SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૬ ૭૫૩ વાર શાંત થઈ જતાં તથા અંતરના ઊંડાણમાં ઊતરતાં વિકલ્પો વિલીન થઈ જવાથી આત્મપ્રભુનો ભેટો થવો. ભક્તિ શબ્દ ‘મન' ધાતુ ઉપરથી બનેલો છે. ‘મન’ એટલે જોડાવું. જે નિયત સમયમર્યાદા કે સાનુકૂળ ક્ષેત્રની અપેક્ષા વગર નિરંતર સદ્ગુરુ સાથે અંતરથી જોડાયેલો રહે એ જ સાચો ભક્ત છે. ભક્ત દુકાનમાં, રસોડામાં કે ગમે ત્યાં હોય અને ગમે તે પ્રવૃત્તિ કરી રહ્યો હોય, તે સદ્ગુરુ સાથે અંતરથી જોડાયેલો રહે છે. પ્રભુ સમીપમાં જ છે એમ તે અનુભવે છે અને તે પ્રમાણે જ જીવે છે. ભક્તિ તો આવા અંતરંગ સંબંધની નિષ્પત્તિ છે. જો અંતરંગ જોડાણ ન હોય તો સદ્દગુરુનો બાહ્ય સમાગમ મળવા છતાં ભક્તિ પ્રગટતી નથી. આંબાના ઝાડ ઉપરની કેરીઓનો સંબંધ આંબાની ડાળ મારફતે જ એકબીજા સાથે બંધાયેલો હોય છે. જો બે કેરીને ઝાડ ઉપરથી તોડીને ટોપલામાં બાજુબાજુમાં - અત્યંત નિકટ મૂકવામાં આવે તો પણ તે બન્ને વચ્ચે કોઈ સંબંધ હોતો નથી, કારણ કે આંબામાં જે જીવનરસ ડાળીએ ડાળીએ ફરીને એક કેરીનો સંબંધ બીજી કેરી સાથે જોડતો હતો તે સંબંધ હવે તૂટી ગયો છે. ટોપલીઓમાં પડેલી તે કેરીઓ હવે એકલી છે, અલગ છે; સાથે હોવા છતાં, નજીક હોવા છતાં, અરે! બાહ્યથી સ્પર્શતી હોવા છતાં પણ તે એકબીજાથી અલગ છે, અજાણી છે, પારકી છે. ભલે બાહ્યથી તે એકબીજાને સ્પર્શતી પણ હોય, છતાં તેનાં અંતર હવે સ્પર્શતાં નથી. તેમ સદ્ગુરુ સાથે બાહ્યથી ગમે તેટલી નિકટતા હોય, પણ જો સદ્ગુરુ સાથેનો અંતરસ્પર્શ વિકસ્યો ન હોય અથવા અંતરસ્પર્શને અવરોધ કરે એવા દોષને પોષવામાં આવે તો તેમનો યોગ અફળ જાય છે. અનંત કાળ પર્યત તે જીવે સંસાર-ઉકરડામાં સડ્યા કરવું પડે છે. સાચો સાધક બાહ્ય સમાગમ તો ઇચ્છે જ છે, પણ તેને વિશેષ ભાવના તો અંતરસ્પર્શની જ હોય છે. માત્ર બાહ્ય નિકટતાથી નહીં, પણ યથાર્થ અંતરસ્પર્શથી જ ભક્તિ જાગે છે. જીવ સદ્ગુરુનો આશ્રય અંતરથી રહે તો યથાર્થ ધર્મારાધના થાય છે. ધર્મની સાચી સમજ આપનાર, આત્મસાધનાની અમૂલ્ય પ્રેરણા દેનાર સદ્દગુરુનો આશ્રય જ ઉત્તમ શરણ છે. સદ્ગુરુ સિવાય ત્રણે જગતમાં કોઈ શરણભૂત નથી, માટે જ સદ્ગુરુનો આશ્રય આહવારૂપ ભક્તિમાર્ગ શ્રી જિને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ બની સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન કરાવનાર છે. સદ્ગુરુની ભક્તિ સર્વ દોષને સુલભતાથી ક્ષય કરે છે. શ્રીમદ્ લખે છે – ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy