________________
૭૧ ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
જ વારંવાર લીન થવાનો પ્રયત્ન કરે છે. “આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા તે જ હું છું અને તેના સેવનથી પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે' એવી નિઃશંક શ્રદ્ધા સહિત તે તેમાં લીન થવાનો પુરુષાર્થ કરી મોક્ષને સાધે છે. મોક્ષને સાધવાની આ જ રીત છે. આ જ વીતરાગ સન્માર્ગ છે. સ્વરૂપનો નિર્ણય અને ઉપયોગની અંતર્મુખતા એ જ સર્વ નિર્ચથોનો મંગલ ઉપદેશ છે અને તેમાં પણ સૌથી પહેલી વાત છે આત્મસ્વરૂપના નિર્ણયની.
જ્યાં સુધી સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થતી નથી, શુદ્ધ સ્વરૂપનો વજભીંત જેવો નિર્ણય થતો નથી; ત્યાં સુધી ધર્મની શરૂઆત સંભવતી નથી. જીવ શુદ્ધ સ્વરૂપરૂપે પોતાને ન જાણે, ન માને, ન વિચારે, ન ભાવે ત્યાં સુધી મોક્ષમાર્ગે શરૂઆત થઈ શકતી નથી. તેથી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રતીતિ અત્યંત આવશ્યક છે. હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છું' એમ વિશ્વાસ કરીને 'હા' પાડે, પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ કરે ત્યારે જ મોક્ષમાર્ગની વાસ્તવિક શરૂઆત થાય છે.
પિતાએ ચોપડામાં લખ્યું હોય કે પાંચ લાખનું સોનું અમુક જગ્યાએ રાખ્યું છે, તો સોનું હજી જોયું પણ ન હોય, તોપણ પિતાનો વિશ્વાસ કરી પુત્ર તે વાત માની લે છે; તેમ ત્રિલોકનાથ સર્વજ્ઞ સાક્ષાત્ જ્ઞાનથી આત્માનું શુદ્ધ, પૂર્ણ, મુક્ત સ્વરૂપ જે રીતે અનુભવ્યું અને કહ્યું તે પ્રમાણે વર્તમાનમાં પોતાને પ્રત્યક્ષ ન હોવા છતાં વિશ્વાસપૂર્વક માનવું ઘટે છે. ત્રિલોકનાથરૂપી સાક્ષાત્ મહાવૈદ્ય કહે છે કે “તું અમારા જેવો પૂર્ણ છે, પવિત્ર છે, અવિનાશી છે, નીરોગી છે. તારું સ્વરૂપ કાંઈ સંયોગાધીન નથી, વર્તમાન અવસ્થા પૂરતો તું નથી. તારા સ્વરૂપનો તે નિર્ણય કરશે તો અનાદિથી પોતાને ભૂલી જવારૂપ મહાક્ષયરોગ લાગુ પડ્યો છે તે મટી જશે. વર્તમાનમાં શુદ્ધ પૂર્ણ સ્વભાવનો નિર્ણય કર તો તું આત્મઆરોગ્ય સંપન્ન કરી શકીશ.'
જે જીવ હું પામર છું, ઊણો છું' એમ માને તો મોક્ષમાર્ગ તરફ તેનું વીર્ય ઊપડતું નથી. પોતાને હીણો માનતાં મોક્ષપંથે પ્રગતિ સધાતી નથી. અળસિયું અને નાગનું બચ્ચું બને દેખાવમાં સરખાં હોય છે, પરંતુ માર્ગમાં પ્રતિબંધ આવતાં અળસિયું પાછળ ખસે છે, જ્યારે નાગનું બચ્ચું હુંફાડો મારે છે, કારણ કે નાનું હોવા છતાં તે ફણીધર નાગ છે. તેમ આત્મા વર્તમાન પર્યાયમાં નિર્બળ અને પામર છે, છતાં સ્વભાવે તો સિદ્ધ પરમાત્મા જેવો પૂર્ણસામર્થ્યવંત છે. પોતાને અળસિયા જેવો હીણો માનતાં પુરુષાર્થ ઊપડતો નથી, પરંતુ નાગના બચ્ચાની જેમ કડક વીર્યવંત થવાથી માર્ગના સર્વ પ્રતિબંધ સહજમાં જિતાઈ જાય છે. પૂર્ણતાના લક્ષે ઊપડેલો સાધક પૂર્ણ થયા વિના રહેતો નથી.
આમ, વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાં ત્રિકાળી સ્વભાવમાં આનંદ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org