________________
૬૧૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સુવિચારદશાનું પ્રગટવું થાય છે. આ સુવિચારદશાનું ફળ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. આત્મજ્ઞાન થયા પછી મોહદશાની ક્રમશઃ ક્ષીણતા થતાં ઉદાસીનતા વર્ધમાન થયા કરે છે અને અંતમાં મોહનો સંપૂર્ણ ક્ષય થતાં અન્ય ત્રણ ઘાતી કર્મોનો નાશ થઈ કેવળજ્ઞાન પ્રગટે છે. ત્યારપછી અઘાતી કર્મો ક્ષય થતાં નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે.
સાધનામાં વિચારનું આવું મહત્ત્વપૂર્ણ સ્થાન હોવા છતાં મોટાભાગના જીવો વિચારહીન સ્થિતિમાં પ્રવર્તે છે. વિચારહીનતા એટલે કંઈ વિચારોનો સર્વથા અભાવ નહીં. એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીની ગતિઓમાં જ્યાં મનની અપ્રાપ્તિના કારણે વિચારહીનતા વર્તે છે, એની અહીં વાત નથી. સંજ્ઞી પંચેન્દ્રિયમાં વિચારોની ઉપસ્થિતિ હોવા છતાં અજ્ઞાન સહિત અને અજાગૃતિરૂપ જે પ્રવર્તન છે તેની વાત અત્રે અભિપ્રેત છે. વિચાર કરવાની યોગ્યતા મળી હોવા છતાં તેનો અનુપયોગ અથવા દુરુપયોગ જ્યાં થાય છે, તેની વિચારણા અત્રે કરવી છે.
એક મોટા કિલ્લામાં એક માણસ પુરાઈ ગયો હોય અને તેને બહાર નીકળવાના દ્વારની જાણ ન હોય, બહાર નીકળવાનું લક્ષ પણ ન હોય તો તે અંદર ફર્યા તો કરશે પણ તેનું ફરવું નિરર્થક રહેશે, અર્થાત્ તેના આ ફરવાથી તે કિલ્લાની બહાર નીકળી નહીં શકે. હવે જો તેને દ્વાર બતાવવામાં આવે અને જો તે બહાર નીકળવાનું લક્ષ કરી એ હાર તરફ ચાલવા લાગે તો તે કિલ્લાની બહાર નીકળી શકે. બન્ને વખતે ચાલવાની ક્રિયા થઈ રહી હોવા છતાં બન્નેનું પરિણામ જુદું આવે છે. એક અંતહીન ચક્કર છે, બીજું મુક્તિનું કારણ છે. એવું જ વિચારપ્રક્રિયાનું છે. વિચાર તો દરેક સંજ્ઞી પંચેન્દ્રિય કરે છે, પણ એ વિચારો મુક્તિનું કારણ નથી બનતા. વિચારપ્રક્રિયામાં પરમાર્થલક્ષ જોડવામાં આવે તો તે મુક્તિનું કારણ બને છે. વિચારને જ્યાં ત્યાં ભટકવા ન દેતાં આત્મસન્મુખ કરવામાં આવે તો તે આત્મજ્ઞાનનું કારણ બને છે.
‘આત્મવિચારમાં ચિંતન, મનન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષા, ભાવના, ભેદજ્ઞાનનો અભ્યાસ, ધ્યાન વગેરે સર્વ સમાવેશ પામે છે, કારણ કે આ બધી ક્રિયાઓ આત્મતત્ત્વના અનુસંધાનની પ્રક્રિયાઓનો ઓછાવત્તા અંશે નિર્દેશ કરે છે. ગમે તે પ્રકારે આત્મવિચાર કરવાથી સ્વરૂપજાગૃતિ સધાય છે. મનને વારંવાર સ્વરૂપ સાથે જોડતાં રહેવાથી શરીર સાથેનું તાદાભ્ય ઘટતું જાય છે, દેહાધ્યાસ મોળો પડતો જાય છે. કાયાથી ભોગવાતા વિષયો તેમજ સર્વ ઔદયિક ભાવોથી ભિન્નતાની બુદ્ધિ દઢ થાય છે.
સ્વ-પરના ભિન્નત્વના વિચાર દ્વારા પરિણામને સ્થિર કરતાં પરના વિચાર છૂટીને કેવળ નિજસ્વરૂપના જ વિચાર રહે છે.
વિચારહીનતાની ભૂમિકામાંથી જીવ ઉપર ઊઠે છે ત્યારે તે આત્મવિચારણાની - વિચારશીલતાની ભૂમિકા ઉપર આવે છે. પરંતુ વિચારશીલતાથી પણ તેને લક્ષ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org