________________
૫૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” - વિવેચન પણ થઈ શકે એમ નથી એવા જીવને કર્મસંયોગ અનાદિ છે અને તે બંધનો અંત ક્યારે પણ આવતો નથી. અભવી જીવો આ સંસારમાં અનાદિ કાળથી કર્મયુક્ત છે અને ભાવિમાં પણ તેમનો કર્મબંધ અનંત જ રહેવાનો છે. તેઓ કદાપિ મુક્ત નહીં થાય. (૨) અનાદિ-સાંત – જે સંયોગનો આદિ નથી પણ અંત છે. આ બીજા ભેદમાં આસન ભવ્ય જીવોનો કર્મ સાથેનો સંયોગ આવે છે. આસન ભવ્ય જીવોનો કર્મબંધ ભૂતકાળની દષ્ટિએ અનાદિ જરૂર છે, પરંતુ ભાવિની દષ્ટિએ સાંત છે, અંત સહિત છે. એક દિવસ આ કર્મબંધનો અંત જરૂર આવશે. (૩) સાદિ-અનંત – જે સંયોગનો આદિ છે પણ અંત નથી. મોક્ષની શરૂઆત છે. કર્મક્ષય પછી જ્યારે આત્મા મોક્ષમાં જાય છે ત્યારે તે મોક્ષનો આદિ થયો કહેવાય છે અને એક વાર મોક્ષ પામ્યા પછી તે અનંત છે, સાંત નહીં. તે જીવના મોક્ષનો અંત ક્યારે પણ આવતો જ નથી. (૪) સાદિ-સાંત – જે સંયોગનો આદિ પણ છે અને અંત પણ છે. જીવાત્મા સાથે વ્યક્તિગત કર્મના સંયોગનો આદિ પણ છે અને અંત પણ છે. જીવ સાથે જ્યારે એક કર્મ બંધાય છે ત્યારે તે કર્મનો આદિ - તેની શરૂઆત થાય છે અને જ્યારે એ કર્મનો ક્ષય થાય છે ત્યારે તે કર્મનો અંત થાય છે. કર્મપરંપરાની દૃષ્ટિએ સર્વ જીવોનાં કર્મ અનાદિ છે, એક જીવની કર્મપરંપરાનો વિચાર કરતાં પણ તે અનાદિ છે, પરંતુ પરંપરાને ન જોતાં એક વ્યક્તિગત કર્મને જોવામાં આવે તો તે સાદિ છે અને એક દિવસ નિર્જરી જાય છે માટે સાંત છે.
આ પ્રમાણે સંયોગ સંબંધની ચતુર્ભગી થાય છે. આત્મા અને કર્મનો સંબંધ એક કર્મની અપેક્ષાએ ચોથા પ્રકારનો છે, જ્યારે ભવ્ય જીવ અને કર્મનો સંબંધ પ્રવાહની અપેક્ષાએ બીજા પ્રકારનો છે. પુરુષાર્થ વડે એ સંબંધનો અંત આવવાથી મોક્ષની સિદ્ધિ થાય છે. અનાદિ કર્મસંયોગનો નાશ થાય એવી અનાદિ-સાત ભાંગાવાળી વ્યવસ્થા ભવ્ય જીવોને માટે જ છે. અભવી જીવનો કર્મનો સંગ પ્રથમ પ્રકારનો છે. અભવ્યોના અનાદિ કર્મ સંબંધનો કદી નાશ થતો નથી, એટલે કે ત્યાં જીવ-કર્મ સંબંધ આત્મા અને આકાશના અનાદિ-અનંત સંબંધ જેવો જ છે.
જીવરાશિની અપેક્ષાએ જોઈએ તો જીવ-કર્મનો સંયોગ અનાદિ-સાંત અને અનાદિઅનંત એમ બન્ને પ્રકારનો છે. જીવમાં બને જાતના સંબંધો ઘટી શકે છે, એમાં કશો જ વિરોધ આવતો નથી. પરંતુ જીવવિશેષનો વિચાર કરવામાં આવે તો એ બન્ને સંબંધ એક જીવમાં સંભવે નહીં, કારણ કે તેમાં વિરોધ છે. એ બન્ને સંબંધ પરસ્પર વિરુદ્ધ છે, તેથી જે જીવ અને કર્મોનો અનાદિ-અનંત સંબંધ હોય છે, તેનામાં અનાદિ-સાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org