાભાસી છે તેને સત્ સાધનની રુચિ નહિ થાય. દેવ-ગુરુ કાંઈ આપી દે તેમ નથી; તે તો પર છે; એ બધાં સાધનો બાળજીવો માટે છે; આપણે તેનું પ્રયોજન નથી, એમ સત્તમાગમ, ગુરુભક્તિ આદિ સાચા સાધનની ઉપેક્ષા કરવાથી પુરુષાર્થહીન અને પ્રમાદી થઈ ઘણા જીવો સ્વચ્છંદે પાપમાં પ્રવર્તે છે, માટે તેમ ન થવું જોઈએ.’૧
-
વર્તમાન કાળના જીવો મોટે ભાગે વક્ર અને જડ હોવાથી, નિશ્ચયનયના કેટલાંક કથનોનું એકાંતે ગ્રહણ કરી પોતાની ભોગરસિકતાને પોષે છે. તેઓ શાસ્ત્રનો મર્મ પોતાની મતિકલ્પનાએ સમજી, નિર્ધારી, શુભ વ્યવહારનો ત્યાગ કરી, અશુદ્ધ ભાવમાં અનુરક્ત રહે છે. તેઓ શાસ્ત્રસિદ્ધાંતો અને દૃષ્ટાંતોનો અર્થ પોતાની રીતે કરી, વિપરીત માર્ગે પ્રવર્તે છે. એમાં પણ જો સમાજમાં તેઓ “ધર્મગુરુ'ની પ્રતિષ્ઠા પામ્યા હોય તો વિપરીત પ્રરૂપણા કરી અનેક જીવોને સદ્વ્યવહારથી વિમુખ કરે છે.
એકાંત નિશ્ચયવાદીઓ એટલી હદ સુધીની ધૃષ્ટતા કરે છે કે ધર્મગ્રંથોની સાક્ષી આપીને તેઓ પોતાની વાતનું સમર્થન કરે છે અને તેથી જડ, ભોળા, ભદ્રિક જીવો ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org