________________
ગાથા-૧૨૩
૭૧૧
પોતામાં વ્યાપે છે અને જીવમાં વ્યાપતાં નથી એવાં અનંતા પુદ્ગલો પોતાની ક્રિયાથી આત્માને કઈ રીતે મોક્ષમાં લઈ જઈ શકે? જો શરીર જીવનું કાર્ય કરે તો શરીરરૂપે પરિણમેલાં અનંતા પુદ્ગલ અનંત દ્રવ્યો મટી એક ચૈતન્યદ્રવ્ય બની જાય; અને આમ જો દ્રવ્યોનો લોપ થવા લાગે તો જીવનો પણ લોપ થઈ જાય. એટલે શરીરની ક્રિયા વડે મોક્ષ થાય એમ માનવું તે માત્ર ભ્રમણા છે. શરીરની ક્રિયા એ પુદ્ગલનો ધર્મ છે અને રત્નત્રય એ આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ આત્મામાં છે અને તે માત્ર આત્માના આશ્રયે પ્રગટે છે.
જેમ મોરના ઈંડામાં મોર થવાની તાકાત છે, તેમ ચૈતન્યશક્તિમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. સર્વજ્ઞ પરમાત્માને કેવળજ્ઞાન થયું તે કાંઈ શરીરના મજબૂત સંઘયણમાંથી, રાગમાંથી કે કાળમાંથી આવ્યું નથી. આત્મદ્રવ્ય પરિપૂર્ણ શક્તિનો પિંડ છે, જેમાં એકાગ્ર થવાથી તેના અવલંબને જ કેવળજ્ઞાન પ્રગટે છે. દ્રવ્યમાં સામર્થ્યરૂપે હતું તે જ પર્યાયમાં વ્યક્ત થાય છે. નાનકડું ઈડું ક્રમે કરીને સાડા ત્રણ હાથનો મોર બને છે. નાના ઈંડામાં તેવી શક્તિ હતી, તેથી તેનો વિકાસ થઈને તેમાંથી મોર થાય છે; તેમ આત્માની ચૈતન્યશક્તિની પ્રતીતિ કરતાં, તેમાં રમણતા કરતાં તેનો વિકાસ થતાં મોક્ષ થાય છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે આત્માની ઉપાસના કરવી એ મોક્ષાર્થી જીવનું પ્રયોજન છે. મોક્ષના ભણકારા જેને વાગે છે, તે મંગલ અભિપ્રાયવાળો મોક્ષાર્થી જીવ આત્માને જાણી, શ્રદ્ધી, આત્મનિષ્ઠ થવાનો અભ્યાસ કરે છે. ચૈતન્યની પ્રાપ્તિ કરવી એ જ જેનો મંગલ અભિપ્રાય છે એવો મોક્ષાર્થી જીવ મુક્તિને માટે જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ કરે છે, શ્રદ્ધા કરે છે અને તેમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. ધનની પ્રાપ્તિનો અભિલાષી, જેમ રાજાને ઓળખીને અને શ્રદ્ધા કરીને ઘણા ઉદ્યમપૂર્વક તેની સેવા કરીને તેને પ્રસન્ન કરે છે; તેમ જેને એકમાત્ર ચૈતન્યની પ્રાપ્તિની જ મંગલ અભિલાષા છે, બંધનથી છૂટવાની જ અભિલાષા છે, સંસારની કોઈ અભિલાષા નથી તે મોક્ષાર્થી જીવ સર્વ પ્રકારના પ્રયત્ન વડે આત્માને જાણે છે, તેની શ્રદ્ધા કરે છે અને પછી તેમાં ઠરવાનો ઉદ્યમ કરે છે.
મોક્ષાર્થી જીવ આત્માનો નિર્ણય કરે છે અને પછી અંતર્મુખ પ્રયત્ન કરતાં કરતાં તેને આત્માની અપૂર્વ અનુભૂતિ થાય છે. અનુભૂતિમાં જે અતીન્દ્રિય સ્વરૂપ જણાય છે તે જ પોતાનું સ્વરૂપ છે એમ તેને દઢ શ્રદ્ધાન થાય છે. ત્યારપછી તે આત્મસ્વરૂપમાં ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૫૧
'यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः । अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org