SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવી શ્રદ્ધા વડે જ્ઞાનસ્વભાવમાં સ્થિર થાય તો વિકારી અવસ્થા ટળી શકે છે. જેમ દૂધ અને પાણી ભેગાં થઈ ગયાં હોય તો અગ્નિ વિના જુદાં થઈ શકે નહીં, અગ્નિનો પ્રયોગ થતાં પાણી બળી જાય છે અને શુદ્ધ દૂધ પ્રાપ્ત થાય છે; તેમ ભેદજ્ઞાનરૂપી અગ્નિ વડે ઔપાધિક ભાવ ટળતાં સ્વાભાવિક ભાવમાં પરિણમન થાય છે. અંતરમાં બિરાજમાન ત્રિકાળી ધ્રુવ પરમાત્માના આશ્રયથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે તો નિર્મળ જ હોય છે. આમ, આત્મા સ્વભાવે શુદ્ધ છે, બુદ્ધ છે અને તેની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે. તે સ્વભાવે નિરંજન, નિરાકાર છે અને તેની અવસ્થા કર્મસંગે મલિન છે. અવસ્થાને શુદ્ધ કરવા, તેમાં રહેલી મલિનતા દૂર કરવા માટે સદ્વ્યવહારનું અવલંબન લેવું જરૂરી છે. આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે સદ્વ્યવહાર, અર્થાત્ સદ્ગુરુ, સત્સંગ, સતુશાસ્ત્ર આદિ સત્સાધન કરવાં જરૂરી છે. આ સાધનો વડે જેમ જેમ આરાધના થતી જાય છે, તેમ તેમ પર્યાય શુદ્ધ થતી જાય છે. જીવ જો નિયમિતપણે સત્સાધનમાં પ્રવૃત્ત થાય તો તેની દૃષ્ટિ નિર્મળ થાય છે, પરિણતિ સુધરે છે. વ્રત, તપ, સંયમ આદિથી વિકારનો ઘટાડો થાય છે. જીવે આત્મહિતકારી એવા સત્સાધનનું અવલંબન અવશ્ય રહણ કરવા યોગ્ય છે. જ્યાં સુધી અખંડપણે આત્મસ્વરૂપમાં સ્થિરતા ન થાય, અર્થાત્ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સાધનરૂપ વ્યવહારની આવશ્યકતા છે. પ્રજ્ઞાવંત તત્ત્વદર્શી જ્ઞાનીપુરુષ શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનરૂપ પર્વત ઉપર જ્યારે ચઢવા માંડે છે ત્યારે વ્યવહારનું અવલંબન લઈને ચઢે છે. પરંતુ જ્યારે શુદ્ધ આત્માના ધ્યાનરૂપ પર્વતના ઉચ્ચતમ શિખર ઉપર ચઢીને ત્યાં નિશ્ચલપણે સ્થિર થાય છે ત્યારે વ્યવહારનું અવલંબન છૂટી જાય છે. વળી, જ્યારે શુદ્ધ ચિતૂપના નિશ્ચલ પ્લાનરૂપ પર્વતથી ઊતરવાનું થાય છે, અર્થાત્ જ્યારે ધ્યાન છૂટી જાય છે ત્યારે તેઓ સ્વાધ્યાય આદિ સદ્વ્યવહારનું અવલંબન લે છે. જો તેઓ સવ્યવહારનું અવલંબન ન લે તો પતિત થવાનો પ્રસંગ આવે છે. સંપૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત યોગારૂઢ પરમ મહર્ષિઓને સવ્યવહારની અપેક્ષા રહેતી નથી, પરંતુ પરમ શુદ્ધ દશા થયા પૂર્વે જો કોઈ વ્યવહારનું અવલંબન છોડી દે તો તેની પ્રગતિ અટકી જાય છે, એટલું જ નહીં પણ તે માર્ગભ્રષ્ટ થાય છે, તેનું પતન થાય છે. શુદ્ધ સોનું ચોવીસ કૅરેટ હોય છે. જ્યાં સુધી તેમાં ચૂરિ આદિ કાલિમા અલ્પ માત્રામાં પણ હોય છે, ત્યાં સુધી તે ચોવીસ કેરેટ સોનું ગણાય નહીં, અર્થાત્ તે અશુદ્ધ સોનું જ છે. સોનાને તાપ આપતાં જ્યારે તે છેલ્લા તાપથી ઊતરે છે ત્યારે તે ચોવીસ કેરેટ શુદ્ધ સોનું હોય છે. જેને ચોવીસ કૅરેટ સોનાનું જ્ઞાન અને શ્રદ્ધા હોય તેમજ તાપ આપતાં તેને ચોવીસ કૅરેટ શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ જાય તો, ત્યારપછી તેને તાપનું પ્રયોજન રહેતું નથી, પરંતુ જેને ચોવીસ કૅરેટ શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy