________________
ગાથા-૧૨૬
૭૫૫ ભક્તિ શબ્દમાં ત્રણ ભાવો અંતર્ગત રહ્યા છે - (૧) પ્રેમ (હૃદયની સોંપણી), (૨) શ્રદ્ધા (બુદ્ધિની સોંપણી) અને (૩) અર્પણતા (ઇચ્છાની સોંપણી).
જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે. શ્રદ્ધા પ્રેમની સાથે રહે છે, પ્રેમને ઉજ્વળ રાખે છે, ટકાવે છે. પ્રેમ અને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુઓ છે. પ્રેમ અને શ્રદ્ધા વધતાં અર્પણતા આવતી જાય છે અને વિકસે છે. આ ત્રણની એકતા એટલે ભક્તિ. આ ગુણોનો ત્રિવેણી સંગમ એટલે અગોચર અને અગમ એવા અલૌકિક પદાર્થનો અનુભવ.
સપુરુષમાં પ્રેમ એટલે તેમના દેહ પ્રત્યે પ્રેમ નહીં પણ દેહથી ભિન્ન એવા અનંત ઐશ્વર્યયુક્ત વૈભવ અને ગુણોથી શોભિત જ્યોતિ સ્વરૂપ, સ્વપરપ્રકાશક આત્મા પ્રત્યે પ્રેમ અને આદર. સપુરુષ પ્રત્યેના પ્રેમના કારણે જડ અને ચેતન વચ્ચેની વહેંચણી, દેહ અને આત્મા વચ્ચેની સાચી અને યથાર્થ ખતવણી સહજ થાય છે અને તેને સમ્યજ્ઞાન કહે છે. વળી, પુરુષના ઉપદેશમાં તે જ વાત આવે છે ત્યારે તે જ્ઞાનની દૃઢતા થાય છે. આને વ્યવહારથી સમ્યજ્ઞાન કહ્યું છે. પુરુષનાં સ્વરૂપ અને વચનોમાં શ્રદ્ધાને વ્યવહારથી સમ્યગ્દર્શન કહ્યું છે.
ભક્તિમાં સમાવેશ પામેલો ત્રીજો ભાવ છે અર્પણતા. અર્પણતા એટલે મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિ પુરુષને આધીન હોવી. સર્વ ભાવ સપુરુષના પવિત્ર ચરણકમળમાં સોંપી દેવા. અર્પણતા એટલે અહં-મમત્વભાવનો આત્મબુદ્ધિએ ત્યાગ કરવો અને શ્રી સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તવું. જેમ જેમ સદ્ગુરુ પ્રત્યે શિષ્યના ભાવો પ્રેમ અને શ્રદ્ધારૂપી ગુફાના ઊંડાણમાં જાય છે અને અર્પણતાનો પ્રકાશ તે ભાવોને અજવાળે છે, સહાયભૂત થાય છે; તેમ તેમ તે બન્ને ગુણોની વિશુદ્ધતા વધે છે, સ્થૂળ દોષોનું જવું થાય છે, સૂક્ષ્મ દોષો દેખાવા શરૂ થાય છે અને આજ્ઞામાં રહીને દોષોના ક્ષય માટેનો પુરુષાર્થ થાય છે. ઇચ્છાઓ, તૃષ્ણાઓ ક્ષીણ થતી જાય છે. આ પ્રમાણે રાગવૈષનું, ઇચ્છાઓનું ક્ષીણ થવું, તેનો સંયમ થવો તેને વ્યવહારથી સમ્મચારિત્ર કહ્યું છે.
જ્યારે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા ક્રમે કરીને વધી શુદ્ધતા પ્રત્યે જાય છે ત્યારે પ્રેમસમાધિ આવે છે. પ્રેમસમાધિ એટલે ભગવાનરૂપ સત્પરુષના સતત સુખરૂપ સ્મરણથી ઉત્પન્ન થતી એકાગ્રતા અને આ એકાગ્રતાના પરિણામે જન્મ પામતી આનંદપ્રદ શાંતિ. આ અનુભવ અભુતતા સર્જવા સમર્થ થાય છે. કોઈ અતીવ શુભ અને સુભગ પળે સ્વાનુભૂતિ પ્રગટે છે. આમ, સસ્વરૂપના અનન્ય ચિંતનથી આજ્ઞાના આરાધનના ફળરૂપે પોતાના શુદ્ધસ્વરૂપી ચૈતન્યાત્માનો શુદ્ધ અનુભવ થાય છે અને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય પ્રગટે છે. આ જ પુરુષાર્થથી આત્મા આખરે કૈવલ્યપદને પ્રાપ્ત કરે છે. આ ઉપરથી એ સમજાશે કે ભક્તિમાં રહેલા પ્રેમ-શ્રદ્ધા-અર્પણતા તથા શ્રી જિનના સિદ્ધાંતમાં પ્રરૂપેલ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org