________________
ગાથા-૮૯
૫૫
કર્મની અનાદિ સંતતિનો અંત ન આવે એવો મત યથાર્થ નથી, કારણ કે બીજઅંકુરની સંતતિ અનાદિ છતાં, મરઘી-ઈડાની સંતતિ અનાદિ છતાં, સુવર્ણ અને માટીનો સંબંધ અનાદિ છતાં વિભિન્ન ઉપાયથી તે નાશ પામી શકે છે; તેમ જીવ અને કર્મનો અનાદિ સંબંધ ઉપાયવિશેષથી નાશ પામી શકે છે. આ વિષે આચાર્યશ્રી જિનભદ્રજી વિશેષાવશ્યકભાષ્ય'માં લખે છે કે બીજા અને અંકુરમાંથી ગમે તે એકનો પોતાના કાર્યને ઉત્પન્ન કર્યા પહેલાં જ જો નાશ થઈ જાય તો બીજ-અંકુરના સંતાનનો અંત આવી જાય છે અને તે જ પ્રમાણે મરઘી અને ઈડા વિષે પણ કહી શકાય કે મરઘી અને ઈંડાની સંતતિ પણ અનાદિ કાળથી હોવા છતાં જ્યારે તે બન્નેમાંથી એક પોતાના કાર્યને ઉત્પન્ન કર્યા પહેલાં જ જો નષ્ટ થઈ જાય તો તે બન્નેના સંતાનનો પણ અંત આવે. વળી, સોનું અને માટીનો સંયોગ અનાદિસંતતિગત હોવા છતાં અગ્નિતાપાદિથી તે સંયોગનો નાશ થાય છે, તે જ પ્રકારે જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિસંતતિગત હોવા છતાં સમ્યક્ શ્રદ્ધાદિ રત્નત્રય વડે તે સંયોગનો નાશ કરી શકાય છે. સર્વ કર્મના આત્યંતિક વિયોગરૂપ અવસ્થા તે જ મોક્ષપદ છે.'
આમ, કર્મોની સંતતિ અનાદિ હોવા છતાં પણ પુરુષાર્થ દ્વારા કર્મોનો નાશ કરવામાં આવે તો તેની સંતતિ નિઃશેષ થઈ નષ્ટ થઈ જાય છે, તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં પણ આકાશ અને આત્મા જેવો અનાદિ-અનંત સંબંધ નથી, પણ સુવર્ણ અને માટી જેવો અનાદિ-સાંત સંબંધ છે. કર્મસંતતિ અનાદિ હોવા છતાં કર્મસંતતિનો નાશ થઈ શકે છે.
સંયોગ સંબંધની ચતુષ્ટયી આ પ્રમાણે છે – (૧) અનાદિ-અનંત – જે સંયોગનો આદિ પણ નથી અને અંત પણ નથી. આત્મા અને આકાશનો સંબંધ આ પ્રકારનો છે. આત્મા સંસાર અવસ્થામાં હોય કે મોક્ષ અવસ્થામાં હોય, અવગાહનાના કારણે આત્માનો આકાશની સાથે સંબંધ અનાદિ-અનંત, એટલે કે આદિ-અંત વિનાનો છે. વળી અભવી જીવને, અર્થાત્ જે જીવનો મોક્ષ ક્યારે ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, 'વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૮૧૮,૧૮૧૯
'अण्णतरमणिव्वत्तितकज्जं बीयंकुराण जं विहितं । तत्थ हतो संताणो कुक्कुडि-अण्डातियाणं च ।। जधवेह कंचणोवलसंजोगोऽणातिसंतिगतो वि ।
वोच्छिज्जति सोवायं तध जोगो जीवकम्माणं ।।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૨૫
'अनादिसंततेर्नाशः स्याद्वीजांकुरयोरिव । कुक्कुट्यंडकयोः स्वर्णमलयोरिव वानयोः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org