________________
ગાથા-૧૧૭
૬૧૭
રહીશ. એનાથી બહાર જગતમાં કશે પણ બીજું કોઈ ક્ષેત્ર, બીજું કોઈ વિશ્રામનું સ્થાન મારા માટે નથી.' તે પોતાના સુખધામમાં જ સદાકાળ માટે સ્થિત થઈ જાય એવી ભાવના ભાવે છે.૧
આમ, આત્માનું અદ્ભુત સ્વરૂપ અહીં પાંચ બોલો દ્વારા પ્રકાશી, શ્રીમદ્ કહે છે ‘બીજું કહીએ કેટલું?'; અર્થાત્ મુખ્યપણે જે કહેવાનું હતું કહી દીધું. વિશેષ શું કહીએ? આ પાંચ બોલો દ્વારા જે કહેવાયું છે તેમાં મુખ્યત્વે આત્મસ્વરૂપ અંગેની બધી વાત આવી જાય છે, માટે હવે વિશેષ શું કહેવું? હવે આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, તેનો અગાધ મહિમા લાવી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. ‘કર વિચાર તો પામ' એમ કહી તે શુદ્ધાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય તે શ્રીમદે સંક્ષેપમાં સમજાવ્યું છે. આ પંક્તિનું પ્રયોજન અને રહસ્ય સમજાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે
‘આત્માનું આવું અદ્ભુત સ્વરૂપ છે; તેની વિભૂતિઓ અને ગુણો અનંત છે. તેથી તેનું વર્ણન કર્યે પાર આવે તેમ નથી. મુખ્યતાએ કહેવાનું હતું તે બધું કહી દીધું છે, કંઈ પણ ગોપવ્યું નથી, ગુપ્ત રાખ્યું નથી, તો પછી અધિક શું કહેવું ?
છતાં સંક્ષેપમાં કહું તો દેહ એ જ આત્મા છે એવો અવિવેક તો સદાકાળ સુલભ છે. પરંતુ કરોડો ભવને વિષે આત્મા અને દેહ તરવાર અને મ્યાનની માફક કેવળ ભિન્ન છે એવો અતિ ઉપયોગી નિર્મળ વિવેક પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. એ વિવેક જાગૃત થવાનું બળવાન કારણ વિચાર છે.
ગુણથી, લક્ષણથી અને વેદનથી જ્ઞાનીઓએ આત્મત્વનું સ્વરૂપ જેમ બતાવ્યું છે તેમ કહ્યું. હવે તે પર વિચાર કરવો, તત્ત્વપરીક્ષા કરી શ્રદ્ધા લાવવી અને પછી અનુભવ કરવો. દિવ્ય અંતરંગ વિચાર વિના આત્મજ્ઞાન થવું શક્ય નથી.'
પ્રથમ જીવમાં મુમુક્ષુતા ઉત્પન્ન થવાથી બીજભૂમિકા તૈયાર થાય છે અને પછી તે સત્પાત્રતારૂપ બીજભૂમિકામાં સત્પુરુષનાં પરમાર્થવચનનું પરિણમન થાય છે ત્યારે ૧- શ્રીમદે તેમના અંતિમ સંદેશામાં આ જ ભાવના ભાવી હતી. જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૦ (આંક-૯૫૪)
‘સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તથ્યાનમહીં;
પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.'
એવું એ અનંત સુખનું ધામ, શુદ્ધ, સહજ, આત્મસ્વરૂપ જેને સુસંત, મહાત્મા પુરુષો નિરંતર ઇચ્છે છે અને રાત્રિ-દિવસ તેના જ ધ્યાનમાં નિમગ્ન રહે છે; તથા જે પદ સર્વોત્કૃષ્ટ શાંતિરૂપ અનંત, અક્ષય, શાશ્વત સુધા અમૃતરસથી ભરેલું છે, તે જગત શિરોમણિ સર્વશ્રેષ્ઠ પદને પરમ ઉત્કૃષ્ટ ભક્તિભાવે હું પ્રણામ કરું છું. તે સર્વોત્કૃષ્ટ પરમ પદ ત્રિકાળ જયવંત વર્તો! ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૩૪૩-૩૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org