________________
ગાથા-૧૨૩
૭૦૯
બન્નેની યથાર્થ ઓળખાણ થતાં શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિથી પર્યાયનો ઉપાધિભાવ ટળતો જાય છે અને આત્માની શુદ્ધતા વધતી જાય છે, મોક્ષસ્વભાવ પ્રગટતો જાય છે. આ તથ્યને એક દષ્ટાંત વડે સમજીએ. ફાનસના કાચ ઉપર મેસ લાગેલી હોય તો અંદર રહેલી જ્યોતિનો પ્રકાશ બહાર દેખાતો નથી, પણ તેથી કાંઈ જ્યોતિ નથી એમ માની શકાય નહીં. કાચ ઉપર લાગેલી મેસને લૂછવાથી તે જ્યોતિ પ્રગટ થાય છે અને પ્રકાશ બહાર રેલાય છે. જ્યોતિ તો બન્ને અવસ્થામાં વિદ્યમાન છે, પણ કાચને સાફ કરવાથી તે પ્રગટ થઈ. તેમ આત્મદ્રવ્ય તો મોક્ષસ્વભાવી જ છે, પણ પર્યાયની અશુદ્ધિના કારણે તે મોક્ષસ્વભાવ પ્રગટ થતો નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે પર્યાયને શુદ્ધ કરતાં મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. મોક્ષસ્વભાવ તો અશુદ્ધ અને શુદ્ધ બને અવસ્થામાં વિદ્યમાન છે, પણ પર્યાયને શુદ્ધ કરવાથી તે પ્રગટ થાય છે. નિજ શુદ્ધ સ્વભાવમાં અખંડપણે રમણતા થવાથી શુભાશુભ ભાવ છેદાય છે અને આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે પૂર્ણપણે પ્રગટ થાય છે. સર્વ બંધભાવથી રહિત એવા આત્માનું શુદ્ધ સ્વભાવરૂપે પરિણમવું તે જ મોક્ષ. પોતાના શુદ્ધ સ્વભાવમાં અખંડપણે સ્થિરતા કરવી તે જ મોક્ષ.
આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે અને આત્માને શુદ્ધ કરવાની જે રીત, તે મોક્ષનો માર્ગ છે; અર્થાત્ આત્માની અશુદ્ધ અવસ્થા જે રીતે દૂર થાય અને આત્મા જે પ્રકારે શુદ્ધ થાય તે જ મોક્ષનો માર્ગ છે - મોક્ષનો પંથ છે - મોક્ષનો ઉપાય છે. આત્મામાં અનાદિ કાળથી રાગ-દ્વેષરૂપ અશુદ્ધિ ઉત્પન્ન થયા કરે છે, શુભાશુભ ભાવોની પરિણતિમાં જ તે ફસાઈ રહ્યો છે. જ્યાં સુધી તે મોક્ષના ઉપાયનું સેવન ન કરે ત્યાં સુધી રાગ-દ્વેષની ઉત્પત્તિ થયા જ કરે છે. આ ઉત્પત્તિ રોકવાનો એકમાત્ર ઉપાય છે રત્નત્રયની આરાધના. શ્રી ભોગીલાલ ગિ શેઠ લખે છે –
‘આત્માને શુદ્ધ કરવાનો અને સહજ સુખ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય રત્નત્રયની આરાધના છે, આત્મધ્યાન છે. નિર્મળ અને શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન, સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, અરૂપી, અવિનાશી, સ્વાધીન એવા આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને તે જ્ઞાનમાં સ્થિર થવું, ટકવું, ઠરવું તે સમ્યફચારિત્ર. આ રત્નત્રયીરૂપ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર એ ત્રણની એકતા તે મોક્ષમાર્ગ છે, અર્થાત્ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા થાય તે જ મોક્ષમાર્ગ છે.”૨
દર્શન-જ્ઞાન-ચારિત્રને સમ્યક્ સ્વરૂપે પ્રગટ કરવાથી જ મોક્ષ થાય છે. સમ્યગ્દર્શન, ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાવાદ મંજરી', શ્લોક ૮ની ટીકા
“સ્વાવસ્થાનં હિ મોક્ષ: ’ ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૩૬૩-૩૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org