________________
૭૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લાગે છે કે જગતના સર્વ પદાર્થો આત્મા કરતાં હીન છે, સર્વ વસ્તુઓ આત્માથી ઊતરતી છે, તેથી શ્રીગુરુને આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ અર્પણ થઈ શકે તેમ નથી. બીજી જ ક્ષણે જાગૃત શિષ્ય શ્રીગુરુને કહે છે કે ‘આપના ચરણે ધરવા યોગ્ય વસ્તુ એક આત્મા સિવાય બીજું કંઈ પણ નથી, પણ આ આત્મા તો આપે જ આપ્યો છે, આત્મસ્વરૂપની ઓળખાણ આપે જ કરાવી છે. મને તો આત્માના હોવાપણાનું ભાન પણ ન હતું. આપે જ મારી દેહાત્મબુદ્ધિ દૂર કરી આત્મદષ્ટિ કરાવી હોવાથી આપે જ મને આત્મા આપ્યો છે. મારા જીવનમાં જે અદ્ભુતતા પ્રગટી છે તે આપની જ પ્રસાદી છે. જેણે જે આપ્યું હોય તેને એ જ પાછું આપવું અયોગ્ય છે, તેમાં પણ પ્રસાદીનું પાછું વાળવું તો બહુ મોટો અવિનય છે.'
વ્યવહારમાં કોઈએ કોઈ ચીજ આપી હોય તો બદલામાં તે જ ચીજ તેને પાછી આપવામાં આવતી નથી, કારણ કે તેમ કરવામાં વિશેષતા શી? આ કારણે બદલામાં યથાશક્તિ બીજી કોઈ ચીજ આપવામાં આવે છે. તેમ અહીં સુશિષ્ય કહે છે કે “મારી પાસે સર્વશ્રેષ્ઠ માત્ર એક આત્મા છે કે જે આપને અર્પણ કરી શકાય, પરંતુ તે પણ આપે આપેલો છે, તેથી આપના ચરણે આત્મા ધરવા ઇચ્છે તો તે ઠીક નથી લાગતું. હવે તો એક જ ઉપાય છે કે આપના ચરણને આધીન વતું. મન-વચન-કાયાથી પૂર્ણ રીતે આપની આજ્ઞામાં રહું. મારી હવે પછીની સર્વ વર્તના આપની ઇચ્છા અનુસાર - આપની આજ્ઞા અનુસાર થાઓ એવી ભાવના ભાવું છું.' આમ, પ્રત્યુપકારમાં કોઈ પણ વસ્તુ ધરવાને બદલે, પરમોપકારી શ્રીગુરુના ચરણોમાં તે આત્મસમર્પણ કરે છે.
અજ્ઞાની જીવ નિરંતર દુઃખી હોય છે. તે જન્મ લે છે ત્યારે દુઃખી થાય વિશગાથા છે, બીમાર પડે તો દુઃખી થાય છે, વૃદ્ધાવસ્થા આવે તો દુઃખી થાય છે, મૃત્યુ દેખાય તો દુઃખી થાય છે. તે જીવનમાં દુઃખ જ દુઃખ અનુભવે છે. જે પ્રિય છે એનો વિયોગ થતો રહે છે, જે અપ્રિય છે એનો સંયોગ થતો રહે છે; ઇચ્છિત થતું નથી અને અનિચ્છિત થતું રહે છે; પ્રિયને નજીક લાવવાની કે અપ્રિયને દૂર કરવાની ઇચ્છા તેને વ્યાકુળ કરે છે; તે જે પોતાની પાસે છે એનાથી તૃપ્ત નથી થતો અને જે નથી એને પ્રાપ્ત કરવા વ્યાકુળ થાય છે; તેની જરૂરિયાતોની કોઈ સીમા નથી; તેથી જ્યારથી તે જન્મ લે છે ત્યારથી અનેક આવશ્યકતાઓની પૂર્તિ માટે તે વ્યાકુળ રહે છે.
પરદ્રવ્યો પ્રત્યેની આસક્તિના કારણે તે વ્યાકુળતાથી પીડાય છે. ચમરી ગાયનું પૂછડું ખૂબ સુંવાળું હોય છે. તેના વાળ ઝાડ-ઝાંખરામાં ભરાઈ જતાં વાળ પ્રત્યેના પ્રેમના કારણે તે ગાય ત્યાં ને ત્યાં ઊભી રહી જાય છે અને પરિણામે શિકારીના બાણથી વીંધાઈને મરણ પામે છે. તેમ અજ્ઞાની જીવ દુનિયાના પદાર્થો પ્રત્યેની આસક્તિના કારણે સંસારના પ્રસંગોમાં અટકી જાય છે અને પોતે હણાઈ રહ્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org