________________
૭૫૪
"શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.''
ભક્તિમાર્ગ સર્વોપરી છે, સર્વોત્કૃષ્ટ છે. ભક્તિમાર્ગની આરાધના અત્યંત સરળ છે. ભક્તિમાર્ગમાં દિવ્ય પ્રેમની સાધના કરવી એ મુખ્ય લક્ષ્ય છે. સામાન્ય મનુષ્ય વ્યવહાર જીવનમાં પ્રેમ કરવા એટલો બધો ટેવાઈ ગયો છે કે પ્રેમ કરવો તેના માટે જાણે કે સહજ - સ્વાભાવિક બની ગયું છે. આવો મનુષ્ય જ્યારે ભક્તિમાર્ગની આરાધના તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે તેણે તો માત્ર જગતના પદાર્થો પ્રત્યે વહેતી પોતાના પ્રેમની ધારાને સદ્ગુરુ તરફ વાળવાની હોય છે અને તેથી તો આ પ્રક્રિયાને સમજણપૂર્વક અપનાવવામાં આવતાં તેમાં કઠિનતા અનુભવાતી નથી. આ પ્રક્રિયામાં માત્ર પ્રેમની દિશાને બદલવાના પુરુષાર્થ સિવાય કોઈ અન્ય પરિશ્રમ કરવો પડતો નહીં હોવાથી તેમાં કઠિનતા નથી, તેથી બીજી સાધનાપદ્ધતિ કરતાં ભક્તિમાર્ગ સરળ છે. અન્ય સાધનાપદ્ધતિઓ સામાન્ય જીવ માટે દુર્ગમ છે, કઠિન છે. ભક્તિમાર્ગની સાધના બીજા માર્ગ કરતાં પ્રમાણમાં સરળ છે અને પડવાનાં સ્થાનકો નહીંવત્ છે. આ કારણોને લીધે શ્રીમદે આ કાળમાં ભક્તિમાર્ગને સર્વોપરી કહી, તેનું અવલંબન અંગીકાર કરવા પ્રેરણા કરી છે.
ઘણા મહાત્માઓએ મુખ્યપણે ભક્તિમાર્ગનો આશ્રય કર્યો છે અને પોતાના આશ્રિતોને પણ ભક્તિમાર્ગનું અવલંબન લેવાની મુખ્યતાએ પ્રેરણા કરી છે, કારણ કે તે પ્રમાણે વર્તવાથી સ્વપરકલ્યાણનો માર્ગ શીધ્ર પ્રશસ્ત થશે એવા નિર્ણય ઉપર તેઓ આવેલા છે. તેમને એવો નિશ્ચય છે કે શ્રી સદગુરુદેવની ભક્તિ પ્રત્યે લીન થવું એ આત્મકલ્યાણનો સરળતમ અને સર્વોપરી ઉપાય છે, મોક્ષનો ધુરંધર માર્ગ છે. શ્રીમદ્ લખે છે –
પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ અને લાગ્યો છે.”૨
‘આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે.”૩
અહીં કોઈને પ્રશ્ન થાય કે શ્રી જિનેશ્વરદેવપ્રણીત પવિત્ર જૈનદર્શનમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, જ્યારે અહીં ભક્તિને મોક્ષમાર્ગ કહ્યો છે; તો શું આ પ્રતિપાદન પરસ્પર વિરોધી નથી? તેનું સમાધાન આ રીતે વિચારવાથી થઈ જશે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૬૪ (પત્રાંક-૨૦૧) ૨- એજન, પૃ.૩૩૫ (પત્રાંક-૩૮૦) ૩- એજન, પૃ.૧૬૯-૧૭૦ (પત્રાંક-૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org