________________
૬૯૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ વિકલ્પ ઉત્પન્ન થતો નથી અને એ નિર્વિકલ્પ દશામાં જે નિર્મળ પરિણામ પ્રગટે છે એનો તે કર્તા અને ભોક્તા બને છે.
આમ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા જ્યારે શુદ્ધ ચેતનારૂપે પરિણમે છે ત્યારે તેની નિર્વિકલ્પ દશા હોય છે. પૂર્ણ નિરુપાધિક સ્વરૂપ સાથે એકાકાર થતાં તે વિભાવનો અકર્તા-અભોક્તા બને છે અને સાથે સાથે સ્વભાવનો નિત્ય, નવીન, અતીન્દ્રિય આનંદ માણી રહ્યો હોવાથી તે સ્વભાવનો કર્તા-ભોક્તા બને છે. શ્રીગુરુએ જે ઉપદેશ કર્યો હતો કે “ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, તેને અનુસરીને સુશિષ્ય કહે છે કે આત્માનો ઉપયોગ સ્વરૂપમાં લીન થવાથી નિર્વિકલ્પ દશામાં શુદ્ધ ચૈતન્યરૂપ નિજ પરિણામોનો તે કર્તા-ભોક્તા થયો. શ્રીગુરુનો બોધ તેને અનુભવ સહિત પ્રતીતિમાં આવ્યો છે તેની જાહેરાત આ ગાથા દ્વારા કરવામાં આવી છે.
પરદ્રવ્યથી ક્યારે પણ આત્માનું કાર્ય સરતું નથી તેમજ રાગાદિ પરભાવથી બજાજપણ સ્વની પ્રાપ્તિ થવી શક્ય નથી. વળી, ‘હું સચ્ચિદાનંદ શુદ્ધ પરમાત્મા છું' ઇત્યાદિ વિકલ્પ દ્વારા પણ ચૈતન્યના અનુભવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. જીવ નિર્વિકલ્પ થાય ત્યારે જ તેને આત્માનું સંવેદન થાય છે. ધર્મની યાત્રાનો પ્રારંભ વિચારની ભૂમિકાએ થાય છે અને તેનો અંત નિર્વિચારની ભૂમિકામાં આવે છે. ધર્મયાત્રાનો અંત વિચારના અતિક્રમણમાં છે. ત્યાં બધા વિચાર વિલીન થઈ જાય છે. વિચાર દ્વારા વિશ્વની સર્વ વસ્તુની વ્યર્થતા પકડાય છે તથા યથાર્થ વિચારણા ચાલુ રહેતાં અંતે વિચારની વ્યર્થતા પણ પકડાય છે અને તેથી સાધક નિર્વિચાર થઈ જાય છે.
જીવની ચેતના વિચારોના ઘેરામાંથી મુક્ત થાય છે ત્યારે અસ્તિત્વનો પ્રકાશ ઝળહળી ઊઠે છે. જીવે વિચારોથી મુક્તિ મેળવવા માટે દઢ નિર્ણય કરવો જોઈએ કે “ વિચાર નથી, વિચાર મારા નથી, વિચાર સાથે મારે કોઈ સંબંધ નથી.' તેણે વિચારથી જુદા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિચારોની પ્રક્રિયા પરત્વે પણ માત્ર દર્શકપણાનો ભાવ કેળવવો જોઈએ. વિચારોને પોતાપણે માનવા અથવા પોતાના માનવા એ મોટી ભૂલ છે. તે ભૂલ જીવને વિચારોમાંથી મુક્ત થવા દેતી નથી. તેને પોતાના માનવાથી જે તાદાભ્ય ઊભું થાય છે. તે તાદાભ્ય જીવને વિચારથી અલગ થવા દેતું નથી. વિચારોને દ્રષ્ટાભાવે જોતા રહેવાથી તેની સાથે સંબંધિત એવા સર્વ મિથ્યા ભાવ છૂટી જાય છે અને વિચારોની હારમાળાનો પણ અંત આવી જાય છે.
વિચારોથી મુક્ત થવા જીવે તટસ્થપણે વિચારોને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. વિચારોની સાથે કોઈ પણ પ્રકારનું તાદાભ્ય સ્થાપવું ન જોઈએ. તેના વિષે કોઈ શુભ-અશુભ નિર્ણય કરવો ન જોઈએ. તેના તરફ સારો કે ખરાબ કોઈ ભાવ રાખવો ન જોઈએ. આ વિચાર સારો છે કે આ વિચાર ખરાબ છે - એવું મૂલ્યાંકન ન કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org