________________
ગાથા-૮૯
૪૯
હોય તો મોક્ષ કોનો થાય? કેવી રીતે થાય? તેથી જીવ પણ આકાશની જેમ અમૂર્ત દ્રવ્ય હોવાથી તેમાં પણ બંધ-મોક્ષ ઘટી શકે નહીં. આવો મત ધરાવનારાઓ કર્મ પહેલું, જીવ પહેલો કે બન્ને સાથે ઉત્પન્ન થાય છે એવા વિકલ્પો દ્વારા સિદ્ધ કરે છે કે જીવકર્મનો સંબંધ ઘટી શકતો નથી.
વિચાર કરતાં સમજાય છે કે આ વાત અસંગત છે. શરીર અને કર્મની સંતતિ અનાદિ છે, કારણ કે તે બન્નેમાં પરસ્પર કારણ-કાર્યભાવ છે, બીજ-અંકુરની જેમ. બીજ અને અંકુરની માફક તે બન્નેમાં પરસ્પર કારણ-કાર્યભાવ રહેલો છે. શરીરથી કર્મ ઉત્પન્ન થાય છે અને પૂર્વકર્મના ફળ સ્વરૂપે શરીરની ઉત્પત્તિ થાય છે. શરીરથી કર્મ બંધાય છે અને એ કર્મથી શરીર મળે છે. પ્રાપ્ત થયેલ એ શરીરથી ફરી કર્મ બંધાય છે અને એ કર્મથી ફરી શરીર મળે છે. શરીર એ કારણ છે, કર્મ એ કાર્ય છે; અને વળી, કર્મ એ કારણ છે અને શરીર એ કાર્ય છે. આમ, બન્નેનો પરસ્પર કારણ-કાર્યભાવ છે. શરીર અને કર્મ પરસ્પર કારણ-કાર્ય છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ થાય છે, આ ક્રમ અનાદિ કાળથી ચાલ્યો આવે છે માટે બીજ અને અંકુરની સંતતિ અનાદિ છે; તે જ પ્રમાણે દેહથી કર્મની અને કર્મથી દેહની ઉત્પત્તિનો ક્રમ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, માટે તે બન્નેની સંતતિ પણ અનાદિ છે. જેમ બીજ અને અંકુરનો કારણ-કાર્યભાવ પ્રવાહથી અનાદિ છે, તેમ દેહ અને કર્મનો કારણ-કાર્યભાવ પણ અનાદિ સંતતિરૂપ છે. આ તથ્ય સામે પૂર્વપક્ષનો કોઈ વિકલ્પ ટકી શકતો નથી. તેઓ જે વિકલ્પ કરે છે કે કર્મ પહેલું કે જીવ પહેલો - એ વિકલ્પને કોઈ અવકાશ જ નથી, કારણ કે તેની સંતતિ અનાદિ છે.
શરીરથી કર્મ ઉત્પન્ન થાય છે, એટલે કે કર્મ એ શરીરનું કાર્ય છે; પણ જે શરીરે કર્મને ઉત્પન્ન કર્યું, તે શરીર પણ પૂર્વકર્મનું કાર્ય છે, અર્થાત્ તે પણ કર્મથી જ ઉત્પન્ન થયેલું છે; વળી પાછું જે કર્મ વડે કર્મોત્પાદક શરીર ઉત્પન્ન થયું, તે કર્મ પણ પૂર્વશરીરથી ઉત્પન્ન થયેલ હોય છે. આ પ્રમાણે કર્મ અને શરીર પરસ્પર કારણકાર્યભાવ હોવાથી બનેની સંતતિ અનાદિ છે; તેથી કર્મની સંતતિ પણ અનાદિ જ છે. જે કર્મ કરાય છે તે જ તો બંધ છે, એટલે જો કર્મસંતાન અનાદિ હોય તો બંધ પણ અનાદિ સિદ્ધ થાય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે કર્મસંતાન અનાદિ સિદ્ધ થવાથી બંધનો સંભવ કહ્યો, પણ અત્રે તો શરીર અને કર્મમાં પરસ્પર કારણ-કાર્યભાવ સિદ્ધ કર્યો છે, તો તેમાં જીવને કંઈ લેવા-દેવા રહેતી નથી, તેથી જીવ-કર્મનો સંયોગ અનાદિ છે એમ કઈ રીતે કહી શકાય?
શરીર અને કર્મનો પરસ્પર કાર્ય-કારણભાવ ખરો, પણ જો કોઈ કર્તા ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org