________________
ગાથા-૧૩૧
૮૩
જ્ઞાનમય, સદા અરૂપી છે, પરમાણુમાત્ર પણ તેનું નથી, દેહાદિ સર્વ પરદ્રવ્ય અને રાગાદિ સર્વ પરભાવથી ભિન્ન એવું આત્માનું સહજ સ્વરૂપ છે એ નિશ્ચય સિદ્ધાંત છે.
વિકારથી રહિત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે તે નિશ્ચયનય બતાવે છે, જેથી જીવમાં સ્વરૂપજાગૃતિ આવે અને સ્વરૂપની ઓળખાણ થતાં તેની પ્રાપ્તિ માટે સાચી ભાવના ઉદિત થાય. શાસ્ત્રમાં શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરાવવા માટે નિશ્ચયની વાત આવે છે. નિશ્ચયથી આત્મા અબદ્ધ છે, અસ્પૃષ્ટ છે, નિર્મળ છે, જ્ઞાનમાત્ર છે. સંસારાવસ્થામાં કર્મ સહિતની અવસ્થા દેખાય છે, પણ તે કર્મરૂપ તેવો થઈ ગયો નથી. આત્મામાં કર્મની ઉપાધિ પેસી ગઈ નથી. પરદ્રવ્યનો માત્ર સંયોગ થયો છે, પણ આત્માનો નિર્મળ સ્વભાવ તો જેમ છે તેમ ત્રણે કાળ રહે છે. જેમ સોનામાં પિત્તળાદિ ધાતુઓનો સંયોગ થયો હોય તોપણ સોનું તેનું સોનાપણું નથી છોડતું, તે તો સોનું જ રહે છે; તેમ અનેક સંયોગો વચ્ચે રહેલો ભગવાન આત્મા સંયોગરૂપ નથી થઈ જતો; અસંયોગી જ રહે છે; અશુદ્ધ નથી થઈ જતો, શુદ્ધ જ રહે છે. જડના સંયોગમાં રહેલો ભગવાન આત્મા જડ નથી થઈ જતો, પરંતુ સર્વજ્ઞસ્વભાવી જ રહે છે. જેમ સોનું અને પિત્તળ એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ સોનું પિત્તળ થઈ જતું નથી, તેમ આત્મા અને પુદ્ગલ એકક્ષેત્રાવગાહે રહેવા છતાં સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા જડ થઈ જતો નથી. ભગવાન આત્મા તો સર્વ કાળ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ છે.
વર્તમાનમાં આત્માની દશા ભલે મલિન હોય, પણ સ્વભાવદષ્ટિથી જોતાં તેમાં મલિનતાનો પ્રવેશ થયો જ નથી. તે તો શુદ્ધ જ છે. રાગ-દ્વેષાદિ વિકારો વખતે પણ આત્મસ્વભાવ વિકારરૂપ નથી થઈ જતો, પણ શુદ્ધ જ રહે છે. બરફની શિલા ઉપર કોઈ લાલ રંગ નાખી દે તો તે બરફ પીગળવાથી શિલામાંથી વહેવાવાળું જળ લાલ થઈ જાય છે, પણ શિલા કંઈ લાલ નથી થઈ જતી, તે તો તે વખતે પણ સફેદ જ રહે છે. બરફની સપાટી ઉપર લાલ રંગ છે, તેથી તેમાંથી નીકળતું જળ લાલ હોય છે, ઉપરથી જે લાલ રંગ પડ્યો છે તે જળ સાથે વહે છે, પરંતુ અંદરની શિલા ત્યારે પણ સફેદ જ રહે છે. શિલા ઉપર રંગ પડવાથી એમ દેખાય છે કે શિલા લાલ થઈ ગઈ, પણ શિલામાં તો રંગનો પ્રવેશ સુધ્ધાં નથી થયો, તે તો અમલ સ્વરૂપે જ છે. તેમાં વિકાર માત્ર પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે, સ્વભાવમાં તો તેનો પ્રવેશ પણ થતો નથી. પર્યાયમાં ઉત્પન્ન થવાવાળો વિકાર ત્રિકાળી ધ્રુવને તો સ્પર્શી પણ નથી શકતો. મલિન ક્ષણિક પર્યાયથી અમલ અખંડ અવિનાશી સ્વભાવને લેશ પણ હાનિ પહોંચતી નથી.
આવા સ્વભાવના ભાન વડે, અવસ્થામાં પેસી ગયેલી અશુદ્ધિ ટાળી શકાય છે. અશુદ્ધ અવસ્થા એ મારો સ્વભાવ નથી' એવું શ્રદ્ધાન કરી જીવ પ્રયત્ન કરે તો અશુદ્ધ દશા ટાળી શકાય છે. હું પરથી જુદો છું. મારામાં પરદ્રવ્યનો-પરભાવનો પ્રવેશ નથી'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org