________________
જ્ઞાનચેતના (શુદ્ધ ચેતના)
ગાથા-૧૨૨
ચેતના
Jain Education International
અજ્ઞાનચેતના (અશુદ્ધ ચેતના)
કર્મચેતના
เมื่อย કર્મફળચેતના
(૧) જ્ઞાનચેતના અથવા શુદ્ધ ચેતના
આત્માથી અભિન્ન સ્વતઃ સ્વાભાવિક સહજ સુખના વેદનને, જ્ઞાનમાત્ર અનુભવને જ્ઞાનચેતના કહે છે. શુદ્ધાત્માને અનુભવનારી ચેતના તે જ્ઞાનચેતના છે. જેના દ્વારા આત્મા શુદ્ધ જાણવામાં આવે તેનું નામ જ્ઞાનચેતના છે.૧ જ્ઞાનચેતનાનું કાર્ય તો અંતરની અનુભૂતિ છે. જ્ઞાનચેતના અંતર્મુખ થઈ આત્માના સાક્ષાત્કારનું કાર્ય કરે છે. જ્ઞાનચેતનામાં આત્મા નિજાનંદને અનુભવતો, અત્યંત શુદ્ધપણે પ્રકાશતો હોવાથી તેને શુદ્ધ ચેતના પણ કહે છે. શુદ્ધતાની ઉપલબ્ધિ થતી હોવાથી જ્ઞાનચેતનાને શુદ્ધ ચેતના પણ કહેવામાં આવે છે. શુદ્ધ ચેતના એક જ પ્રકારની હોય છે, કેમ કે શુદ્ધતા એક જ પ્રકારની હોઈ શકે છે. આત્મામાં જે ભેદ જણાય છે તે કર્મોના નિમિત્તે થતા ભેદ છે. આત્માનું નિજરૂપ શુદ્ધ સ્વરૂપ તો એક જ પ્રકારનું છે, તેમાં કોઈ ભેદ નથી; તેથી શુદ્ધ ચેતનાનો એક જ પ્રકાર છે. શુદ્ધ સ્વભાવની સન્મુખ થતાં જ શુદ્ધ ચેતના પ્રગટે છે. જ્ઞાનને અંતરમાં વાળીને જેમણે દેહ અને રાગથી ભિન્ન શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું છે તેમને અંતરમાં અપૂર્વ શુદ્ધ ચેતના ખીલી છે એમ કહેવાય છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાનકથી શુદ્ધ ચેતનાની શરૂઆત થાય છે અને તેના બળ વડે જ્ઞાની અલ્પ કાળમાં જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
૬૯૫
For Private & Personal Use Only
શુદ્ધ ચેતના કારણરૂપે સર્વ જીવોને હોય છે. નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવોને કારણ શુદ્ધ ચેતના હોય છે. નિગોદના જીવો, મિથ્યાદષ્ટિ જીવો, તેમજ અભવી જીવોમાં પણ કારણ શુદ્ધ ચેતના સદા હોય જ છે. સ્વભાવદૃષ્ટિથી જોવામાં આવે તો દરેક જીવમાં શુદ્ધ ચેતના છે. બધા જીવોને ઉત્પાદ-વ્યય વિનાની એકરૂપ શુદ્ધ ચેતના હોય છે. આ ત્રિકાળી કારણ શુદ્ધ ચેતનાને સેવવાથી કાર્ય શુદ્ધ ચેતના પ્રગટે છે. મિથ્યાર્દષ્ટિ જીવોને કારણ શુદ્ધ ચેતનાનું ભાન નથી હોતું, તેઓ તેનો આશ્રય નથી કરતા, તેથી તેમને કાર્યરૂપ ફળ આવતું નથી. જ્ઞાનીએ પોતાની ત્રિકાળી શક્તિના અવલંબને શુદ્ધ ચેતનાને કાર્યરૂપે પ્રગટાવી હોય છે. જ્ઞાનીને જ્ઞાનચેતના હોય છે, પણ ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૯૬
' अत्रात्मा ज्ञानशब्देन वाच्यस्तन्मात्रतः स्वयम् । स चेत्यतेऽनया शुद्धः शुद्धा सा ज्ञानचेतना । । '
-
www.jainelibrary.org