________________
પ૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તો શરીર કે કર્મ બન્નેમાંથી એક પણ ઉત્પન ન થાય. એટલે માનવું જોઈએ કે જીવ કર્મ દ્વારા શરીરને ઉત્પન્ન કરે છે, તેથી તે જીવ શરીરનો કર્તા છે અને જીવ એ શરીર દ્વારા કર્મને ઉત્પન્ન કરે છે, તેથી તે જીવ કર્મનો પણ કર્તા છે; જેમ દંડ દ્વારા ઘટને ઉત્પન્ન કરનાર કુંભાર ઘટનો કર્તા કહેવાય છે, તેમ કર્મયુક્ત જીવ શરીરનો કર્તા બને છે અને શરીરયુક્ત એ જીવ કર્મનો કર્તા બને છે. આથી શરીર અને કર્મની સંતતિ અનાદિ હોવાથી જીવને પણ અનાદિ માનવો જોઈએ અને તેનો બંધ પણ અનાદિ માનવો જોઈએ. આમ, સિદ્ધ થાય છે કે જીવ અનાદિ છે અને કર્મનો બંધ પણ અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે.
ચેતનની કૃષિ આદિ ક્રિયા જેમ સફળ છે, તેમ દાનાદિ ક્રિયા પણ સફળ છે અને તેનું જે ફળ તે કર્મ છે, તેથી કર્મનો બંધ સ્વીકારવો જ જોઈએ. જીવમાં બંધ સંભવે છે, કારણ કે જીવની દાન તથા હિંસાદિ ક્રિયા સફળ છે; અને એ બંધનો વિયોગ પણ જીવમાં સંભવે છે, કારણ કે જીવ અને કર્મનો સંબંધ સંયોગરૂપ છે. તેથી જીવમાં બંધ અને મોક્ષ છે. જો બંધ-મોક્ષ ન હોય તો મુક્તિના પ્રરૂપક શાસ્ત્રો અને તેમાં કહેલી સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય. વળી, પ્રત્યક્ષ જણાતા જન્મ-મરણ, સુખ-દુ:ખ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ વગેરે અસત્ય ઠરે.
સ્થૂળ દૃષ્ટિએ જોવામાં આવે તો આત્માનો બંધ અને મોક્ષ નહીં માનનારા જીવો આત્માને માને છે એમ જણાય છે, પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં જણાય છે કે તેઓ આત્માની સત્તાને જ માનતા નથી. જો તેઓ આત્માનો મોક્ષ નથી માનતા, તો તેઓ આત્માને કર્મનો બંધ થાય છે એમ પણ નથી જ માનતા અને તેથી તેઓ આત્માને (કર્મબંધના હેતુભૂત) રાગાદિમય પણ નથી માનતા. આમ માનવાથી રાગાદિમય સંસારી આત્માઓની સત્તાનો લોપ થાય છે. વળી, તેઓ વીતરાગસ્વરૂપ આત્માને તો નથી જ માનતા, કેમ કે એ તો આત્માની મોક્ષ અવસ્થા છે અને આત્માનો મોક્ષ તો તેઓ માનતા જ નથી. આમ, બંધ-મોક્ષનિષેધથી તો બન્ને પ્રકારના આત્માની સત્તાનો નિષેધ ફલિત થાય છે, એટલે સૂક્ષ્મ દૃષ્ટિથી તો તેઓ આત્માનું અસ્તિત્વ ન માનનાર જ છે.
કેટલાક અમોક્ષવાદીઓ એમ દલીલ કરે છે કે જે અનાદિ હોય તે અનંત પણ હોય જ છે. જે પદાર્થનો આદિ હોય તેનો અંત હોય જ છે અને જે અનાદિ હોય તે અનંત જ હોય છે. આ ન્યાય અનુસાર અનાદિ કર્મબંધનની સંતતિનો નાશ થઈ શકે નહીં. કર્મબંધનનો કોઈ આદ્ય સમય નથી, તેથી તે અનાદિ છે. જેમ કર્મબંધ અનાદિથી ચાલ્યો આવે છે, તેમ અનંત કાળ સુધી રહેવો જોઈએ, અર્થાત્ જીવનો મોક્ષ સંભવિત નથી. કર્મબંધ અનાદિ હોવાથી જીવનો મોક્ષ ઘટી શકતો નથી.
આ દલીલનું સમાધાન આ પ્રમાણે છે - કર્મનો સંબંધ જીવ સાથે જો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org