________________
ગાથા-૧૨૫
૭૩૭
લૂંટાઈ રહ્યો છે અને તેને ભાન પણ પડતું નથી.
અજ્ઞાની જીવનું ચિત્ત, તેનું વર્તન, તેની દશા ઊંધા પડેલા વાંદા જેવી છે. ઊંધો પડેલો વાંદો સીધો થવા પગ કેવા હલાવે, આમથી તેમ ડોલે, તરફડિયાં મારે. કેવી પરાધીન, લાચાર દશા! એને પગ છે પણ ચાલી શકતો નથી, શક્તિ છે પણ કશું કરી શકતો નથી. એની આસપાસની દુનિયાને ઊંધી જ જુએ છે, કારણ કે પોતે ઊંધો પડેલો છે; તેમ અજ્ઞાનીને પણ દુનિયા ઊંધી દેખાય છે, કારણ કે તેની દૃષ્ટિ ઊંધી છે. તે મૂંઝાયેલો રહે છે. જેમ ઊંધા વાંદાની પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે, તે શાંત રહેતો જ નથી, જોરથી પગ હલાવે છે, ધમપછાડા મારે છે; તેમ અજ્ઞાની જીવ પણ શાંત રહી શકતો નથી. સતત પ્રવૃત્તિ, હિલચાલ, ધમાલ કરતો રહે છે; પણ તેનું કંઈ વળતું નથી. વાંદાની જેમ તેની પણ બધી મહેનત નિરર્થક જાય છે. અત્યંત કરુણ પરિસ્થિતિ છે. ત્યાં કોઈ જીવદયાના પરિણામવાળો સજ્જન એ વાંદાને સીધો કરે છે અને એને એવી રીતે મૂકે છે કે જેથી કોઈના પગ નીચે એ કચડાઈ ન જાય. એ જ રીતે નિષ્કામ કરુણાવંત સદ્દગુરુ જીવની વિપરીત દશાને સવળી કરે છે. તેની દૃષ્ટિ સવળી કરી, તેને યોગ્ય માર્ગદર્શન આપે છે કે જેથી તે અનંત દુઃખમાંથી મુક્ત થાય. હવે તેની સઘળી શક્તિઓ સન્માર્ગે - મોક્ષમાર્ગે યોજાય છે.
વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ સંબંધી વિપરીત માન્યતાઓના કારણે જીવ દુઃખી થાય છે. સદ્ગુરુએ આપેલા તત્ત્વબોધથી પૂર્વે બંધાયેલી માન્યતાઓ બદલાય છે. તેમના બોધના આધારે વિપરીત માન્યતાઓ પરિવર્તન પામે છે. સદ્ગુરુના બોધના આધારે જાત અને જગત સંબંધી યથાર્થ શ્રદ્ધા થાય છે. તેને જાત અને જગતનું યથાર્થ દર્શન થાય છે. સદ્ગુરુના અનુભવસિદ્ધ તત્ત્વબોધના આશ્રયે પુરુષાર્થ ઊપડતાં તેને સમ્યગ્દર્શન થાય છે.
સદ્દગુરુ જીવમાં ક્રાંતિ સર્જી દે છે. સદ્ગુરુમાં જીવને પરમાત્માની ઝલક મળે છે, વિરાટનું દર્શન થાય છે. સદ્ગુરુ પ્રત્યે દૂરથી દષ્ટિ કરતાં જીવને એમ લાગે છે કે ‘તેઓ મારા જેવા જ છે, મારી જેમ જ બધું કરી રહ્યા છે', પણ પાસે જઈને જોતાં તો જાણે મારી અને તેમની વચ્ચે અલંધ્ય ખાડી છે' એવું લાગે છે. સદ્ગુરુને બાહ્ય દૃષ્ટિથી જોતાં તેઓ સામાન્ય માનવી લાગે છે, પણ જ્યારે તેમની ઓળખાણ થાય છે ત્યારે પરમાત્મરૂપ જણાય છે. સદ્ગુરુને જોતાં જ જાણે શુદ્ધાત્માનું આમંત્રણ મળવા લાગે છે. તે આમંત્રણ જીવને આકર્ષે છે. સદ્દગુરુનો પોકાર જીવને મોક્ષમાર્ગ તરફ ખેંચે છે. તેને અંદરથી મોક્ષનાં ભણકારા ઊઠે છે. તે મુક્તિનાં સપનાં જુએ છે. તે આત્મહિતને સાધવા તત્પર થાય છે. તે સંસારની આસક્તિ છોડીને ધર્મનો માર્ગ ગ્રહણ કરે છે. અસત્સંગ-અસ...સંગમાંથી, આરંભ-પરિગ્રહમાંથી તેની રુચિ ટળે છે અને તેને સ્વાધ્યાય, જપ, તપ વગેરે ગમવા માંડે છે. પોતાના અંતરવિશ્વમાં પડેલ સ્થૂળ-સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org