SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દોષોથી તે અકળાઈ ઊઠે છે. ભયપ્રસંગે માતાના પાલવને વધુ જોરથી પકડી લેતા બાળકની જેમ તે મોહાસક્તિથી મૂંઝાઈને સદ્ગુરુનો આશ્રય વધુ દૃઢતાથી રહે છે. સગુરુના કૃપાબળ દ્વારા જીવ પોતાના અસ્તિત્વને સાર્થક કરવા ભણી ડગ માંડે છે. સદ્ગુરુ તેને ધર્મની કળા શીખવાડે છે. સદ્ગુરુ શિષ્યને જે કહે છે, તે વાત શિષ્યની દશાને ધ્યાનમાં રાખીને, તેના અંતરરોગને પારખીને કહે છે. તેઓ શિષ્યના અંતઃકરણ સાથે અનુસંધાન કરી તેને સત્સાધન સૂચવે છે. તેનો લાભ શેમાં છે તે જોઈને તેને બોધ આપે છે. શિષ્યના અવચેતન મનમાં પડેલી ગ્રંથિઓનું કારણ તથા મારણ શોધી, તેને સાધનદશા અને જ્ઞાનદશાનાં સોપાન ઉપર આગળ ધપાવે છે. શિષ્ય જ્યાં છે ત્યાંથી તેણે પ્રથમ પગલું કઈ તરફ, કેવી રીતે ભરવું તે અંગેનો ઇશારો કરે છે. તેમના માર્ગદર્શનમાં વીતરાગતા સાથે કરુણાનો, જ્ઞાનદાન સાથે વિશિષ્ટ પ્રજ્ઞાનો અકથ્ય સુમેળ હોય છે. સદ્દગુરુ શિષ્યને માર્ગ સંબંધી સમજણ આપે છે તથા તેના સંશયો દૂર કરે છે. તેઓ સતત પ્રેરણા અને બળ પ્રદાન કરે છે. સદ્દગુરુનું જીવન અવલોકતાં શિષ્યને એવો વિશ્વાસ આવે છે અને એવો અનુભવ થાય છે કે “મને અહીં શાંતિ અવશ્ય પ્રાપ્ત થશે.' હજુ તેને તાત્ત્વિક સુખની અનુભૂતિ તો થઈ નથી, પણ સદ્ગુરુના સમાગમમાં તેને સાત્વિક આનંદની જે શીતળ લહેરી અનુભવાય છે, એનાથી તેને સ્વરૂપસમુદ્રની નિકટતાનો ભરોસો બેસે છે. - સદ્ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. શિષ્યને કંઈ પણ તકલીફ આવે, મુશ્કેલી પડે તો તેઓ તરત જ મદદે દોડી આવે છે, પણ તેઓ શિષ્યને પરાધીન - પરાવલંબી નથી બનાવતા. તેઓ શિષ્યને સમસ્યાનો ઉકેલ જાતે શોધવા ઉત્સાહ આપે છે. તેઓ તેને સ્વાવલંબી બનાવે છે. શિષ્ય પડે ત્યારે સદગુરુ પ્રેમથી તેની સામે જુએ છે, નેત્રથી સહારો અને સધ્યારો આપે છે કે હું અહીં જ છું, તું ઊઠવાનો પુરુષાર્થ કર.' સુશિષ્ય પોતાની અલ્પ શક્તિઓને કામે લગાડે છે. સગુરુના બોધથી મળેલી યુક્તિ અનુસાર પુરુષાર્થ કરે છે, સફળ થાય છે અને સદ્ગુરુ તરફ વિજયનું સ્મિત કરે છે. સદ્દગુરુ તેને બમણા વાત્સલ્યથી સ્મિત આપે છે. સુશિષ્ય આગળ ધપતો રહે છે. સદ્ગુરુ પોતાનું કાર્ય ચાલુ રાખે છે. તેમને ખાતરી છે કે આગળ જતાં ભયંકર ઉદય વખતે પણ પોતાનો માર્ગ જાતે શોધી તે સફળ થઈ શકશે. આમ, સદ્ગુરુ માત્ર ઇશારો કરે છે, જ્ઞાનપ્રકાશ આપે છે. તેઓ નકશો નથી આપતા, પ્રકાશ આપે છે. જીવન ઝરણા જેવું અસ્થિર છે. તે બાંધેલ કિનારાઓ વચ્ચે વહી રહેલો પ્રવાહ નથી. તેનો નકશો રોજ બદલાય છે, તેથી જ સગુરુ નકશાને બદલે પ્રકાશ આપે છે કે જેથી જીવ જાતે રસ્તો જોઈ શકે, નક્કી કરી શકે. પરંતુ જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy