________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન હજી અંશે વિકાર અને અધૂરાશ છે, તેથી ત્યાં પરિપૂર્ણ જ્ઞાનચેતના હોતી નથી. તેમને અંશે જ્ઞાનચેતના પ્રગટી હોય છે. કેવળી તથા સિદ્ધ ભગવાને પોતાના શુદ્ધ આત્માના અવલંબને પરિપૂર્ણ શુદ્ધ ચેતના પ્રગટ કરી હોય છે. તેમને અનાદિ-અનંત કારણ શુદ્ધ ચેતનાના આશ્રયે સાદિ-અનંત કાર્ય શુદ્ધ ચેતના પ્રગટી હોય છે, તેથી તેઓ નિરાકુળ આનંદને અખંડપણે અનુભવે છે. (૨) અજ્ઞાનચેતના અથવા અશુદ્ધ ચેતના
આત્મજ્ઞાનરહિત મિથ્યાષ્ટિ જીવને સ્વ-પરનું ભેદજ્ઞાન હોતું નથી, તેથી કર્મકૃત ભાવો અને કર્મકૃત અવસ્થાઓને તે અજ્ઞાનથી પોતાનાં માને છે, માટે તેને અજ્ઞાનચેતના અથવા અશુદ્ધ ચેતના હોય છે. રાગ-દ્વેષાદિ પરભાવોમાં તન્મયપણે પ્રવર્તવું, અર્થાત્ જ્ઞાનધારા અને રાગધારાનું ભેદજ્ઞાન ન થવું તે અજ્ઞાનચેતનાનું લક્ષણ છે. અજ્ઞાનીને જ્ઞાન અને રાગ વચ્ચે એકત્વબુદ્ધિ વર્તે છે. તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ભાન ચૂકેલો હોવાથી શુદ્ધ સ્વભાવને અનુભવતો નથી અને રાગાદિ પરભાવને પોતાના સ્વભાવભૂત માને છે. આવી જે અજ્ઞાનીની ચેતના તે અજ્ઞાનચેતના છે. જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં “આ હું છું' એવો અનુભવ કરવો તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે - કર્મચેતના અને કર્મફળચેતના.૧ ૧) કર્મચેતના – જ્ઞાન સિવાય અન્ય અનાત્મીય ભાવોના કર્તા થવું, ‘હું કરું, હું કરું? એવા ભાવો કરવા તેને કર્મચેતના કહે છે; અથવા પ્રવૃત્તિ કરવાની પ્રધાનતાથી સુખદુઃખરૂપ પરિણામોના અનુભવને કર્મચેતના કહે છે. જીવ પરમાં કશું જ કરી શકતો નથી, છતાં એમ માને છે કે મેં કર્યું, હું કરું તો જ થાય' - આવી પરમાં કરવાપણારૂપ કર્તુત્વબુદ્ધિ તે કર્મચેતના છે. ૨) કર્મફળચેતના – જ્ઞાન સિવાય અન્ય અનાત્મીય ભાવોના ભોક્તા થવું, તેમાં તલ્લીન થઈને તેના પરિણામરૂપ અનુભવ કરવો, અર્થાત્ હું ભોગવું છું, હું ભોગવું છું' એવા ભાવો કરવા તેને કર્મફળચેતના કહે છે; અથવા સુખ-દુઃખરૂપ કર્મફળના અનુભવને કર્મફળચેતના કહે છે. જીવ પરદ્રવ્યને ભોગવી શકતો નથી, છતાં એમ માને છે કે “આ ભોગવું તો ઠીક, આ ભોગવું તો અઠીક' - આવી પરને ભોગવવાની બુદ્ધિ તે કર્મફળચેતના છે.
હું પરનો કર્તા છું' એ કર્મચેતના છે અને હું પરનો ભોક્તા છું' એ કર્મ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસારની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, આત્મ
ખ્યાતિ', મૂળ ગાથા ૩૮૭ની ટીકા 'ज्ञानादन्यत्रेदमहमिति चेतनम् अज्ञानचेतना । सा द्विधा - कर्मचेतना कर्मफलचेतना च ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org