________________
૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનો અર્થ છે આત્માની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા. આત્મપદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ માનવો એ સમ્યગ્દર્શન છે, તેવો જ જાણવો એ સમ્યજ્ઞાન છે અને તેમાં જ લીન થવું એ સમ્યક્યારિત્ર છે. શુદ્ધાત્મસ્વરૂપનો નિશ્ચય કરવો તે સમ્યગ્દર્શન, શુદ્ધાત્મસ્વરૂપનું પરિજ્ઞાન કરવું તે સમ્યજ્ઞાન અને શુદ્ધાત્મસ્વરૂપમાં લીન થવું તે સમ્યફચારિત્ર છે. શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરવી, તે સ્વભાવને જાણવો અને તેમાં રમવું તે જ સત્ય દર્શન, સત્ય જ્ઞાન અને સત્ય આચરણ છે - રત્નત્રય ધર્મ છે - મોક્ષનો પંથ છે. આચાર્યશ્રી ઉમાસ્વાતિજી ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં લખે છે –
“સગર્શન-જ્ઞાન-ચરિત્રાળ મોક્ષમા: ૨ અહીં મોક્ષમાર્ગ શબ્દ એકવચનમાં પ્રયોજવામાં આવ્યો છે, બહુવચનમાં નહીં. મુક્તિના માર્ગ ત્રણ નથી પણ એક છે અને તે ત્રણેની એકતારૂપ જ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ ત્રણેની એકતારૂપ મુક્તિનો માર્ગ છે. જેમ આરોગ્ય મેળવવા માટે ઔષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વક સેવન એ ત્રણેની જરૂર છે. આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી; તેમ આત્માના આરોગ્ય માટે - મોક્ષ મેળવવા માટે સમ્યગ્દર્શન આદિ ત્રણેની જરૂર છે. આ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્માના સત્ય સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન તથા તે પ્રમાણેનાં આચરણ દ્વારા આત્માની શુદ્ધિ થતી જાય છે અને મોક્ષ પ્રગટે છે.
જેમ અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહક એમ ત્રણ ગુણ છે; તેમ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ ગુણ છે. જેમ અગ્નિ પાચક ગુણ વડે અનાજને પકવે છે, તેમ આત્મા દર્શન (શ્રદ્ધા) ગુણ વડે પોતાના શુદ્ધ સ્વભાવને પકવે છે. જેમ અગ્નિ પ્રકાશક ગુણ વડે વસ્તુને પ્રકાશે છે, તેમ આત્મા જ્ઞાન ગુણ વડે સ્વ-પરને પ્રકાશે છે. જેમ અગ્નિ પોતાના દાહક ગુણ વડે દાહ્ય પદાર્થોને બાળે છે, તેમ આત્મા પોતાના ચારિત્ર ગુણ વડે વિકારી ભાવોને બાળી નિઃશેષ કરે છે.
રત્નત્રય એ આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ આત્મામાં રહે છે, નહીં કે શરીરમાં. તેથી શરીરની ક્રિયાથી મોક્ષ થાય એ માનવું ભૂલ ભરેલું છે. જીવમાં પુદ્ગલ વ્યાપતું નથી, પુદ્ગલમાં જીવ વ્યાપતો નથી; બને વચ્ચે વ્યાપ્ય-વ્યાપક સંબંધ નથી. જે ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૨૧૬
'दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः ।
स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः ।।' ૨- આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org