________________
ગાથા-૮૯
પ૭ સંબંધ નથી હોતો અને જેનામાં અનાદિ-સાંત સંબંધ હોય છે, તેનામાં અનાદિ-અનંત સંબંધ નથી હોતો. અભવ્ય જીવોમાં કર્મસંયોગ અનાદિ-અનંત છે, કારણ કે અભવ્ય જીવોનો મોક્ષ નથી. તેવા જીવોના કર્મસંયોગનો કદી નાશ થતો જ નથી. ભવ્ય જીવોમાં તે સંયોગ અનાદિ-સાંત છે, કારણ કે તેઓ કર્મસંયોગનો નાશ કરી મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત ‘પંચાસ્તિકાય'નો અનુવાદ કરતાં
શ્રીમદ્ લખે છે
સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઈ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઈનો અનાદિઅનંત છે, એમ ભગવાન સર્વજ્ઞ કહ્યું છે.”
ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના જીવો છે. અનાદિ સહજ પરિણામથી જીવ બે પ્રકારના સ્વભાવવાળા હોવાથી બે જાતિના છે - એક ભવ્ય અને બીજા અભવ્ય. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય. મોક્ષ પામવાની સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય જીવો કદી પણ મોક્ષ ન પામે. ભવ્ય જીવમાં ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. અભવ્ય જીવમાં અભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અયોગ્યતા. ભવ્ય જીવોમાં મોક્ષે જવાની યોગ્યતારૂપ સ્વભાવની સત્તા અનાદિથી રહેલી છે, તેથી તેમની ભવપરિણતિ બદલાય છે. અભવ્ય જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા ન હોવાથી તેમની ભવપરિણતિ ક્યારે પણ બદલાતી નથી - અનાદિથી જેવી છે તેવી ને તેવી જ રહે છે. જેમનામાં મોક્ષે જવાની યોગ્યતાવાળો પરિણામિક ભાવ છે એવા ભવ્ય જીવોને વિષે કર્મનો સંબંધ નષ્ટ થઈ શકે છે, તેથી મોક્ષરૂપ વસ્તુસ્વરૂપને સ્થાપન કરવાની મર્યાદા ભવ્ય જીવોને વિષે છે. ભવ્ય જીવોમાં પણ કેટલાક જાતિભવ્ય જીવો હોય છે. જાતિભવ્ય એટલે મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં જેમને ક્યારે પણ મોક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી તેવા જીવો. અભવ્ય જીવો સામગ્રી મળવા છતાં મોક્ષ પામતા નથી, જ્યારે જાતિભવ્ય જીવોને તો મોક્ષ પામવાની સામગ્રી જ મળતી નથી.
એક દૃષ્ટાંત વડે જીવોના આ ભેદોને સમજીએ. એક કન્યા એવી છે કે જે લગ્ન પછી માતા બને છે. બીજી કન્યા એવી છે કે જે લગ્ન પછી પણ જીવનભર માતા થતી નથી. તે ક્યારે પણ બાળકને જન્મ આપતી નથી. તેને વંધ્યા કે વાંઝણી કહેવાય છે. ત્રીજી કન્યા એવી છે કે જે બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ લે છે, તેથી હવે તે ક્યારે પણ માતા નહીં બને. સાધ્વી માતા ન જ બને એ વાત સાવ સાચી છે, પરંતુ માતા બનવાની યોગ્યતા તો તે ધરાવે છે. તે માતૃત્વની, અર્થાત્ માતા થવાની શક્યતા તો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૪ (આંક-૭૬૬, ૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org